આ દવાથી થઇ શકશે જિકો વાયરસની સારવાર

Written By:
Subscribe to Oneindia News

જિકો વાયરસ આજે આખી દુનિયા માટે એક એવી સમસ્યા છે, જેનો તોડ શોધવો આજ સુધી અઘરો હતો. આ રોગના લક્ષણો જાણવા પણ મુશકેલ છે, કારણ કે માતાના ગર્ભમાં જ્યારે ભ્રૂણ હોય છે ત્યારે તેને આ રોગની અસર થતી હોય છે. આ વાયરસને કારણે ગર્ભનો પુરો વિકાસ નથી થઇ શકતો. આ રોગના કારણે બાળકના શરીરના વિકાસમા ઘણા ફેરફારો થાય. આ વાયરસનો શિકાર બનનાર બાળકનું અડધું શરીરને લકવાગ્રસ્ત થઇ જાય છે. કોઈક વખત તો બાળકના માથાનો ભાગ સામાન્ય કરતા વધારે પડતો નાનોકે મોટો થઈ જાય છે. પરંતુ હવે તેનો ઇલાજ થોડા જ સમયમાં આવી રહ્યો છે.

અમેરિકાની યૂનિવર્સિટીમાં થઇ શોધ

અમેરિકાની યૂનિવર્સિટીમાં થઇ શોધ

અમેરિકાની સેંટ લુઇસમાં આવેલી વોશિંગટન યૂનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકોએ જણાવ્યું કે , સામાન્ય મેલેરિયા વખતે ઉપયોગમાં લેવાતી દવા hydroxychloroquine નો ઉપયોગ જિકો વાયરસની સારવાર માટે કરી શકાય છે. આ વાયરસને ગર્ભનાળમાંથી ભ્રૂણમાં જતા અટકાવવામાં આ દવા મદદરૂપ થઇ શકે છે. વાયરસ ભ્રૂણ સુધી ન પહોંચે તો બાળકના માથાને કોઇ નુકસાન નથી થતું.

મુખ્ય સમસ્યાઓ

મુખ્ય સમસ્યાઓ

હાલ ભારતમાં આ દવાનો ગર્ભવતી મહિલાઓને ઉપયોગ કરવા પર મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેનો ઉપયોગ થોડા સમય માટે જ કરી શકાય છે. નોંધનીય છે કે, ગર્ભનળી વિકસિત ભ્રૂણને રોગગ્રસ્ત જીવોથી સુરક્ષિત રાખવા માટે એક અવરોધનું કામ કરે છે. પરંતુ જિકો વાયરસમાં આવતા પૈથોઝન્સને રોકવુ તેના માટે થોડુ વધારે અઘરું છે.

આ રીતે કામ કરશે દવા

આ રીતે કામ કરશે દવા

જિકો વાયરસમાં આવતું પૈથોઝન્સ ગર્ભની કોશિકાને ભ્રૂણ સુધી પહોચાડતા જરૂરી તત્વોને રોકી રાખે છે. તેના કારણે ભ્રૂણનો વિકાસ બરાબર રીતે થતો નથી. આ પૈથોઝન્સને સ્વાયત્તજીવી(autophagh) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વાયત્તજીવીની સંખ્યા વધવાથી ભ્રૂણનો વિકાસ થતો નથી. આથી મેલેરિયાની આ દવા સ્વાયત્તજીવીકાને વધતા અટકાવશે. જેથી ગર્ભમાં ભ્રૂણનો વિકાસ થઈ શકે.

દવાના લાંબા સમયના ઉપયોગથી નુકસાન

દવાના લાંબા સમયના ઉપયોગથી નુકસાન

આ દવાથી ભ્રૂણનો વિકાસ સરળતાથી થઈ શકશ, પરંતુ તેની એક સમસ્યાએ પણ છે કે આ દવાનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કોઇ નુકસાન થાય છે કે નહીં? અને જો નુકસાન થતું હોય તો તેને કઈ રીતે રોકવું એ દિશામાં હજુ કોઈ તપાસ કરવામાં નથી આવી. આથી આ દવાનો ઉપયોગ ગર્ભવતી મહિલીઓ માટે હજુ પણ જોખમકારક તો છે જ.

English summary
Zika treatment through Malaria medicine possible. New research says this this can be cured through treatment.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.