For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારિયેળ પાણી પીવાના ફાયદા જ નહીં નુક્સાન પણ છે

નારિયેળ પાણી પીવાના જુદા જુદા ફાયદા તો તમને ખબર જ હશે, પરંતુ તેનું વધુ પડતું સેવન નુક્સાન પણ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નારિયેળ પાણી પીવાના જુદા જુદા ફાયદા તો તમને ખબર જ હશે, પરંતુ તેનું વધુ પડતું સેવન નુક્સાન પણ કરી શકે છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે નારિયેર પાણી ન પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ. ગરમીની સિઝનમાં પોતાને તાજા રહેવા માટે અને આરોગ્ય માટે લોકો નારિયેળ પાણી પીવાનું પસંદ કરે છે. નારિયેળમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયન અને ખનીજ પદાર્થ જેવા પોષક તત્વો હોય છે.

નારિયેળમાં વસાની માત્રા ન બરાબર હોય છે અને કોલેસ્ટ્રોલ પણ નથી હોતું. એટલે હ્રદયરોગના દર્દીઓ અને જાડા લોકો માટે તે વરદાન છે. નારિયેળ પાણી પીવાથી શરીરમાં પાણીની ઘટ નથી રહેતી. એક નારિયેળમાં લગભગ 200થી 2500 એમએલ પાણી હોય છે. પરંતુ જે લોકોને સોડિયમ અને પોટેશિયમ સંબંધિત સમસ્યા હોય, તેમણે નારિયેળ પાણી પીતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તેમના શરીરને નુક્સાન પહોંચી શકે છે.

જિમ કર્યા બાદ ન પીવો નારિયેળ પાણી

જિમ કર્યા બાદ ન પીવો નારિયેળ પાણી

જો તમે વર્કઆઉટ કરીને રિહાઈડ્રેશન માટે નારિયેળ પાણી પીવો છો તો તેના બદલે સાદુ પાણી પીવાનું રાખો. કારણ કે નારિયેળ પાણીમાં સોડિયમની માત્રા સાદા પાણી કરતા ઘણી વધુ હોય છે. અને સોડિયમથી વધુ તરસ લાગે છે. નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટ ઓછા હોય છે, પરંતુ પોટેશિયમના ગુણ દસ ગણા હોય છે.

બગડી શકે છે ઈલેક્ટ્રોલાઈટ્સ

બગડી શકે છે ઈલેક્ટ્રોલાઈટ્સ

કોઈને જો વધુ પડતો થાક લાગતો હોય કે નબળાઈ હોય તો નારિયેળ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી જાય છે, અને વધુ નબળાઈ આવે છે.

કેલરી વધારે છે.

કેલરી વધારે છે.

ગરમીમાં મોટા ભાગના લોકો ઉર્જા જાળવી રાખવા માટે નારિયેળ પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે નારિયેળ પાણી શરીરમાં કેલરી વધારે છે. તેમાં 300 મિલિલિટરમાં 60 કેલરી હોય છે. એટલે તેનું વધુ સેવન ન કરો.

બ્લડ સુગર વધારે છે.

બ્લડ સુગર વધારે છે.

નારિયેળ પાણી મીઠું હોય છે, એટલે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેલરી સારા પ્રમામમાં હોય છે, તેનું વધુ સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર વધે છે. જેનેકારણે લોહીમાં સુગરનું સ્તર વધી જાય છે, પરિણામે તેનું સેવન ન કરવું જોઈે.

બ્લડપ્રેશર ઘટાડે છે

બ્લડપ્રેશર ઘટાડે છે

નારિયેળ પાણીનું સેવન કરવાથી તમારું બીપી ઘટી શકે છે. એટલે જેમને બ્લડપ્રેશરની તકલીફ હોય તેમણે તેનું વધુ સેવન ન કરવું જોઈએ.

સાંધામાં દુખાવો હોય તો ટાળો

સાંધામાં દુખાવો હોય તો ટાળો

મોટી ઉંમરના લોકોને મોટા ભાગે સાંધામાં દુખાવો હોય છે. કારણ કે નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે એટલે તે પીવાથી બચો. જે લોકોની માંસપેશીઓ નબળી હોય તેઓ જો નારિયેળ પાણી પીવે તો સાંધાનો દુખાવો વધી શકે છે.

English summary
coconut water can create probems for you know how
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X