પત્નીઓ કેમ કરતી હોય છે પતિ પર શંકા, જાણો આ મોટા કારણો

આવો જાણીએ શા માટે પત્ની તેના પતિ પર શંકા કરે છે.

નવી દિલ્લીઃ ભારતમાં મોટાભાગના પુરૂષો કામ કરે છે અને મહિલાઓ ગૃહિણીની ભૂમિકા ભજવે છે. દિવસભરના કામ માટે પતિથી દૂર રહેવાથી પણ પત્નીઓ પરેશાન થઈ જાય છે. દિવસમાં લગભગ 10 કલાક અલગ થવા અને બીજી ઘણી ભૂલોને કારણે સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. લગ્નજીવનને લાંબા સમય સુધી ખુશ રાખવા માટે પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે નહિતર સંબંધ ટકવો મુશ્કેલ બની જાય છે. ઘણીવાર આપણે જોયુ છે કે નાની વાત પણ મોટા અણબનાવનુ કારણ બની શકે છે. આવો જાણીએ શા માટે પત્ની તેના પતિ પર શંકા કરે છે.

પરસ્પર વાત ન કરવી

પરસ્પર વાત ન કરવી

તમારા લગ્નને થોડા મહિનાઓ વીતી ગયા હોય કે ઘણા વર્ષો વીતી ગયા હોય તો પણ પતિ-પત્ની વચ્ચે વાતચીત કરવી જરૂરી છે. જો કોઈ સમસ્યા હોય તો તે બાબતને એકબીજા સાથે ઉકેલી લેવી વધુ સારુ છે. જો પુરૂષો પોતાની વ્યસ્ત લાઈફને કારણે પત્ની સાથે ઓછી વાત કરે તો સંબંધ બગડે જ છે.

છોકરીઓ સાથે દોસ્તી મંજૂર નથી

છોકરીઓ સાથે દોસ્તી મંજૂર નથી

મિત્રતા એક એવો સંબંધ છે જે લગ્ન પછી પણ ટકી શકે છે, સામાન્ય રીતે જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રી મિત્ર સાથે વાત કરે છે ત્યારે ઘણી વાર તેની પત્નીને ઈર્ષા થવા લાગે છે. જેના કારણે ઝઘડા વધી જાય છે. આ માટે એ જરૂરી છે કે પતિ તેની પત્નીને ખાતરી આપે કે તે તેના માટે કોઈપણ મિત્ર કરતા વધુ છે.

મોબાઈલ સાથે ચિપકી રહેવાનુ પસંદ નથી

મોબાઈલ સાથે ચિપકી રહેવાનુ પસંદ નથી

દરેક પત્ની ઈચ્છે છે કે તેનો પતિ જ્યારે ઘરે આવે ત્યારે તેની સાથે વાત કરે અને તેને ક્વોલિટી ટાઈમ આપે પરંતુ ઘણા પુરુષો મોબાઈલ પ્રત્યેનો લગાવ છોડી શકતા નથી અને તેને વળગી રહે છે. જો પુરૂષો મોબાઈલ જોઈને વધુ હસતા હોય તો પત્નીની શંકા અનેકગણી વધી જાય છે. એટલા માટે ફોન કરતાં તમારા જીવન સાથી સાથે વધુ સમય વિતાવવો વધુ સારુ છે.

એક્સ ગર્લફ્રેન્ડને ન ભૂલી શકવુ

એક્સ ગર્લફ્રેન્ડને ન ભૂલી શકવુ

લગ્ન પહેલા તમારા ઘણા સંબંધો હશે, પરંતુ લગ્નની વાત આવે ત્યારે કોઈપણ પુરુષ માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તેની પત્ની હોવી જોઈએ. સારું છે કે જ્યારે પણ તમે પત્ની સાથે બેસો ત્યારે તમારી એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત ન કરો, નહીં તો પત્નીને લાગશે કે તમે હજી પણ તેને મિસ કરી રહ્યાં છો અને તેને ભૂલી જવું મુશ્કેલ છે. મહિલાઓના દિલમાં શંકા પેદા કરવાનું આ એક મોટું કારણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X