સોનેથી મઢાયો આઇફોન 5, લાખોમાં છે તેની કિંમત
જો તમે આઇફોન 5 સ્માર્ટફોન ખરીદવાના હોવ તો તેના માટે તમે કેટલા પૈસા આપી શકો છો, વધુમાં વધુ 45 હજાર રૂપિયા અને જો તેમા કેટલીક એક્સ્ટ્રા એસેસરીઝ જેમ કે સ્પેશિયલ કવર અથવાતો પછી મોંઘામાં મોંઘુ સ્ક્રિન ગાર્ડ પણ લગાવી દેવામાં આવે તો તે ફોનની તમે વધુમાં વધુ 47 હજાર રૂપિયા આપશો, પરંતુ મોંઘા ફોન ડિઝાઇન કરતી કંપની ગોલ્ડજિનીએ 37,45787 રૂપિયાના આઇફોન 5ને ડિઝાઇન કર્યો છે, જેને માત્ર કેટલાક ધનિક લોકો જ ખરીદી શકે છે.
ગોલ્ડજિનીએ બે આઇફોન 5 ડિઝાઇન કર્યા છે, જેમાં 200 ગ્રામ 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિઝાઇન કરવામાં આવેલા નવા આઇફોન 5માં કેટલાક નવા ફીચર પણ આપવામાં આવ્યા છે, જેમ કે, ફેક્ટ્રી ફિટેડ અનલોક છે, જેમાં તમારે સીમ નાંખવાની કોઇ જરૂરિયાત નથી, સાથે વિશ્વના કોઇપણ નેટવર્કને આ આઇફોન 5માં ઉપયોગમાં લઇ શકો છો.
ગોલ્ડ આઇફોન 5 ખરીદવા પર તમને તેની સાથે એપલના ઇયરપોડ, એક યુએસબી કેબલ, ચાર્જર અને એક સર્ટિફિકેટ પણ મળશે, જેમાં પ્યોર ગોલ્ડ પ્લેટિંગની ગેરન્ટી હશે. આ તમામ વસ્તુ તમને એક લક્ઝરી બોક્સમાં આપવામાં આવશે. આઇફોન 5ના બીજા મોડલમાં ગોલ્ડની સાથે હીરો પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. ગોલ્ડજિનીએ આઇફોન ઉપરાંત સેમસંગ ગેલેક્સી એસ4 અને બ્લેકબેરી ક્યૂ 10ને પણ ડિઝાઇન કર્યો છે.

18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ
ગોલ્ડજિનીએ બે આઇફોન 5 ડિઝાઇન કર્યા છે, જેમાં 200 ગ્રામ 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફેક્ટ્રી ફિટેડ અનલોક
ડિઝાઇન કરવામાં આવેલા નવા આઇફોન 5માં ફેક્ટ્રી ફિટેડ અનલોક છે, જેમાં તમારે સીમ નાંખવાની કોઇ જરૂરિયાત નથી, સાથે વિશ્વના કોઇપણ નેટવર્કને આ આઇફોન 5માં ઉપયોગમાં લઇ શકો છો.

લાખોમાં છે તેની કિંમત
મોંઘા ફોન ડિઝાઇન કરતી કંપની ગોલ્ડજિનીએ 37,45787 રૂપિયાના આઇફોન 5ને ડિઝાઇન કર્યો છે, જેને માત્ર કેટલાક ધનિક લોકો જ ખરીદી શકે છે.

પ્યોર ગોલ્ડ પ્લેટિંગની ગેરન્ટી
ગોલ્ડ આઇફોન 5 ખરીદવા પર તમને તેની સાથે એપલના ઇયરપોડ, એક યુએસબી કેબલ, ચાર્જર અને એક સર્ટિફિકેટ પણ મળશે, જેમાં પ્યોર ગોલ્ડ પ્લેટિંગની ગેરન્ટી હશે. આ તમામ વસ્તુ તમને એક લક્ઝરી બોક્સમાં આપવામાં આવશે.

ગોલ્ડની સાથે હીરો
આઇફોન 5ના બીજા મોડલમાં ગોલ્ડની સાથે હીરો પણ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

આઇફોન સિવાય અન્ય ફોન પણ કરવામાં આવ્યા છે ડિઝાઇન
ગોલ્ડજિનીએ આઇફોન ઉપરાંત સેમસંગ ગેલેક્સી એસ4 અને બ્લેકબેરી ક્યૂ 10ને પણ ડિઝાઇન કર્યો છે.












Click it and Unblock the Notifications
