For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિહિપને પૂરમાં ડૂબતાં 'હિન્દુઓ'ની ચિંતા કેમ નથી?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[બવિતા ઝા] "धर्मो रक्षति रक्षित:" એટલે કે જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. હિન્દુ ધર્મની રક્ષાનો દાવો કરનાર વિશ્વ હિન્દુ પરિષદના ભગવાને રામના નામ પર રાજકારણનો નવો અધ્યાય શરૂ કરી દિધો છે. રામ રાજ્યની 84 કોસી પરિક્રમા કરીને પોતાનો સ્વાર્થ સાધવામાં લાગેલી વિહિપનો ટાર્ગેટ પુરો ન થયો તો હિન્દુઓના આ રક્ષક તલવાર, ત્રિશુલ, ભાલા અને લાઠીઓ લઇને રસ્તા પર ઉતરી આવ્યા. જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન અસ્ત્ર શસ્ત્ર લઇને રસ્તા પર ઉતરેલા વિહિપ કાર્યકર્તા અલ્હાબાદ કે વારાણાસી કેમ ન ગયા, જ્યાં હજારો લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે. શું પૂરમાં ફસાયેલા બધા લોકો મુસલમાન છે? શું ગાંડીતૂર બનેલી ગંગા-યમુના નદીઓએ હિન્દુઓના ઘરને છોડી મુક્યા છે? સીધો પ્રશ્ન કરીએ તો વિહિપને પૂરમાં ડૂબતા 'હિન્દુઓ'ની ચિંતા કેમ નથી?

હિન્દુઓની રક્ષા કરવાનો દાવો કરનાર વિહિપને શું તે લોકોનું દર્દ દેખાતું નથી જે પૂરમાં તણાઇ રહ્યાં છે. ભારતના કેટલાક રાજ્યોમાં પૂર વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ સહિત કેટલાક રાજ્યો પૂરની ચપેટમાં છે. આખા દેશમાં 10 લાખથી વધુ લોકો બેધર બની ચૂક્યાં છે. તેમાં તમામ લોકો એવા છે જેમના સુધી ભોજન પણ પહોંચ્યું નથી. પૂર ધર્મ જોઇને હોનારત સર્જતું નથી. પૂરમાં વહેનારાઓ ફક્ત મુસ્લિમ, સિખ, ઇસાઇ જ નહી, હિન્દુ પણ છે. પછી વિહિપનું ધ્યાન તે લોકોની રક્ષા પર કેમ જતું નથી?

રામલલ્લાને તેમના હકની જમીન અપાવવાનો કોન્ટ્રાક્ટ ઉપાડી ચુકેલી વિહિપ સામે એક પ્રશ્ન ઉદભવે છે, કે જો તેમનું સંગઠન આખા દેશમાં ફેલાયેલું છે, તો તેમના કાર્યકર્તાઓ આ પૂરપિડીતોની રક્ષા કરવા માટે કેમ આવી રહ્યાં નથી. જો પૂરનું વિકરાળ સ્વરૂપ જોવું હોય તો ઉત્તરપ્રદેશની ગંગા, યમુના, ગુજરાતની નર્મદા, મધ્યપ્રદેશની ક્ષિપ્રા, તાપ્તી અને કાલીસિંઘ, વગેરે નદીઓ પાસે જઇને જુઓ. ગુજરાતના સરદાર સરોવર બંધનું જળસ્તર 131 મીટરને પાર કરી ગયું છે જે અત્યાર સુધીનો સૌથી વધુ જળસ્તર છે. ભરૂચની નદી ખતરાનું નિશાન વટાવી ચુકી છે.

જરા વિચારો જેટલું સેના અખિલેશ સરકારને વિહિપની પરિક્રમા યાત્રા રોકવામાં લગાવવી પડી, જો એટલી સેના પૂર પીડિતોની મદદ માટે પહોંચી ગઇ હોત તો, અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં 274 લોકોએ જીવ ગુમાવ્યા ના હોત. આ સમાચારમાં અમે ખાસ કરીને હિન્દુઓની રક્ષાની વાત એ માટે કરી છે, કારણ કે વિહિપ પોતાને તેની ઠેકેદાર ગણાવે છે.

