તો આવી હશે યામાહાની ઇલેક્ટ્રિક બાઇક
હાલના સમયે પેટ્રોલનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે અને તેના કારણે વાહન નિર્માતા કરતી કંપનીઓને વ્યપાક અસર થઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીની વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર રજુ કરવામાં આવી રહી છે, જે ભવિષ્યના સમયમાં વિશ્વ ભરમાં વિહરતી જોવા મળી શકે છે, પરંતુ હવે માત્ર કાર નિર્માતા જ નહીં પરંતુ બાઇક અને સ્કૂટર નિર્માણ કરતી કંપનીઓએ પણ પોતાની ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ બાઇક રજુ કરવાની શરૂઆત કરી દીધી છે.
તાજેતરમાં ટોકિયો મોટર શોમાં જાણીતી બાઇક નિર્માણ કરતી કંપની યામાહા દ્વારા પોતાની પીઇએસ 1 ઇલેક્ટ્રિક બાઇક કોન્સેપ્ટને રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત હોન્ડા પણ ભવિષ્યમાં પોતાની ઇલેક્ટ્રિક બાઇકને રજુ કરવાની યોજના બાનાવી રહ્યું છે. તેથી હવે એ સમય દૂર નથી જણાતો કે આગામી થોડાક વર્ષોમાં વિશ્વ ફલકમાં ઇલેક્ટ્રિક કાર્સની જેમ ઇલેક્ટ્રિક બાઇક પણ પોતાની અદાઓ વિખેરતી હશે.

લિથિયમ આઇઓએન બેટરી
યામાહા પીઇએસ 1માં લિથિયમ આઇઓએન બેટરી પેક આપવામાં આવ્યું છે, જે ઇલેક્ટ્રિક બાઇક્સ માટે ઉમદા છે. આ બેટરી પેકને યામાહા સ્માર્ટ પાવર મોડ્યુલ કહેવામાં આવે છે, જેને તમે સહેલાયથી બદલી શકો છો.

ડીસી બ્રશલેશ મોટર
આ ઉપરાંત બેટરી ફીડ પાવરમાં અનસ્પેસિફાઇડ પાવર રેટિંગની ડીસી બ્રશલેસ મોટર આપવામાં આવી છે.

બાઇકનું વજન
અન્ય રસપ્રદ બાબત એ છે કે આ બાઇકનું વજન હળવું છે અને તે માત્ર 100 કેજીની છે.

હળવા વજન પાછળનું રહસ્ય
બાઇકના હળવા વજનના રહસ્યની વાત કરવામાં આવે તો ફ્રેમ અને બોડીની ચેસિસને શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

ટ્રાન્સમિશન સિસ્ટમ
આ ઉપરાંત યામાહા પીઇએસ 1માં ટ્રાન્સમિશન સિસ્ટમ આપવામાં આવી છે. જે ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરમાં સામાન્ય નથી હોતુ. આ ટ્રાન્સમિશન મેન્યુઅલ અને ઓટોમોટિક પણ કરી શકાય છે.

સ્માર્ટફોન ઇન્ફોર્મેશન સર્વિસ
અન્ય એક ખાસ વાત એ છે કે યામાહા પીઇએસ 1માં તમે સ્માર્ટફોન ઇન્ફોર્મેશન સર્વિસનો ઉપયોગ કરી શકો છો.












Click it and Unblock the Notifications
