For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના સાદા TVને આવી રીતે બનાવો સ્માર્ટTV

|
Google Oneindia Gujarati News

સ્માર્ટ ટીવી શબ્દ આજકાલ બધી જગ્યાએ સાંભળવા મળે છે. આજ કાલ દરેક વ્યક્તિ સ્માર્ટ બનવા માંગે છે. સ્માર્ટ દેખાવા માટે સૌથી સરળ રસ્તો છે સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરવો. સ્માર્ટ જોબ, સ્માર્ટ સેલરી, સ્માર્ટફોન અને સ્માર્ટ છોકરા માટે સ્માર્ટ છોકરી. બધું જ સ્માર્ટ થવા લાગ્યું છે ત્યારે આપનું સાદું ટીવી શા માટે સ્માર્ટટીવી ના બને?

સ્માર્ટટીવીની વાત આવે તો પાછળ પાછળ બજેટની પણ વાત આવે છે. વર્તમાન સમયમાં સ્માર્ટટીવીની કિંમત રૂપિયા 40,000થી શરૂ કરીને લાખો રૂપિયામાં છે. જો આપના ઘરમાં ઇન્ટરનેટ છે તો ટીવી તરફ કોણ ધ્યાન આપશે. પણ કેટલીક એવી રીતો પણ છે જેના કારણે આપ આપના સાદા ટીવીને ઓછા ખર્ચે સ્માર્ટટીવી બનાવી શકશો.

આ માટે સૌપ્રથમ આપે કોઇ પણ ફ્લેટ સ્ક્રીન ટીવી લાવવાનું રહેશે. આ ટીવી રૂપિયા 15,000થી રૂપિયા 30,000માં સરળતાથી મળી જાય છે. તેની સાથે હવે યુએસબી પોર્ટનો ઓપ્શન તો આવે જ છે. જો આપના ટીવીમાં યુએસબી પોર્ટ કે એચડીએમઆઇ પોર્ટ આપ્યો હોય તો માત્ર રૂપિયા 3000થી 5000 રૂપિયા વચ્ચેના ખર્ચામાં આપ આપના સાદા ટીવીને સ્માર્ટ ટીવી બનાવી શકશો. આ સ્માર્ટ ટીવીમાં ઇન્ટરનેટ, ગેમ, યુટ્યુબની સાથે મોબાઇલ, ટેબલેટ અને પીસીનો ડેટા પણ જોઇ શકાશે. આવો વાત કરીએ સાદા ટીવીને સ્માર્ટટીવી બનાવતા ગેજેટ્સની...

પોર્ટેબલ મીડિયા પ્લેયર

પોર્ટેબલ મીડિયા પ્લેયર

આપનું બજેટ ઓછું હોય તો આપ અલ્ટ્રા પોર્ટેબલ મીડિયા પ્લેયરની મદદથી આપના સાદા ટીવીને સ્માર્ટ ટીવી બનાવી શકશો. તેની મદદથી આપ ફોનમાં સેવ કરેલા ફોટો અન મૂવી જોઇ શકશો. આ માટે ગૂગલક્રોમ કાસ્ટ બેસ્ટ છે. જે અંદાજે રૂપિયા 3250ની આસપાસ મળી જાય છે. તેને ટીવીના એચડીએમઆઇ પોર્ટમાં લગાવી શકાય છે.

એપ્પલ ટીવી

એપ્પલ ટીવી

એપ્પલ ટીવી મીડિયા પ્લેયરની કિંમત રૂપિયા 8300 છે. તેની મદદથી આપ યુટ્યુબ વિડિયો, ફોટોની સાથે એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ જેવા સ્માર્ટફોન અને ટેબ્લેટ કનેક્ટ કરી શકો છો. તેમાં એપ્પલ આઇટ્યૂન સ્ટોર પરથી મૂવી ભાડે અથવા ખરીદીને પણ જોઇ શકાય છે.

બોક્સ મીડિયા પ્લેયર

બોક્સ મીડિયા પ્લેયર

ક્રોમકાસ્ટ ટીવીને સ્માર્ટટીવી બનાવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે. પણ જો આપના ટીવીમાં ઇન્ટર્નલ મેમરી કે મેમરી વધારવાનો પોર્ટ નથી, અને આપ આપનો ડેટા જેમ કે ફોટોગ્રાફ્સ અને મૂવી પણ તેમાં સેવ કરી શકતા નથી તો આપને કમ્પ્લીટ મીડિયા પ્લેયરની જરૂર પડશે. આ માટે માર્કેટમાં વેસ્ટર્ન ડિજિટલનું ટીવીલાઇવહટ રૂપિયા 12500ની કિંમતમાં ઉપલબ્ધ છે. જે સાધારણ ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી નાખશે.

એન્ડ્રોઇડ બોક્સ

એન્ડ્રોઇડ બોક્સ

એન્ડ્રોઇડ બોક્સ એક પ્રકારનું સેટટોપ બોક્સ જ છે. જેમાં પ્લેયરની સાથે વેબ બ્રાઉઝિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં આપ ગૂગલ પ્લે સ્ટોરની મદદથી અનેક એપ્સ ડાઉનલોડ કરી શકો છો.તેમાં યુએસબી કીબોર્ડ જોડીને ટાઇપ પણ કરી શકાય છે.

English summary
How to turn your simpleTV into SmartTV?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X