Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Oppo Find N2 Flip : 15 ફેબ્રુઆરીએ ઓપોનો ફોલ્ડ ફોન થશે લોન્ચ, જાણો ફિચર્સ

Oppo Find N2 Flip 15 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થશે. આ કંપનીનો ફોલ્ડેબલ ફોન છે. આ અહેવાલમાં આપણે Oppo Find N2 Flipની વિશેષતા અને ફીચર્સ વિશે જાણીશું.

Oppo Find N2 Flip : વર્તમાન સમયામાં ફોલ્ડ ફોનની માંગ વધી રહી છે. આવામાં ઘણી મોબાઇલ કંપનીઓ ફોલ્ડ ફોન લોન્ચ કરી રહી છે. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ Oppo Find N2 Flip લોન્ચ થવા જઇ રહ્યો છે. જેમાં 6.8 ઇંચની પ્રાઇમરી ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે અને 3.62 ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવશે.

Oppo Find N2 Flip

Oppo Find N2 Flip

ઓપ્પોએ તાજેતરમાં એક ટ્વીટમાં જાહેરાત કરી હતી કે, Oppo Find N2 Flip નું વૈશ્વિક લોન્ચ 15 ફેબ્રુઆરીના રોજ થશે. કંપનીએ તેની વૈશ્વિક કિંમત વિશે કંઈ જણાવ્યું નથી. તાજેતરના અહેવાલ મુજબ, ફોન 8 GB RAM અને 256 GB સ્ટોરેજ મોડલ સાથે આવી શકે છે.

Oppo Find N2 Flip ની કિંમત EUR 1200 એટલે કે લગભગ 1,07,000 રૂપિયા હોય શકે છે. તે એસ્ટ્રલ બ્લેક અને મૂનલીટ પર્પલ કલરમાં ઓફર કરી શકાય છે. Oppo Find N2 Flip ની લોન્ચ ઇવેન્ટનું લાઇવસ્ટ્રીમ કંપનીના ઓફિશિયલ YouTube પેજ પર જોઈ શકાય છે.

Oppo Find N2 Flip ના ફીચર્સ

Oppo Find N2 Flip ના ફીચર્સ

Oppo Find N2 Flip સ્માર્ટફોન ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે. તેમાં એન્ડ્રોઇડ 13 આપવામાં આવશે, જે ColorOS 13.0 પર આધારિત હશે. તેમાં 1080 x 2520 ના પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.8 ઇંચ પ્રાઇમરી ફુલ HD પ્લસ AMOLED ડિસ્પ્લે હશે. તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. તેમાં 60 Hz રિફ્રેશ રેટ સાથે 3.62 ઇંચનું કવર ડિસ્પ્લે પણ છે.

8 MP અલ્ટ્રા-વાઇડ લેન્સ મળશે

8 MP અલ્ટ્રા-વાઇડ લેન્સ મળશે

Oppo Find N2 Flip એ Mali-G710 MC10 GPU સાથે MediaTek Dimensity 9000 પ્લસ પ્રોસેસરથી સજ્જ છે. તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

આમાં 50 મેગાપિક્સલનો મેઇન સેન્સર અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સનો સમાવેશ થાય છે. તેના ફોલ્ડિંગ ડિસ્પ્લેની ઉપર 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે.

Oppo Find N2 Flip 44 W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4300 mAh ડ્યુઅલ સેલ બેટરી પેક કરે છે. તેમાંસાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ સાથે ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X