ફ્રીજમાં મૂકેલા લોટની રોટલી ખાવાથી શુ તબિયત બગડી શકે છે?

લગભગ દરેક ઘરમાં લોટ બાંધ્યા બાદ વદેલા લોટને ફ્રીજમાં મૂકવામાં આવે છે, જેથી તેને ફરી ઉપયોગમાં લઈ શકાય.

લગભગ દરેક ઘરમાં લોટ બાંધ્યા બાદ વદેલા લોટને ફ્રીજમાં મૂકવામાં આવે છે, જેથી તેને ફરી ઉપયોગમાં લઈ શકાય. કેટલીકવાર લોકો સમય બચાવવા માટે સવારે નાસ્તા માટે રાત્રે જ લોટ બાંધી દે છે અને ફ્રિજમાં રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે.

જી હાં, વાસી લોટની રોટલી ન બનાવી જોઈએ. આરોગ્ય માટે તે નુક્સાનકારક છે. તમને જણાવી દઈએ કે ફ્રીમં મૂકેલા લોટની રોટલી ખાવાથી શું નુક્સાન થઈ શકે છે.

આ પણ વાંચો: નારિયેળ પાણી પીવાના ફાયદા જ નહીં નુક્સાન પણ છે

વૈજ્ઞાનિક કારણ

વૈજ્ઞાનિક કારણ

નિષ્ણાતોના માનવા પ્રમાણે લોટ જેવો પાણીના સંપર્કમાં આવે ત્યારે જ તેને વાપરવો જોઈએ. કારણ કે લોટમાં કેટલાક એવા રાસાયણિક ફેરફાર થાય છે, જે આરોગ્ય માટે હાનિકારક મનાય છે. એટલે જો લોટ બાંધીને ફ્રિજમાં રાખવામાં આવે તો ફ્રીજના હાનિકારક કિરણ તેમાં પ્રવેશી શકે છે. જયારે આપણે ફ્રિઝમાં રાખેલા લોટનો ઉપયોગ કરીએ તો તેનાથી બીમારી થવી સ્વાભાવિક છે.

ફર્મેન્ટેશનની પ્રક્રિયા

ફર્મેન્ટેશનની પ્રક્રિયા

ભીના લોટમાં ફર્મેટેશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ જાય છે. એટલે લોટમાં જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ્સ બને છે, જે આરોગ્યને નુક્સાન પહોંચાડી શકે છે. તેનાથી બનેલી રોટલી તમારું પેટ ખરાબ કરી શકે છે.

તાજો લોટ જ બાંધો

તાજો લોટ જ બાંધો

વાસી લોટ ખાવાથી ઘણા લોકોને ગેસની તકલીફ પણ થાય છે. એટલે સારું એ જ છે કે જ્યારે તમારે જરૂર હોય ત્યારે જ લોટ બાંધો અને એટલો જ બાંધો જેટલાની તમને જરૂર હોય.

પેટમાં દર્દ

પેટમાં દર્દ

વાસી લોટથી બનેલી રોટલીઓ, પૂરી કે પરોઠા પણ વાસી હોય છે. તેનાથી એ જ નુક્સાન થાય છે જે વાસી રોટલી ખાવાથી થાય છે. ખાસ કરીને પેટમાં દુખાવો એ સામાન્ય સમસ્યા છે.

શું કહે છે આયુર્વેદ

શું કહે છે આયુર્વેદ

આ વિશે આયુર્વેદમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે લોટનો ફ્રેશ ઉપયોગ કરવો જોઈએ. ફ્રિજમાં લોટ ન મૂકવો જોઈએ. વાસી લોટની રોટલીનો સ્વાદ તાજા બાંધેલા લોટની રોટલી જેટલો નથી હોતો.

શાસ્ત્રો પ્રમાણે

શાસ્ત્રો પ્રમાણે

શાસ્ત્રોમાં વાસી લોટની રોટલી ન ખાવા સલાહ અપાઈ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વાસી લોટ એક પિંડ સમાન હોય છે, જેમાં નકારાત્મક શક્તિઓ વસે છે. આ ઉપરાંત કહેવાયું છે કે જે ઘરમાં વાસી લોટની રોટલી ખાવામાં આવે ત્યાં કોઈને કોઈ બીમાર રહે જ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X