Upcoming Smartphones : ટૂંક સમયમાં લોન્ચ થશે આ કંપનીના સ્માર્ટફોન, ઝડપથી જાણી લો ફીચર્સ
Upcoming Smartphones : જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી જોઇએ. કારણ કે, ટૂંક સમયમાં બે અમેઝિંગ સ્માર્ટ ફોન્સ લોન્ચ થવાના છે.
નોંધનીય છે કે, માર્ચ મહિનાના અંતમાં રેડમી અને મોટોરોલા જેવી મોટી કંપની પોતાના સ્માર્ટફોન્સ કંપનીઓ પોતાના લેટેસ્ટ મોબાઇલ ફોન લોન્ચ કરવા જઇ રહી છે.

જો તમે પણ આ આવનારા સ્માર્ટફોન વિશે જાણવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. અહીં અમે આ તમામ આવનારા સ્માર્ટફોનની યાદી જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમને કિંમતની વિગતો, સ્પેસિફિકેશન્સ અને લોન્ચની તારીખ વિશે જાણવા મળશે.

Redmi 12C કિંમત, લોન્ચ તારીખ અને ફીચર્સ
ચીનની સ્માર્ટફોન કંપની Redmi ભારતમાં વધુ એક બજેટ સ્માર્ટફોન રજૂ કરવા જઈ રહી છે. આ અપકમિંગ મોડલનું નામ Redmi 12Cછે, જે ભારતની બહારના ઘણા બજારોમાં પહેલાથી જ રજૂ કરવામાં આવ્યું છે. હવે તે ભારતમાં 30 માર્ચના રોજ Note 12 સિરીઝ સાથેલોન્ચ થવા જઈ રહી છે.
રેડમીના આ નવા ફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો, તેને 4GB રેમ અને 64GB સ્ટોરેજ તેમજ 6GB રેમ અને 128 GB સ્ટોરેજસાથે લોન્ચ કરી શકાય છે. આ ફોન 5 GB વિસ્તૃત રેમ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવશે. આમાં તમને ચાર કલર ઓપ્શન મળશે. જેમાંબ્લુ, બ્લેક, પર્પલ અને ગ્રીનનો સમાવેશ થાય છે.

Redmi 12Cની શરૂઆતની કિંમત
Redmi 12C ફોન 50 MP પ્રાથમિક કેમેરા અને 5 MP ફ્રન્ટ કેમેરા સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે. આમાં તમને5000mAhની પાવરફુલ બેટરી પણ મળશે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કંપનીએ આ સ્માર્ટફોનને ચીનમાં લગભગ 8,400 રૂપિયાનીપ્રારંભિક કિંમતે લોન્ચ કર્યો છે. આ જોતાં, એવી ધારણા છે કે, ભારતમાં Redmi 12Cની શરૂઆતની કિંમત 10,000 રૂપિયાથી ઓછી હોયશકે છે.

Moto G13 કિંમત અને ભારતમાં લોન્ચ તારીખ
મોટોરોલા ભારતીય બજારમાં સસ્તો અને સસ્તો સ્માર્ટફોન Moto G13 લોન્ચ કરવા જઈ રહી છે. તેને દેશમાં 29 માર્ચના રોજ લોન્ચકરવામાં આવશે. જોકે, Moto G13 સ્માર્ટફોનને જાન્યુઆરીમાં જ વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ આવનાર ફોન બે કલરઓપ્શન મેટ ચારકોલ અને બ્લુ લવંડરમાં ઉપલબ્ધ થશે.

Moto G13ની શરૂઆતની કિંમત
આ સિવાય કેમેરાની વાત કરીએ તો આ બજેટ ફોનમાં ટ્રિપલ-રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને8MP સેલ્ફી કેમેરો મળશે. Motorolaના નવા ફોન Moto G13માં 5000mAh બેટરી હશે.
Moto G13માં 4GB રેમ અને 128GB સ્ટોરેજ મળશે. Moto G13 સ્માર્ટફોન MediaTek Helio G85 પ્રોસેસરથી સજ્જ છે. Moto G13ની શરૂઆતની કિંમત 16,090 રૂપિયા હોવાની આશા છે.












Click it and Unblock the Notifications
