For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World No Tobacco Day: કોરોના મહામારી દરમિયાન કેટલુ ખતરનાક છે સ્મોકિંગ

દુનિયાભરમાં દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ દિવસ' એટલે કે નો ટોબેકો ડે મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ દિવસ' એટલે કે નો ટોબેકો ડે મનાવવામાં આવે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ 1987માં વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ની પહેલ બાદથી મનાવવામાં આવી રહ્યો છે. તમાકુનુ સેવન કરવાથી રોકવા અને તમાકુના કારણે સ્વાસ્થ્યને થતા નુકશાન વિશે જાગૃત કરવાના ઉદ્દેશથી આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2021 માટે વર્લ્ડ નો ટોબેકો ડેની થીમ છે, 'છોડવા માટે પ્રતિબદ્ધ(Commit to Quit)'. ધૂમ્રપાન અને તમાકુના સેવનથી સૌથી વધુ ફેફસામાં કેન્સર થાય છે. દુનિયાભારમાં ફેફસાના કેન્સરના જેટલા પણ કેસ સામે આવે છે તેમાંથી 19 ટકા લોકોના મોત ધૂમ્રપાન અને તમાકુના સેવનથી થાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર વર્ષ 2020માં ફેફસાનુ કેન્સર, કેન્સરથી થતા મોતમાં સૌથી સામાન્ય કારણ સિગારેટ સ્મોકિંગ રહ્યુ છે. હવે કોરોના દર્દીઓમાં પણ ધૂમ્રપાન અને તમાકુના સેવનથી 50 ટકાથી વધુ મોતના જોખમના રિપોર્ટ સામે આવ્યા છે.

વર્લ્ડ નો ટોબેકો ડે થીમ 'Commit to Quit'

વર્લ્ડ નો ટોબેકો ડે થીમ 'Commit to Quit'

વિશ્વ આરોગ્ય સંગઠન આ વર્ષના વર્લ્ડ નો ટોબેકો ડે થીમ 'Commit to Quit' સાથે એક અબજથી વધુ તમાકુનુ સેવન કરનારાને નશાને છોડાવવા માટે ટુલકિટ ઉપલબ્ધ કરાવી છે. જે ગયા 5 મહિનામાં પણ ઓછા સમયમાં કરવામાં આવ્યુ છે. વિશ્વ આરોગ્ય સંગઠન આ અભિયાનમાં 29 દેશો સાથે કામ કરી રહ્યુ છે. વિશ્વ સ્તરે લગભગ 39 ટકા પુરુષ અને 9 ટકા મહિલાઓ તમાકુ અને સ્મોકિંગનો ઉપયોગ કરે છે. આનો સૌથી વધુ ઉપયોગ યુરોપમાં 26 ટકા કરવામાં આવે છે. જો ધૂમ્રપાન રોકવા માટે સરકારી કાર્યવાહી ન કરવામાં આવે તો અનુમાનોમાં 2025 સુધી માત્ર 2 ટકાને જ કમી દેખાશે. દુનિયાભરમાં ધૂમ્રપાન કરનારામાં લગભગ 10 ટકા લોકો ભારતમાં છે.

કોરોના મહામારી દરમિયાન કેટલુ ખતરનાક છે સ્મોકિંગ અને તમાકુ

કોરોના મહામારી દરમિયાન કેટલુ ખતરનાક છે સ્મોકિંગ અને તમાકુ

- વિશ્વ આરોગ્ય સંગઠનના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ધૂમ્રપાન કરનારામાં ગંભીર બિમારી વિકસિત થવા કોરોનાથી મોતનુ 50 ટકા વધુ જોખમ હોય છે. આ ઉપરાંત કેન્સર, હ્રદય રોગ અને શ્વસન વિકસિત થવાની જોખમ ભરેલી બિમારીઓ પણ ધૂમ્રપાનના કારણે થાય છે.

- એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યુટના સીનિયર ઈન્ટરવેંશનલ કાર્ડિયોલૉજિસ્ટ, ડૉ. તિલક સુવર્ણાના જણાવ્યા અનુસાર કોવિડ-19 મુખ્ય રીતે ફેફસાને પ્રભાવિત કરે છે અને ધૂમ્રપાન પણ ફેફસાને નુકશાન પહોંચાડે છે. દુનિયાભરમાં શોધથી જાણવા મળ્યુ છે કે ધૂમ્રપાન ન કરનારાની સરખામણીમાં ધૂમ્રપાન કરનારામાં કોરોના બાદ ફેફસાની ગંભીર જટિલતાઓ વધુ હોય છે.

