For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો A250 સ્માર્ટફોન થયો લીક

|
Google Oneindia Gujarati News

ભારતની બીજી સૌથી મોટી હેંડસેટ મેકર કંપની માઇક્રોમેક્સ ટૂંક સમયમાં ફૂલ એચડી રેઝોલ્યુશન સ્માર્ટફોન ટર્બો લોન્ચ કરવાની છે. માઇક્રોમેક્સ કેનવાસ ટર્બો એ 250 નામના આ નવા હેંડસેટમાં ફૂલ એચડી 1080 પિક્સલ સપોર્ટ હશે. માઇક્રોમેક્સનો નવો સ્માર્ટફોન લીકનો ખુલાસો કરનારે ટ્વિટર પર @MMXNewscaster અનુસાર ફોનમાં ક્વોડકોર પ્રોસેસર હશે. @MMXNewscaster એ હજુ નવા ટર્બો અંગે વધુ કોઇ ખુલાસો કર્યો નથી.

થોડા દિવસ પહેલા ઇએફવાઇટાઇમ્સને માઇક્રોમેક્સે નવા ટર્બો અંગે જાણકારી આપી હતી કે હેંડસેટમાં મેટલ કેસની બોડી હોઇ શકે છે, સાથે જ તેની સાઇઝ પણ ઘણી સ્લીમ હશે. બની શકે છે કે, માઇક્રોમેક્સ ટર્બોને 16 હજાર રૂપિયાની આસપાસ લોન્ચ કરે, પરંતુ તેની કિંમતને લઇને અત્યારે કંઇ કહેવું યોગ્ય નહીં ગણાય કારણ કે, 16 હજાર રૂપિયામાં ફૂલ એચડી સ્માર્ટફોન લોન્ચ કરવાનું બની શકે કે માઇક્રોમેક્સ માટે થોડું મુશ્કેલ હોય.

canvasturboa250
લાગે છે કે, માઇક્રોમેક્સ ટર્બો તાજેતરમાં લોન્ચ થયેલા જિયોની ઇલાઇફ ઇ 6ની જેમ લોન્ચ કરી શકે છે. જિયોનીએ ઇ લાઇફ ઇ 6ને 22,999 રૂપિયામાં ભારતીય બજારમાં ઉતાર્યો છે. ઇ લાઇફમાં 5 ઇંચની એફએચડી સ્ક્રીન એટલે કે ફૂલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે જે, 1920 x 1080ને સપોર્ટ કરે છે. આ સાથે ફોનમાં મીડિયાટેક ચિપસેટ અને 1 જીબીની રેમ આપવામાં આવી છે.

જિયોનીમાં જ્યાં ફૂલ એચડી સ્ક્રીનની સાથે ડ્યુએલ સીમ અને અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે, તેને જોઇને લાગે છે કે, માઇક્રોમેક્સના નવા ટર્બોમાં આ તમામ ફીચર્સની સાથે અન્ય નવા ફીચર્સને પણ સામેલ કરવામાં આવી શકે છે.

English summary
micromax canvas turbo a250 1080p full hd quad core smartphone leak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X