આપણે કોઈને વિદાય આપતી વખતે ટા-ટા કેમ કહીએ છીએ? મોટાભાગના લોકો આ સામાન્ય વાત નથી જાણતા

આપણે આપણા કોઈપણ સ્વજનોને વિદાય આપીએ છીએ ત્યારે ટા-ટા બાય બાય કરીને વિદાય કરીએ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે રોજ બોલીએ છીએ તે ટાટા શબ્દનો અર્થ શું થાય છે તે બહુ ઓછા લોકો જાણે છે.

તમે ક્યારેય વિચાર્યું કે લોકો ગુડબાય માટે ટા-ટા કેમ કહે છે? આ શબ્દ ક્યાંથી આવ્યો અને તે ક્યારથી ચલણમાં આવ્યો? આજે આ તમામ સવાલોના જવાબ અમે તમને આપીશું.

Bye

તમને જાણીને નવાઈ લાગશે કે આ શબ્દ માત્ર ભારત અને પાકિસ્તાનમાં બોલાય છે. વિશ્વના અન્ય કોઈ દેશમાં તેનો ઉપયોગ થતો નથી. અંગ્રેજો પણ તે બોલતા નથી.

ઘણા શબ્દકોશોમાં એવું કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ અંગ્રેજી અનુસાર ટા-ટા શબ્દનો અર્થ ગુડબાય થાય છે. તો પછી અંગ્રેજો તેનો ઉપયોગ કેમ કરતા નથી? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણે 250 વર્ષ પાછળ જવું પડે.

ભારતમાં બોલાતો આ શબ્દ હકિકતમાં કોઈ શબ્દ નથી. આ એક પ્રકારનો અપશબ્દ છે. એવું કહેવાય છે કે બ્રિટિશ મહિલાઓએ આ શબ્દનો ઉપયોગ ભારતીય મહિલાઓ અને તેમના બાળકોને બોલાવવા માટે કર્યો હતો. જો કે આની પુષ્ટિ થતી નથી.

કેટલાક લોકો કહે છે કે ટા-ટા શબ્દ ઉર્દૂ ભાષામાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે ફરી મળીશું અથવા ગુડબાય થાય છે.

કેટલાક જાણકારો અનુસાર, આ શબ્દનો પ્રથમ વખત અંગ્રેજીમાં ઉપયોગ 1823માં થયો હતો. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે તેનો 1889માં ફેયરેબલ શબ્દ તરીકે ઉપયોગ કર્યો હતો. પાછળથી 1940 માં આ શબ્દ ખૂબ જ લોકપ્રિય બન્યો.
તે સમયે TTFN માટે Ta-Ta શબ્દનો ઉપયોગ થતો હતો. તેનું સંપૂર્ણ સ્વરૂપ Ta-Ta for Now છે. તે સમયના રેડિયો શોમાં આ શબ્દનો ઉપયોગ થતો હતો. પાછળથી વધુ લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X