મોબાઈલ ચોરી થયો છે તો આ ટ્રિક્સ અપનાવો, ચોર ઘરે આવીને મોબાઈલ આપી જશે

પોલીસ પાસે રોજ મોબાઈલ ચોરીની ઘણી ફરિયાદો આવતી રહે છે. ઘણા લોકો તો ફરિયાદ નોંધાવીને મોબાઈલ ફોન પાછો આવવાની ઉમ્મીદ છોડી દે છે. જો કે આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારો મોબાઈલ ઝડપથી પાછો મળી જશે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક આઈપીએસ ઓફિસરે ટ્વિટર પર શેરક કર્યો છે. વીડિયોમાં આધિકારી ખોવાયેલા મોબાઈલને પરત મેળવવા માટેની પદ્ધતિ સમજાવી રહ્યા છે. વીડિયોમાં અધિકારી જણાવી રહ્યા છે કે, મોબાઈલ ચોરી થયા બાદ શું કરશો તો તમારો મોબાઈલ ફોન પરત મળશે.

mobile phone

IPS અધિકારી અશોક કુમારે 6 જૂને તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું છે કે, મોબાઈલ ગુમ થઈ ગયો છે તો ચિંતા કરશો નહીં. જો તમારી પાસે સમય ઓછો હોય અને પોલીસ પાસે ન જઈ શકો તો આ માહિતી તમારા કામમાં આવશે. આ ચોરીની ફરિયાદ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારી ફરિયાદ નોંધાવો. આ ચોરને તમારા મોબાઈલનો ઉપયોગ કરતા અટકાવશે અને તેને પરત કરવાની ફરજ પડશે.

આ વાયરલ થયેલા 45 સેકન્ડના વીડિયોમાં ચોરાયેલા ફોનને કેવી રીતે બ્લોક કરવો તેની માહિતી આપવામાં આવી છે. વીડિયો અનુસાર, મોબાઈલ ફોન ખોવાય એટલે તરત જ ફોનનું બિલ, FIRની કોપી અને મોબાઈલનો IMEI નંબર મેળવી લો.

આટલુ કર્યા પછી ceir.gov.in વેબસાઈટ પર જાઓ અને Block stolen or lost mobile નો વિકલ્પ પસંદ કરો. આ પછી એક ફોર્મ ખુલશે. તેમાં પૂછાયેલી માહિતી ભરો. આટલુ કરશો એટલે તમારો ફોન એ ચોર વાપરી શકશે નહીં અને પાછો આપવા મજબુર થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X