દુનિયાનું સૌથી મોટુ પ્લેનનું કબ્રસ્તાન, દફન થવાની રાહ જોઈ રહ્યા છે હજારો પ્લેન
આ દુનિયામાં તમે માણસો કે પશુઓના પણ કબ્રસ્તાન જોયા હશે. જો કે તમને કોઈ એમ કહે કે પ્લેનનું પણ કબ્રસ્તાન હોય છે તો તમને વિશ્વાસ આવે? તમને જાણીને નવાઈ લાગશે કે આ ધરતી પર આવી એક જગ્યા છે.
જ્યારે કોઈ વ્યક્તિ મોતને ભેટે ત્યારે તેના શરીરને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. કબ્રસ્તાન એવી જગ્યા છે જ્યાં વ્યક્તિના મૃત્યુ પછી તેને શાંતિ માટે ત્યાં છોડી દેવામાં આવે છે.

દુનિયામાં એક એવી જગ્યા છે જેને પ્લેનનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. આ સ્થળે હજારો પ્લેન ભંહાર હાલતમાં પડ્યા છે. આ જહાજોના વિવિધ ભાગોને તેને બહાર કાઢવામાં આવે છે પરંતુ બોડી ફક્ત ડમ્પ કરવામાં આવે છે. ઘણા વર્ષોથી જંક પ્લેન જમા થવાને કારણે આ જગ્યા હવે તે પ્લેનનું કબ્રસ્તાન બની ગઈ છે.
એરિઝોનામાં આવેલુ ડેવિસ મોન્થન એરફોર્સ બેઝ વિશ્વનું સૌથી મોટું એરપ્લેન કબ્રસ્તાન કહેવાય છે. અહીં લગભગ સાડા ચાર હજાર ખરાબ પ્લેન ભંગાર હાલમાં પડ્યા છે. જ્યારે પ્લેન તૂટી જાય કે નકામા થઈ જાય ત્યારે તેને અહીં લાવવામાં આવે છે અને અહીં પાર્ક કરવામાં આવે છે.
આ પછી જે ભાગ ઠીક હોય તેનો ઉપયોગ થાય છે અને બાકીના ભાગો બહાર કાઢવામાં આવે છે. આ પછી પાર્ટ્સનો ઉપયોગ અન્ય એરક્રાફ્ટના નિર્માણમાં થાય છે.
બીજા વિશ્વયુદ્ધ બાદથી લગભગ સાડા ચાર હજાર એરક્રાફ્ટ આ સ્થળે પાર્ક છે. આમાંથી કેટલાકનો ઉપયોગ નાસા દ્વારા પણ કરવામાં આવ્યો છે. પહેલા પ્રવાસીઓ આ સ્થળે આવી શકતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ જગ્યામાં પાંચસોથી વધુ કર્મચારીઓ દિવસ-રાત કામ કરે છે. આ સિવાય આ જગ્યાએ કોઈ પણ આવતું નથી. આ જહાજો સાથે શું કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ તેમની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.












Click it and Unblock the Notifications