ધર્મ રક્ષા કે શસ્ત્ર પ્રદર્શન

ધર્મ રક્ષા કે શસ્ત્ર પ્રદર્શન

84 કોસી યાત્રાની અસફળતા બાદ વિશ્વ હિન્દુ પરિષદે સરકાર વિરૂદ્ધ પ્રદર્શન શરૂ કરી દિધું છે. દિલ્હીમાં જંતર-મંતર પર વિહિપ સમર્થકોએ અસ્ત્ર-શસ્ત્રની સાથે સપા સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું.

શું ધર્મની રક્ષાનો આ જ માર્ગ છે

શું ધર્મની રક્ષાનો આ જ માર્ગ છે

પ્રદર્શનકારી વિહિપ કાર્યકર્તાઓએ તલવાર-ભાલાની સાથે પ્રદર્શન કર્યું. જ્યારે પોલીસ રોકવાનો પ્રદર્શન કર્યું તો તેમની સાથે હાથાપાઇ કરી. શું કાયદો તોડીને બનશે રામ મંદિર

આવી રીતે બનશે રામ મંદિર!

આવી રીતે બનશે રામ મંદિર!

હિન્દુ ધર્મની રક્ષાનો દાવો કરનાર વિશ્વ હિન્દુ પરિષદ ભગવાને રામના નામ પર રાજકારણનો નવો અધ્યાય શરૂ કરી દિધો છે. રામ રાજ્યના 84 કોસી પરિક્રમા કરી પોતાનો સ્વાર્થ સાધવામાં લાગેલી વિહિપ જ્યારે પોતાનો ટાર્ગેટ પુરો કરી ન શકી તો હિન્દુઓની રક્ષક તલવાર, ભાલા અને લાઠીઓ સાથે રસ્તા પર ઉતરી આવી.

આ કેવી ધર્મ સેવા

આ કેવી ધર્મ સેવા

શું 84 કોસીની યાત્રા અને અયોદ્યામાં રામલલ્લાના મંદિરનું નિર્માણ હિન્દુઓ માટે બધુ જ છે. તો પછી તે અસ્તિત્વની લડાઇ છે.

પૂર ધર્મ જોઇને નહી હોનારત સર્જતો નથી

પૂર ધર્મ જોઇને નહી હોનારત સર્જતો નથી

પૂરમાં તણાઇ જનાર ફક્ત મુસ્લિમ જ નહી પરંતુ હિન્દુ પણ હતા. તેમછતાં વિહિપનું ધ્યાન લોકોની રક્ષા પર કેમ નથી જતું. શું મીડિયાને આકર્ષિત કરી યાત્રા કરી લેવાથી અને બૂમો પાડીને ભાષણ આપવાથી ધર્મની રક્ષા થઇ જશે?

યાત્રાના કારણે અડચણ

યાત્રાના કારણે અડચણ

ઉત્તરપ્રદેશમાં પૂરની બગડતી સ્થિતી માટે અખિલેશ સરકારને દોષ આપવામાં આવી રહ્યો છે તે પૂરગ્રસ્ત વિસ્તારો પર ફોકસ કરી શકતા નથી. તે ફોકસ કરે તો પણ કેવી રીતે કરે, જ્યારે બધી ફોર્સ સાંપ્રદાયિક રમખાણોને રોકવા માટે લગાવવી પડે છે અને જો કેન્દ્રિય સુરક્ષાબળોની વાત કરી તો તેના માટે કેન્દ્ર સરકારની પરવાનગીની જરૂર છે, તે અખિલેશ સરકારના હાથમાં નથી.

English summary
Why VHP not concerned about Hindus trap in floods?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X