અમુક લોકોનુ લોહી કેમ વધુ પીવે છે મચ્છર? જાણો આની પાછળનુ કારણ
Mosquitoes Bite: તમે નોટિસ કર્યુ હશે કે અમુક લોકોને મચ્છર વધુ કરડે છે. તમે મચ્છરોથી બચવા માટે ગમે તેટલી કોશિશ કરો, તેઓ હંમેશા તમને શોધે છે અને તમને કરડે છે. મોટાભાગના લોકોને લાગે છે કે તેમનું લોહી મીઠુ છે, કદાચ તેથી જ તેમને મચ્છર વધુ કરડે છે.
વાસ્તવમાં, માત્ર માદા મચ્છર જ તમને કરડે છે કારણ કે માદા મચ્છરોને જીવવા માટે આઇસોલ્યુસીનની જરૂર પડે છે અને તે તમારા લોહીમાં જાય છે. માદા મચ્છર હંમેશા આઇસોલ્યુસીનની શોધમાં હોય છે કારણ કે એમિનો એસિડ બનાવવા માટે આઇસોલ્યુસીન જરૂરી છે અને તેથી જ તેઓ તમને કરડે છે.

તમને જણાવી દઈએ કે મચ્છર ઓ પૉઝિટીવ બ્લડ ગ્રુપ અને ગર્ભવતી મહિલાઓને વધુ કરડે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે મચ્છર કયા પ્રકારના લોકોને વધુ આકર્ષે છે અને કરડે છે.
બ્લડ ગ્રુપ
પુખ્ત નર મચ્છર તેમના અસ્તિત્વ માટે નેક્ટર પર આધાર રાખે છે, પરંતુ માદા મચ્છર ઇંડાના ઉત્પાદન માટે માનવ રક્તમાં હાજર પ્રોટીન પર આધાર રાખે છે. રસપ્રદ વાત એ છે કે, મચ્છર કેટલાક રક્ત પ્રકારો અન્ય કરતા વધુ પસંદ કરે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે O બ્લડ ગ્રુપ ધરાવતા લોકો તરફ મચ્છર વધુ આકર્ષાય છે અને તેમને વધુ કરડે છે.
બીયર પીનારા
એક સંશોધન મુજબ જે લોકોના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે તેમના શરીરમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવે છે અને મચ્છર તે ગંધ તરફ આકર્ષિત થાય છે.
કાર્બન ડાયોક્સાઈડના કારણે
મચ્છર એવા લોકો તરફ વધુ આકર્ષાય છે જેનું શરીર વધુ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન કરે છે. આ જ કારણ છે કે સગર્ભા સ્ત્રીઓને બાળકો અથવા પુખ્ત વયના લોકો કરતાં વધુ મચ્છરો કરડે છે. જે લોકોના શરીરનું કદ ખૂબ મોટું હોય છે તેઓ પણ વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.
કેટલાક લોકોને પરસેવાની દુર્ગંધને કારણે
સામાન્ય કરતાં વધુ પરસેવો આવે છે. આવા લોકો સામાન્ય રીતે મચ્છરોનો વધુ શિકાર બને છે કારણ કે પરસેવામાં લેક્ટિક એસિડ, યુરિક એસિડ, એમોનિયા જેવા તત્વો હોય છે, જેના તરફ મચ્છર સરળતાથી આકર્ષિત થાય છે. આ જ કારણ છે કે કસરત દરમિયાન પણ મચ્છર વધુ કરડવા લાગે છે.
જે લોકો ખૂબ વર્કઆઉટ કરે
જે લોકો ખૂબ વર્કઆઉટ કરે છે તેમના લોહીમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. તમને જણાવી દઈએ કે મચ્છર લેક્ટિક એસિડ તરફ ખૂબ જ આકર્ષિત હોય છે અને તેથી જ તેઓ આવા લોકોના શરીર પર વધુ કરડે છે.
જીન્સ પણ છે કારણ
તમારા શરીરની અંદર રહેલા જીન્સ પણ મચ્છરોને આકર્ષે છે અને કેટલાક લોકોના જીન્સમાં એવા ગુણ હોય છે જેના કારણે મચ્છર તેમને કરડતા નથી.
શરીરનું ઊંચું તાપમાન
જે લોકોનું શરીરનું તાપમાન વધારે હોય છે તેવા લોકોને મચ્છર કરડે છે.
કપડાંના રંગના કારણે
એક રિસર્ચ મુજબ કપડાના રંગને કારણે મચ્છરમાં પણ રંગો જોવાની અને ઓળખવાની ક્ષમતા હોય છે. મચ્છર લાલ, વાદળી, જાંબલી અને કાળા જેવા રંગોને સરળતાથી ઓળખી લે છે. તેથી, શક્ય છે કે જો તમે આવા રંગના કપડાં પહેરો છો, તો તમને મચ્છરો વધુ કરડતા હોઈ શકે છે, જ્યારે તમારી સાથે સફેદ કે પીળા કપડા પહેરનાર વ્યક્તિને મચ્છરોની નજર પણ ન પડે.












Click it and Unblock the Notifications
