For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014ની એ શોધ જે આપના ભવિષ્યને બદલવા માટે પૂરતી છે!

|
Google Oneindia Gujarati News

'જરૂરીયાત જ સંશોધનની જનની છે' આ કહેવત આપ નાનપણથી સાંભળતા આવ્યા હશો, જો તેને એક ઉદાહરણ તરીકે સમજીએ તો વીજળીને લઇ લો એ શોધ પહેલા આપણી ધરતી પર જ અસ્તિત્વમાન હતી પરંતુ જ્યારે તેની જરૂરીયાત અનુભવવામાં આવી તો અંગ્રેજ વૈજ્ઞાનિક વિલિયમ ગિલબર્ટે તેને બરાબર સમજી અને તેની શોધ કરી.

ઇતિહાસ અને વિજ્ઞાનનો સંબંધ હંમેશાથી રહ્યો છે જેમાં ઘણી નવી વસ્તુઓ નીકળીને સામે આવી છે. અમે આપને આજે આવી જ કેટલીંક શોધ લાવ્યા છીએ જે 2014 દરમિયાન કરવામાં આવી છે. જે આપણા આવનારા ભવિષ્ય માટે એક નવી રૂપરેખા તૈયાર કરે છે.

આવો એક નજર કરીએ એ શોધો પર જે આપના ભવિષ્યને બદલવા માટે સક્ષમ છે...

ઇલેક્ટ્રો ટેલિપેથિક કમ્યૂનિકેશન

ઇલેક્ટ્રો ટેલિપેથિક કમ્યૂનિકેશન

ટેલિપેથી શબ્દનો અર્થ એક પ્રકારનું સાયન્સ ફિક્શન ટેકનીક સમજી શકાય છે જેમાં કોઇ એક વ્યક્તિના વિચાર કોઇ અન્ય વ્યક્તિના વિચાર સુધી પહોંચાડે છે. એટલે કે આપ શું વિચારી રહ્યા છો તેને હજારો કિલોમીટર દૂર બેસેલા વ્યક્તિ સુધી પહોંચી શકે છે. international consortium of neuroscientists, રોબોટિક્સ અને રિસર્ચરે મગજથી મગજની વચ્ચે થનારા સંચારને શોધી કાઢ્યું છે. જેને બારસિલોનાના સ્ટાર લૈબ અને ફ્રાંસના ઓક્સિયમ રોબોટિક્સ આ સ્ટારબર્ગે શોધ્યું છે. આ પ્રોજેક્ટ હજી પોતાની શરૂઆતી ચરણમાં છે પરંતુ તેમાં 8,000 કિમીના અંતરે બેસેલા લોકોની વચ્ચે સંચાર સ્થાપિત કરવામાં સફળતા મળી ચૂકી છે. એટલે કે આવનારા સમયમાં આપ પોતાના વિચારો અન્યને આ માધ્યમથી જણાવી શકશો.

અનહૈકેબલ ક્વાંટમ ઇંટરનેટ

અનહૈકેબલ ક્વાંટમ ઇંટરનેટ

ક્વાંટમ ટેકનીકની મદદથી ઇંટરનેટને ના માત્ર સુરક્ષિત રાખી શકાય છે પરંતુ તેને દુનિયામાં કોઇ હૈક પણ નથી કરી શકતું, આની મદદથી ચાઇના અને સ્વિટ્ઝર્લેંડ જેવા દેશોમાં ઘણા પ્રયોગ પણ થઇ ગયા છે. જેમાં ઇંટરનેટ નેટવર્કમાં ફોટોન એક પ્રકારની ક્વાંટમ કી બનાવે છે જે સાધારણ ડેટાને ઇંનસ્ક્રિપ્ટ કરી દે છે. જો તેને કોઇ ચોરવાની કોશિશ કરે તો યૂઝરને માલૂમ પડી જાય છે કે તેની આ Key કોઇ ચોરી રહ્યું છે.

