For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ વગર ફોનમાં ચાલી શકશે ફેસબુક, જીમેઇલ

|
Google Oneindia Gujarati News

આજે વિશ્વ સ્માર્ટફોન થકી વધુ સ્માર્ટ બની ગયું છે. ઝડપી જીવનમાં એકબીજા સાથે સંપર્ક નહીં થઇ શકવાના કારણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ કે પછી મેઇલ સિસ્ટમનો ઉપયોગ આજે વધુ પાંગર્યો છે, પરંતુ એવા ઘણા લોકો હશે કે જે સ્માર્ટફોન રાખતા નહીં હોય અથવા તો રાખી નહીં શકતા હોય, તેમના માટે આનંદના સમાચાર આવ્યા છે.

સામાન્ય ફોન અથવા તો માત્ર કોલ કરી શકાય તેટલી જ સુવિધાઓ આપતા ફોન્સથી હવે તમે એડવાન્સ એપ્લિકેશન જેમ કે જીમેઇલ, ફેસબૂક, ટ્વિટર, વિકિપીડિયા, સ્કાઇપ વિગેરેનો ઉપયોગ તમે કોઇપણ પ્રકારની ડિવાઇઝને ઇન્સ્ટોલ કર્યા વગર ઉપયોગ કરી શકો છો અને તેના માટે ઇઝરાયલની કંપની વાસ્કોદેનો આભાર માનવો રહ્યો. જ્યારથી ભારતમાં મોબાઇલ ફોન યૂઝર્સ વધ્યા છે, તેમાં પણ ખાસ કરીને સામાન્ય ફોન્સ કે જેમાં ઇન્ટરનેટ સુવિધાઓ નથી, તેમને આ સિસ્ટમ ઘણી જ ઉપયોગકર્તા સાબિત થઇ શકે છે.

મોબાઇલ ઇન્ટરેક્શન સિસ્ટમ

મોબાઇલ ઇન્ટરેક્શન સિસ્ટમ

આ કંપનીએ એક એવી મોબાઇલ ઇન્ટરેક્શન સિસ્ટમ ડેવલોપ કરી છે, જે તમામ પ્રકારના ફોન્સમાં કામ કરી શકે છે.

ક્લાઉડ બેઝ્ડ સિસ્ટમમાંથી મેળવો એપ્સ

ક્લાઉડ બેઝ્ડ સિસ્ટમમાંથી મેળવો એપ્સ

કંપનીને તેની ક્લાઉડ બેઝ્ડ સિસ્ટમ પરથી એપ્સ મેળવી શકો છો અને તેના માટે ડાઉનલોડ કરવાની જરૂર નથી, તેનો ઉપયોગ ટેક્સ્ટ બેઝ્ડ અન્સ્ટ્રચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા(યુએસએસડી)ની જેમ કરી શકો છો., જે એસએમએસ જેવી છે.

નહીં જરૂર પડે ઇન્ટરનેટની

નહીં જરૂર પડે ઇન્ટરનેટની

જો કે, આ એપ્સમાં માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ જ જોવા મળશે. એક વાર યુએસએસડીનો ઉપયોગ કર્યા બાદ ઇન્ટરનેટની જરૂર નહીં રહે, જો કે તે ફેસબુક, જીમેઇલ માટે એપીઆઇનો ઉપયોગ કરશે. હાલ આ કંપની જીમેઇલ, ફેસબુક, ટ્વિટર, સ્કાઇપ, વિકિપીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ માટેનું નિરાકરણ આપી રહી છે.

English summary
Users of simple phones which are otherwise called feature phones can now advance applications like Gmail, Facebook, Twitter, Wikipedia, Skype etc without even installing any software on their devices, thanks to an Israeli firm called VascoDe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X