સ્માર્ટ વોચના કારણે મહિલાનો જીવ બચ્યો, જાણો શું છે પુરી ઘટના?
આજકાલ દરેક વ્યક્તિ શોખથી હાથમાં સ્માર્ટ વોચ પહેરે છે. સ્માર્ટ દેખાવા માટે સ્માર્ટ વોચ પહેરતા લોકોને તેનાથી અજાણતા જ મોટુ નુકસાન થતુ બચી જાય છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે.
જો તમને કોઈ એમ કહે કે સ્માર્ટ વોચ તમારો જીવ બચાવી શકે છે તો તમે વિશ્વાસ નહીં કરો. જો કે આજે જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ તે ઘટના સાંભળ્યા પછી તમે તમે ચોક્કસ ભરોશો કરી લેશો. અમેરિકાના ઓહાયોમાં એક સ્માર્ટવોચે મહિલાનો જીવ બચાવ્યો છે.

અમેરિકન વેબસાઇટ લોકલ 12ના એક અહેવાલ અનુસાર, ઓહિયોના સિનસિનાટી શહેરમાં એક મહિલાએ એપલ સ્માર્ટવોચ પહેરી હતી. આ દરમિયાન તે મહિલાના શરીરમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા શરૂ થઈ. આ બાબત સ્માર્ટ વોચને ખબર પડતા તેને મહિલાને એલર્ટ કરી.
મહિલાને આ વાતની જાણ થતાં તે ડૉક્ટર પાસે ગઈ અને સમયસર સારવાર શરૂ થતા તેનો જીવ બચી ગયો. આ મહિલાનું નામ કિમી વોટકિન્સ છે અને તે 29 વર્ષની છે. કિમીને ચક્કર આવી રહ્યા હતા અને તે સુઈ જતા તેની સ્માર્ટ વોચે સતત એલર્ટ આપીને તેને ચેતવણી આપતા તેનો જીવ બચી ગયો.
અહેવાલો અનુસાર, જ્યારે સ્માર્ટ વોચમાં અસામાન્ય હૃદયના કેપ્ચર થયા ત્યારે તેનું હૃદય 178 પ્રતિ મિનિટ ધબકારા સાથે ધબકી રહ્યુ હતુ. હૃદયના આવા ઊંચા ધબકારા જીવનું જોખમ વધારે છે. આ ઘટના બાદ મહિલાએ જણાવ્યું કે, જ્યારે વોર્ચનું એલાર્મ સતત વાગતું રહ્યું ત્યારે તે ચિંતિત થઈ અને તેના ડૉક્ટર પાસે ગઈ. ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે તેમને પલ્મોનરી એમ્બોલિઝમ એટલે કે ફેફસામાં લોહી ગંઠાઈ જવાની બીમારી છે.
આ ઘટના બાદ મહિલા સ્માર્ટ વોચનો આભાર માની રહી છે. અહીં તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક મહિલા બેહોશ થઈ જતા સ્માર્ટ વોચે ઈમરજન્સી નંબર ઓટો ડાયલ કર્યો હતો.












Click it and Unblock the Notifications
