For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: કર્મચારીઓ બીચારા સ્મૃતિ ઇરાનીના માર્યા!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): સ્મૃતિ ઇરાનીને ગુસ્સો કેમ આવે છે? તેઓ પોતાના માહિતી અધિકારીઓથી શા માટે રહે છે નારાજ? આ બંને સવાલોના જવાબ તેમના માનવ સંસાધન મંત્રાલયના અધિકારીઓને શોધવાની કોશિશ કરી રહ્યા છે. માનવ સંસાધન મંત્રાલયના મુખ્ય કાર્યાલય શાસ્ત્રી ભવનમાં સ્મૃતિ ઇરાની દ્વારા માહિતી અધિકારી બનવાથી ભારતીય સૂચના સેવાના અધિકારીઓ ડરવા લાગ્યા છે.

જાણકારોએ જણાવ્યું કે મોદી સરકારમાં માનવ સંસાધન મંત્રાલય સંભાળ્યા બાદ તેઓ પોતાના ત્રણ માહિતી અધિકારીઓને હટાવી ચૂકી છે. ઇરાનીના માર્યા આ અધિકારીઓના નામ પણ જાણી લો, આર. એન મિશ્રા, નાનૂ ભસીન અને મૌસમી ચક્રવર્તી. તેઓ આ ત્રણેયના કામથી નાખુશ હતી. માટે તેમને હટાવી દેવામાં આવ્યા.

smriti irani
મીડિયા કવરેજથી નારાજ
જાણકારીઓનું કહેવું છે કે સ્મૃતિ ઇરાનીએ ઉપરોક્ત અધિકારીઓને એટલા માટે હટાવ્યા કારણ કે તેઓ માનતા હતા કે આ ત્રણેય તેમના અને તેમના મંત્રાલયના કામકાજનું યોગ્ય મીડિયા કવરેજ કરાવી શકવામાં નિષ્ફળ રહ્યા હતા.

સૂત્રોનો દાવો છે કે ઇરાનીનું માનવું રહ્યું છે કે તેમના મંત્રાલયના કામકાજને મીડિયા એ પ્રકારે મહત્વ નથી આપી રહ્યું, જેટલું તેમને મળવું જોઇએ. આના પગલે ત્રણ અધિકારીઓએ તેમના ક્રોધનો શિકાર બનવું પડ્યું.

જોકે જાણકારોનું કહેવું છે કે મીડિયા કોઇ મંત્રી અથવા મંત્રાલયની સાથે ભેદભાવ નથી કરતું. મીડિયા તો કવરેજ આપવામાં તટસ્થ વલણ અપનાવે છે. કેટલાંક જાણકારો એવું પણ કહે છે કે ઇરાનીને મીડિયા કવરેજથી વધારે પોતાના મંત્રાલયના કામકાજ તરફ વધારે ધ્યાન આપવું જોઇએ. જો તેઓ એવું કરવામાં સફળ રહ્યા તો મીડિયામાં પણ તેમને વાહ-વાહી ચોક્કસ મળશે.

English summary
Why Smriti Irani is unhappy with her officials. She has removed her three Information officers since taking over the affairs of HRD ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X