- ડૉ. તિલક સુવર્ણાએ કહ્યુ, 'તમાકુના ધૂમાડામાં ઝેરી રસાયણ હોય છે જે શ્વસન પ્રક્રિયા અને ફેફસાને નુકશાન કરે છે. તમાકુના ધૂમાડામાં મળતી પ્રતિરક્ષા કોશિકાઓની ગતિવિધિઓને દબાવી દે છે જેનાથી આપણી ઈમ્યુનિટી નબળી થઈ જાય છે અને આ રીતે કોવિડ સંક્રમણ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે.'

- વિશ્વ આરોગ્ય સંગઠને આ વર્ષની શરૂઆતમાં એક વૈજ્ઞાનિક રિપોર્ટ જારી કર્યો હતો જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે ધૂમ્રપાન કરનારાને ગંભીર બિમારી વિકસિત થવા અને કોવિડ-19થી મોતનુ જોખમ વધુ હોય છે. જો કે આપણે ધૂમ્રપાનની સાઈડ ઈફેક્ટ્સની આ હકીકત જાણીને ચોંકવુ ન જોઈએ કારણકે ધૂમ્રપાન કરનારાને પારંપરિક રીતે સંક્રમણ પ્રત્યે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. ખાસ કરીને ફ્લુ, ન્યૂમોનિયા અને ટ્યુબરક્યુલોસિસ જેવા કેસોમાં.

ફેફસાના હીલિંગ પાવરને ઘટાડે

ફેફસાના હીલિંગ પાવરને ઘટાડે

- એક્સપર્ટનુ કહેવુ છે કે ધૂમ્રપાન કરનારાને હ્રદયરોગ, સ્ટ્રોક, કેન્સર, જૂની ફેફસાની બિમારી અને ડાયાબિટીઝથી પીડિત થવાની વધુ સંભાવના હોય છે માટે એ ધ્યાન રાખવુ જરૂરી છે કે તે બધી ગંભીર બિમારી વિકસિત કરવા અને કોરોના દર્દીઓમાં ક્લિનિકલ આઉટકમને ગંભીર રીતે પ્રભાવિત કરે છે.

- એક્સપર્ટસનુ કહેવુ છે કે સ્મોકિંગ કરનારની આંગળીઓ અને સંભવિત દૂષિત સિગરેટ હોઠના સંપર્કમાં આવે છે જે દરમિયાન હાથથી મોઢામાં વાયરસના ટ્રાન્સમિશનનુ જોખમ વધી જાય છે. આ ઉપરાંત ચાવવામાં આવતા તમાકુ ઉત્પાદનોને સામાન્ય રીતે લોકોને સાર્વજનિક સ્થળોએ થૂંકવાની આદત હોય છે, તેનાથી લાળના ટીપાંના માધ્યમથી કોવિડના સંક્રમણનુ જોખમ પણ વધી જાય છે. તમે સ્મોકિંગ કરીને જે ધૂમાડો હવામાં છોડો છો, તેનાથી તમારા મોઢામાંથી નીકળેલો વાયરસ કોઈ બીજાને સંક્રમિત કરી શકે છે.

- દિલ્લી ડાયાબિટીઝ અનુસંધાન કેન્દ્રના નિર્દેશક ડૉ. એ કે ઝીંગનનુ કહેવુ છે કે ધૂમ્રપાન કરનારા લોકો માટે કોરોના વાયરસ વધુ ઘાતક બની જાય છે કારણકે દર્દીની ઈમ્યુનિટી એટલી નબળી પડી જાય છે કે તે વાયરસને સહન નથી કરતા શકતા. વળી, ફેફસા નબળા થવાના કારણે સ્મોકિંગ અને તમાકુનુ સેવન કરનાર દર્દીઓને ઑક્સિજન અને વેંટીલેટરની વધુ જરૂર પડે છે.

- ધર્મશિલા નારાયણા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર અંશુમન કુમાર કહે છે કે તમાકુની અસર કોરોનાથી રિકવર થવા એટલે કે પોસ્ટ કોવિડ સિંડ્રોમની એક વધુ સમસ્યા તરીકે સામે આવી છે. વાયરસ રિકવર થયા બાદ પણ ધૂમ્રપાન ફેફસાના હીલિંગ પાવરને ઘટાડી દે છે.

English summary
World No Tobacco Day 2021: Smoking is dangerous during coronavirus pandemic, you should know these everything.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X