ભારતીયોના દિલ પર રાજ કરવા આવી રહ્યાં છે આ 10 ગેજેટ

આજે સ્માર્ટફોન જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. મોબાઇલ ફોન તેમા પણ ખાસ કરીને સ્માર્ટફોન બજાર હાલ ધૂમ મચાવી રહ્યું છે. દરેક નાગરીકના હાથમાં આપણને સ્માર્ટફોન જોવા મળે છે. વિશ્વ મોબાઇલ બજારની સાથે ભારતીય ગેજેટ બજાર પણ આ ક્ષેત્રમાં ઘણા ઝડપથી આગળ વધી રહ્યું છે.

જેને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ દ્વારા સમયાંતરે પોતાના શાનદાર સ્માર્ટફોનને બજારમાં રજુ કરવામાં આવી રહ્યાં છે. જેમાં નેક્સસ, આઇફોન, બ્લેકબેરી, માઇક્રોમેક્સ, સેમસંગ સહિતની કંપનીઓ છે. ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક સ્માર્ટફોન સહિતના ગેજેટ અંગે આછેરી માહિતી તસવીરો થકી આપી રહ્યાં છીએ, જે આગામી ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની દસ્તક આપશે અથવા તો આપી ચૂક્યા છે.

નેક્સસ 10

નેક્સસ 10

નેક્સસ 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની દસ્તક આપે તેવી આશાઓ સેવાઇ રહી છે, જો કે તેને પ્લે સ્ટોરમાં મુકી દેવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 29,999(16 જીબી) અને 31,040(32 જીબી) છે. આ ટેબલેટને સેમસંગ હાઉસ દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવ્યો છે. જેમાં 4.2 જેલીબીન ઓએસ અને 2 જીબી રેમ આપવામાં આવી છે.

આઇફોન 5 એસ અને 5 સી જે એરટેલ અને રિલાયન્સ સાથે ભારતમાં ઉપલબ્ધ

આઇફોન 5 એસ અને 5 સી જે એરટેલ અને રિલાયન્સ સાથે ભારતમાં ઉપલબ્ધ

નવેમ્બર 1થી ભારતી એરટેલ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા એપલના આઇફોન 5 એસ અને 5 સીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, 5 સીની કિંમત 42 હજાર અને 5 એસની કિંમત 54 હજાર રૂપિયાની આસપાસ છે.

નેક્સસ 5

નેક્સસ 5

નેક્સસ 5 ગુગલ અને એલજી દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્માર્ટફોન છે. જે મહિનાના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઇ જશે તેવી આશા છે. નેક્સસ 5ની કિંમત 28,999(16 જીબી) અને 32,999(32 જીબી) છે.

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો એ 250

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો એ 250

માઇક્રોમેક્સ દ્વારા તાજેતરમાં જ પોતાનો નવો સ્માર્ટફોન કેનવાસ ટર્બો લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત કંપની દ્વારા 19,990 રાખવામાં આવી છે. જેમાં 4.2.2 જેલીબીન ઓએસ અને 2 જીબી રેમ છે.

એલજી જી પ્રો લાઇટ

એલજી જી પ્રો લાઇટ

મોબાઇલ નિર્માણ કરતી કંપની એલજી દ્વારા જી પ્રો લાઇટને લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત કંપની દ્વારા 18,300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4.1 જેલીબીન ઓએસ અને 1 જીબી રેમ આપવામાં આવી છે.

બ્લેકબેરી ઝેડ30

બ્લેકબેરી ઝેડ30

બ્લેકબેરી દ્વારા તાજેતરમાં જ એક નવો સ્માર્ટફોન ઝેડ30 લોન્ચ કરવામાં આવ્યો છે. જે ભારતીય બજારમાં 39,990 રૂપિયામાં મળે છે. આ સ્માર્ટફોનમાં કંપની દ્વારા 2 જીબી રેમ આપવામાં આવી છે.

નેક્સસ 7

નેક્સસ 7

નેક્સસ 7 32 જીબી વર્ઝન તમને ગુગલ પ્લે સ્ટોરમાં જોવા મળી જશે. જેની કિંમત 25,999 રૂપિયા છે, કંપનીએ આ ફોનમાં ગોરિલા ગ્લાસ પ્રોટેક્શનની સુવિધા આપી છે. આ ફોનમાં 2 જીબી રેમ છે અને 4.3 જેલીબીન ઓએસ છે.

ઝેડટીઇ ઓપન ફાયરફોક્સ

ઝેડટીઇ ઓપન ફાયરફોક્સ

ઝેડટીઇ દ્વારા નવો લોન્ચ કરવામાં આવેલો ઓપન ફાયરફોક્સ સ્માર્ટફોનની કિંમત 6,990 છે. જેમાં મોઝિલા ફાયરોક્સ ઓએસનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. આ ફોનમાં 256 એમબી રેમ આપવામાં આવી છે.

ઝોલો ક્યૂ 900

ઝોલો ક્યૂ 900

ઝોલો દ્વારા લોન્ચ કરવામાં આવેલા ક્યૂ 900ની કિંમત 13 હજાર રૂપિયા છે. જેમાં 1 જીબી રેમ આપવામાં આવી છે અને તેમાં 4.2 જેલીબીન ઓએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઝોલો એ 600

ઝોલો એ 600

ઝોલો દ્વારા અન્ય એક લોન્ચ કરવામાં આવેલો ફોન એ 600 છે. જેમાં 512 એમબી રેમ અને 4.2 જેલીબીન ઓએસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X