બોલો..હવે ઘરને પણ કંટ્રોલ કરી શકાય છે સ્માર્ટફોનથી

જરા વિચારો કે ઘરે આવતા પહેલા જ તમે તમારા સ્માર્ટફોનથી ઘરની લાઇટ ઓન કરી લો, બાથરૂમમાં ગીજર પોતાની જાતે ઓન થઇ જાય. કિચન એપ્લાયન્સીસ સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકો. આ કોઇ સ્વપ્ન નથી પરંતુ એડવાન્સ ટેક્નિક છે, જે કોઇપણ ઘરને સ્માર્ટઘર બનાવી દે છે.

જોકે આવું ઘર બનાવવા માટે તમારી પાસે પૈસા ઘણા હોવા જરૂરી છે. આજે અમે તમને લંડનના એક એવા ઘરને દર્શાવવા જઇ રહ્યાં છીએ, જે સ્માર્ટફોનથી કંટ્રોલ થઇ શકે છે. લંડનના ફલહૈમ હરલિંઘમ પાર્કમાં બનેલું આ ઘર 9,559 એકરમાં ફેલાયેલું છે. જેમાં વૈભવતાની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. જેમકે સ્વિમિંગ પૂલ, માસ્ટર બેડરૂમ જેમાં ચારેકોર ખુલી હવા અને રોશની આવે છે. તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ આવા સ્માર્ટહોમ પર.

સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકાતું સ્માર્ટઘર

સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકાતું સ્માર્ટઘર

9,559 એકરમાં ફેલાયેલા આ ઘરને સ્માર્ટફોન અને ટેબલેટથી કંટ્રોલ કરી શકાય છે.

આવા ત્રણ ઘર છે પાર્કમાં

આવા ત્રણ ઘર છે પાર્કમાં

આ ઘર પાર્કમાં આવેલા ત્રણ ઘરોમાનું એક છે.

ઇન્ટીરિયર

ઇન્ટીરિયર

ઘરની અંદર મોંઘી ટાઇલ્સ અને સીડીઓ લાગેલી છે.

ઓટોમેટિક ચિમની

ઓટોમેટિક ચિમની

રિસ્પેશનમાં ઘરને ઠંડીમાં ગરમ રાખવા માટે ચિમની લાગેલી છે, જેને સ્માર્ટફોનની મદદથી સળગાવી શકાય છે.

સ્માર્ટ કિચન

સ્માર્ટ કિચન

ઘરમમાં બનેલાં સ્લીક કિચનમાં વાઇન કુલરથી લઇને રેફરિજરેટરને સ્માર્ટફોનથી કંટ્રોલ કરી શકાય છે.

ઓપન સ્પેસ

ઓપન સ્પેસ

ઘરના તમામ રૂમો ઘણા મોટા છે, સાથે જ રૂમોની બહાર પણ ઘણી જગ્યા આપવામાં આવી છે.

વ્યૂ

વ્યૂ

ઘરના માસ્ટર બેડરૂમથી પાર્કનો આખો નજારો જોઇ શકાય છે.

બાથરૂમમાં ટીવી

બાથરૂમમાં ટીવી

ઘરમાં માસ્ટર બાથરૂમ છે, જેમાં એક મોટું ફ્લેટસ્ક્રીન ટીવી પણ લાગેલું છે.

બાર રૂમ

બાર રૂમ

ઘરની સૌથી ઉપર બાર રૂમ બનાવવામાં આવ્યો છે, જેનું તાપમાન સ્માર્ટફોનની મદદથી કંટ્રોલ કરી શકાય છે.

હોમ થિયેટર

હોમ થિયેટર

આ ઉપરાંત આ ઘરમાં એક વૈભવી હોમ થિયેટર પણ છે, જેને આઇપેડ અને સ્માર્ટફોનની મદદથી કંટ્રોલ કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X