સસ્તા નૈનોટ્યૂબ હાઇજ્રોજન ફ્યૂલ

સસ્તા નૈનોટ્યૂબ હાઇજ્રોજન ફ્યૂલ

દુનિયામાં ઊર્જાના શ્રોત ધીરે-ધીરે ખતમ થઇ રહ્યા છે જો તેનું કોઇ ઠોસ વિકલ્પ ના શોધવામાં આવ્યું તો એક દિવસ આખી દુનિયામાં અંધારુ થઇ જશે. પરંતુ હવે એક એવી રીત શોધી લેવામાં આવી છે જે આપણને સસ્તામાં ઊર્જા ઉપલબ્ધ કરાવી શકે છે, આ છે સસ્તા નૈનોટ્યૂબ હૈડ્રોજન ફ્યૂલ, ન્યૂ જર્સીની Rutgers Universityના રિસર્ચરોએ કાર્બન હાઇડ્રોઝન ફ્યૂલને ઊર્જાની જેમ પ્રયોગ કરવાનો વિકલ્પ શોધી કાડ્યો છે. વૈજ્ઞાનિકોએ કાર્બન નૈનો ટ્યૂબને ઇલેક્ટ્રોલેસિસ રિએક્શનની મદદથી હાઇડ્રોજન ફ્યૂઅલમાં બદલવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

લિક્વિડ ડેટા સ્ટોરેજ ડિવાઇસ

લિક્વિડ ડેટા સ્ટોરેજ ડિવાઇસ

આપણી ચારે બાજુ ડેટા છે, તે કોઇ પણ રૂપમાં હોઇ શકે છે, પછી ભલેને તે સેલફોનને લઇ લો અથવા તો ક્લાઉડ સર્વરના રૂપમાં, ન્યૂયોર્કની University of Michiganના વૈજ્ઞાનિકોએ એક એવી પદ્ધતિ ડિઝાઇન કરી છે જેની મદદથી વધારેમાં વધારે ડેટા ઓછી સ્પેસમાં સ્ટોર કરી શકાય છે. એક સાધારણ 1 ટીબીની હાર્ડડિસ્કનો ડેટા એક નાના સેલ ફોનમાં આવે છે પરંતુ આટલો જ ડેટા લિક્વિડ સ્ટોરેજમાં રાખવામાં આવે તો તે માત્ર એક ચમચીના આકારવાડી હાર્ડડિસ્કમાં સેવ થઇ શકે છે.

આર્ટીફીશિયલ બ્લડ સપ્લાઇ

આર્ટીફીશિયલ બ્લડ સપ્લાઇ

લોહી આપણું જીવન છે, જો આપણા શરીરને ચલાવવાનું કામ કરે છે. પરંતુ જ્યારે આપણને ઇમરજન્સીમાં લોહીની જરૂરીયાત પડે અને તે સમયે લોહી ના મળે તો આપણા જીવને જોખમ પણ થઇ શકે છે. પરંતુ હવે આર્ટીફિશિયલ રેડ અને વ્હાઇટ બ્લડ સેલની મદદથી કોઇને પણ સરળતાથી લોહી મળી શકશે. હાલમાં ઓ નેગેટિવ સેલ બનાવવામાં આવ્યા છે જે યૂનિવર્સલ ડોનર છે. એટલે આવનારા સમયમાં કોઇને પણ લોહીની ઊણપ નહી રહે.

 કેંસર કંટ્રોલિંગ જીન

કેંસર કંટ્રોલિંગ જીન

કેંસર દર વર્ષે દુનિયામાં કરોડો લોકોનો જીવ લે છે, વૈજ્ઞાનિકોએ DIXDC1 નામની એક જીન શોધી કાઢી છે જે કેંસરને રોકવામાં કારગર સાબિત થાય છે. DIXDC1 જીનને બ્લોક કરવા પર કેંસર સેલની સ્પીડ રોકાઇ જાય છે.

English summary
Scientists are discovering and inventing new things everyday. We highlight the 7 most amazing discoveries that are sure to change the future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X