World's Richest City : દુનિયાના આ શહેરોમાં રહે છે સૌથી વધુ કરોડપતિ, જાણો લિસ્ટમા ભારતના કોઈ શહેર છે કે નહીં?
World's Richest City : દુનિયાભરના વિવિધ શહેરો તેની કોઈને કોઈ વિવિધતા માટે જાણીતા છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક શહેર તેમાં રહેતા અમીરો માટે ફેમસ છે.
દુનિયાના અમીર દેશોની વાત આવે એટલે યુરોપ અને અમેરિકાના ઘણા દેશોના નામ સામે આવે. તમને જાણીને ઝટકો લાગશે કે આ લિસ્ટમાં ટોપ 10 માં ભારતનું એક પણ શહેર નથી.

જણાવી દઈએ કે અમેરિકાના ન્યૂયોર્કમાં દર 24મો વ્યક્તિ કરોડપતિ છે. આ પછી સાન ફ્રાન્સિસ્કો બે એરિયા બીજા સ્થાને અને ટોક્યો ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ભારતનું કોઈ શહેર ટોપ 10માં નથી.
સારી વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતના બેંગલુરુમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. માથાદીઠ આવકના સંદર્ભમાં મોનાકો વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે, તેની 40 ટકા વસ્તી કરોડપતિ છે.
હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરાયેલા સૌથી અમીર શહેરોની યાદી અનુસાર ન્યૂયોર્કમાં લગભગ 3,49,500 કરોડપતિ છે. છેલ્લા 10 વર્ષમાં આ સંખ્યામાં અંદાજે 48 ટકાનો વધારો થયો છે.
ન્યુયોર્કની કુલ વસ્તી અંદાજે 82 લાખ છે અને ત્યાં રહેતો દરેક 24મો વ્યક્તિ કરોડપતિ છે. રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કમાં 60 અતિ સમૃદ્ધ લોકો પણ રહે છે. આ સિવાય 744 લોકો પાસે $100 મિલિયનથી વધુની સંપત્તિ છે.
આ યાદીમાં હેનલી એન્ડ પાર્ટનર્સે એવા લોકોને સામેલ કર્યા છે જેમની પાસે રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 1 મિલિયન ડોલર છે. સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં 3,05,700 કરોડપતિઓ રહે છે.
આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલા ટોક્યોમાં 2,98,300 કરોડપતિ છે. જો કે, એક દાયકામાં આ શહેરમાં કરોડપતિઓની સંખ્યામાં 5 ટકાનો ઘટાડો થયો છે. આ યાદીમાં ચોથા સ્થાને રહેલા સિંગાપુરમાં 2,44,800 કરોડપતિ છે. અહીં વર્ષ 2023માં જ 3400 કરોડપતિ વધ્યા છે.
ભારતની વાત કરીએ તો, બેંગલુરુમાં કરોડપતિઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. એક દાયકામાં અહીં રોકાણ કરવા સક્ષમ ધનિક લોકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે.
બીજી તરફ એક દાયકામાં લંડનમાં કરોડપતિઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય હોંગકોંગમાં પણ આ આંકડો 4 ટકા નીચે ગયો છે. ચીનના શેનઝેનમાં કરોડપતિઓની સંખ્યામાં 140 ટકાનો વધારો થયો છે. વિયેતનામના હો ચી મિન્હ સિટી અને અમેરિકાના સ્કોટ્સડેલમાં પણ કરોડપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
