World Hepatitis Day 2023: દર વર્ષે કેમ મનાવાય છે હિપેટાઈટિસ દિવસ, જાણો ઈતિહાસ, ઉદ્દેશ અને થીમ

World Hepatitis Day 2023: 28 જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ હેપેટાઈટીસ દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે. તમે જાણો છો કે તે એક ગંભીર લિવર સંબંધિત બીમારી છે, જેના કારણે વિશ્વમાં દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે.

તેથી વિશ્વભરમાં વિશ્વ હિપેટાઈટીસ દિવસની ઉજવણી કરીને લોકોને આ ગંભીર રોગથી કેવી રીતે બચી શકાય તેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

World Hepatitis Day

તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગના જન્મદિવસ નિમિત્તે વિશ્વ હિપેટાઈટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે, આવો જાણીએ વિશ્વ હિપેટાઈટીસ દિવસ 2023 વિશે વિગતવાર માહિતી.

હેપેટાઇટિસ દિવસનો ઈતિહાસ

વિશ્વ હિપેટાઈટીસ દિવસના ઈતિહાસ વિશે વાત કરીએ, તો તે સૌપ્રથમવાર 28 જુલાઈ 2008ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ પ્રખ્યાત નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડો. બરુચ બ્લુમબર્ગના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. તેમણે આ રોગને લગતી દવા અને પ્રયોગશાળા વિકસાવી હતી. જેના કારણે આ રોગની સારવાર શક્ય બની. તેથી જ તેમના યોગદાનને વિશ્વભરમાં હેપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

હેપેટાઈટીસ દિવસની ઉજવણીનો હેતુ

વિશ્વ હિપેટાઈટીસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને હેપેટાઈટીસ A, B, C, D અને E નામના ચેપી રોગ વિશે જાગૃત કરવાનો છે. આ રોગ લીવર સંબંધિત રોગ છે અને જો આ ખતરનાક રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે અને દર વર્ષે હજારો લોકો આ રોગનો ભોગ બને છે અને પોતાનો જીવ ગુમાવે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, આખી દુનિયામાં 360 મિલિયન લોકો આ રોગથી પીડિત છે અને જો આપણે ભારતની વાત કરીએ તો 40 મિલિયન લોકો હેપેટાઈટીસ રોગથી પીડિત છે.

હેપેટાઇટિસ ડે 2023ની થીમ

દર વર્ષે આ દિવસ માટે થીમ પસંદ કરવામાં આવે છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડે 2023ની થીમ 'વી આર નૉટ વેઈટિંગ(We're not waiting)' છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X