Lava Blaze 2 : ફક્ત 9000 રૂપિયામાં મળશે બેસ્ટ સ્માર્ટફોન, જાણો ફીચર્સ
Lava Blaze 2 : લાવાએ તેની બ્લેઝ સીરિઝનો નવો ફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન Lave Blaze 5Gનું અપગ્રેડ મોડેલ છે. Lava Blaze 2 યુનિસોક T616 પ્રોસેસર સાથે આવે છે.
ફોનમાં 11 જીબી રેમ અને 18 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં 113 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ અને પ્રિમિયમ ગ્લાસ બેક ડિઝાઇન પણ છે.

Lava Blaze 2ની કિંમત
ફોનને ગ્લાસ બ્લેક, ગ્લાસ ઓરેન્જ અને ગ્લાસ બ્લુ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. 6 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ સાથે લાવા બ્લેઝ 2ની કિંમત 8,999 રૂપિયા છે. ફોનને 18 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યાથી કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાશે.
Lava Blaze 2 ની વિશિષ્ટતાઓ
લાવાના નવીનતમ ફોનમાં 6.5-ઇંચ 2.5D વક્ર HD પ્લસ IPS ડિસ્પ્લે છે, જેમાં ડિસ્પ્લે 90Hz નો રિફ્રેશ રેટ ધરાવે છે. ફોનને એન્ડ્રોઇડ 13 સાથે રજૂ કરવામાં આવ્યો છે. કંપની ફોનમાં બે વર્ષ માટે એન્ડ્રોઈડ અપડેટ્સ અને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ પણ આપવા જઈ રહી છે. એટલે કે, ફોનમાં એન્ડ્રોઇડ 14 અને એન્ડ્રોઇડ 15નું સપોર્ટ પણ મળશે.
Lava Blaze 2 Octa Core Unisoc T616 પ્રોસેસર સાથે 6 GB સુધીની રેમ ધરાવે છે. RAM ને વર્ચ્યુઅલ રીતે 11 GB સુધી વધારી શકાય છે. ફોન સાથે 128 જીબી સુધીની UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવી છે. સુરક્ષા માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને કોલ રેકોર્ડિંગની સુવિધા પણ છે.
Lava Blaze 2 કેમેરા
ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 13-મેગાપિક્સલનો AI ડ્યુઅલ કેમેરા અને 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. સ્માર્ટફોનના ઈનબિલ્ટ કેમેરા ફીચર્સમાં બ્યુટી, એચડીઆર, નાઈટ, પોટ્રેટ, એઆઈ, પ્રો, પેનોરમા, સ્લો મોશન, ફિલ્ટર, મોશન ફોટો, ટાઈમ લેપ્સ, ઓડિયો નોટ અને ઈન્ટેલિજન્ટ સ્કેનિંગ જેવા ફીચર્સ સામેલ છે. ફોનમાં બહેતર કોલિંગ અનુભવ માટે ડ્યુઅલ માઇક વોઇસ કેન્સલેશન સાથે આવે છે.
Lava Blaze 2 2 બેટરી
ફોનમાં 5000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે Wi-Fi, બ્લૂટૂથ, ઑડિયો જેક અને USB Type-C પોર્ટ સપોર્ટેડ છે.












Click it and Unblock the Notifications
