ચાર્જર નથી, તો આ 5 રીતે કરો તમારો ફોન ચાર્જ
કોલ અને મેસેજ સિવાય પણ સ્માર્ટફોન બીજા પણ અનેક રીતે આપણા કામમાં આવે છે. ઇમરજન્સીના સમયે સ્માર્ટફોનના ફ્લેશલાઇટ, જીપીએસ સેવા, ઇન્ટરનેટ તથા અન્ય ફિચર્સ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પણ તમે આ તમામ સુવિધાઓનો ઉપયોગ ત્યારે જ કરી શકો છો જ્યારે તમારા ફોનમાં બેટરી હોય. ત્યારે શું કરશો જ્યારે તમે તમારું ચાર્જર લેવાનું ભૂલી ગયા હોવ કે પછી તે ખોવાઇ ગયું હોય ત્યારે.
હાલ તો તેવી ધણી રીતો છે જેના દ્વારા તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો. વધુમાં હવે તમામ ફોનની પીન એક જેવી જ આવે છે. એટલે કોઇ પણ ફોનને કોઇ અન્ય ફોનના ચાર્જરથી ચાર્જ કરવો હવે સરળ બન્યું છે. પણ આ સિવાય પણ કેટલાક ઉપાયો છે જે અમે તમને અહીં બતાવવાના છીએ. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ...

કાર ચાર્જર
સ્માર્ટફોન ચાર્જર ના હોય ત્યારે કાર યુર્ઝર્સ તેના કાર ચાર્જરની મદદથી પણ તેમના મોબાઇલ ફોનને ચાર્જ કરી શકે છે. આ ખૂબ સસ્તા હોય છે અને તમામ પ્રકારના વહાનોમાં તે ઉપલબ્ધ હોય છે.

બેટરી બેકઅપ
કાર ચાર્જર સિવાય બેટરી બેકઅપનો વિકલ્પ પણ અનેક લોકો અપનાવાનું વધુ પસંદ કરે છે. બજારમાં અનેક પ્રકારની પાવર બેંક મળે છે. જેનો ઉપયોગ પ્રવાસ કે બહાર જતી વખતે કરી શકાય છે.

સોલર ચાર્જર
સોલર ચાર્જર પણ તમારી આ મુશ્કેલીને દૂર કરી શકે છે. તેમાં ખાલી સૂરજની રોશનીની જરૂર પડે છે. અને આ એક કૂલ ઓપશન પણ છે જેના દ્વારા તમે તમારો ફોન ચાર્જ કરી શકશો.

હેન્ડ ક્રેંક ચાર્જર
હેન્ડ ક્રેંક ચાર્જર તમારી ક્રેંકની એનર્જીને ચાર્જરમાં બદલે છે. જેનાથી તમારા હાથ પર મજબૂત થાય છે અને ફોન ચાર્જ પણ થઇ જાય છે. આમ બન્ને ફાયદા થાય છે તમને.

બાયોલાઇટ કેમ્પ સ્ટોવ
બાયોલાઇટ કેમ્પ સ્ટોવના બે ભાગ હોય છે એક જેમાંથી સ્ટીલનો કેસ બન્યો હોય છે અને બીજો પોવર બેંક ડિવાઇઝ જેની આગળ બેટરી ચાર્જ કરવાની સાથે લેપટોપ યુએસબી પણ ચાર્જ કરી શકાય છે. તો તમે ખાવાનું બનાવાની સાથે ફોન પણ ચાર્જ કરી શકો છો.












Click it and Unblock the Notifications
