POCO C51 Price : 5 હજાર કરતા પણ ઓછી કિંમતે મળશે 7 GB અને 5000mAh વાળો સ્માર્ટફોન
POCO C51 Price: જો તમે એવો સ્માર્ટફોનની શોધમાં છો, જે બજેટમાં પણ આવે અને તેમાં સારા ફીચર પણ આવે. આ સાથે તેઓ ઇચ્છે છે કે, તેમને તગડી રેમ, મોટી બેટરી અને સારો કેમેરો પણ શોધે છે. આવામાં POCO C51 તમારા માટે સારી ચોઇસ બની શકે છે.
POCO C51 ફોન ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. ફોનમાં તમને 7GB રેમ સાથે 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ સિવાય આ ફોન પર ઘણી બેંક ઓફર્સ આપવામાં આવી રહી છે.

POCO C51 ફોન પર ડીલ્સ ઉપલબ્ધ - POCO C51 ફોન ભારતમાં થોડા મહિના પહેલા લોન્ચ થયો હતો. કિંમતની વાત કરીએ, તો 4GB રેમ અને 64GB સ્ટોરેજની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોનને ફ્લિપકાર્ટ પર 5,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે.
ઑફર્સની વાત કરીએ તો આ ફોન પર તમને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે Flipkart Axis Bank કાર્ડ છે, તો તમે આ ફોન પર 5 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
POCO C51 ફોન પર એક્સચેન્જ ઑફર - જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે, તો તમે તેને એક્સચેન્જ કરીને આ ફોનની કિંમત વધુ ઘટાડી શકો છો. ફ્લિપકાર્ટ પર લિસ્ટેડ આ ફોન પર 5,450 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે, જો તમારી પાસે જૂનો
ફોન છે, તો તમે તેને એક્સચેન્જ કરી શકો છો અને આ નવો ફોન 1,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.
Poco C51 ના ફીચર્સ
- Poco C51 માં 6.52-ઇંચ HD+ (720 x 1,600 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે
- Poco C51 ઓક્ટા-કોર MediaTek Helio G36 SoC પ્રોસેસરથી સજ્જ છે
- Poco C51 સ્માર્ટફોનમાં 4GB રેમ છે
- આ સિવાય ફોનમાં 3GB વર્ચ્યુઅલ રેમ ફીચર પણ આપવામાં આવ્યું છે
- Poco C51 માં 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ પણ છે, જેને માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને 1TB સુધી વધારી શકાય છે
- ફોનમાં બાયોમેટ્રિક્સ માટે એક્સીલેરોમીટર અને પાછળના ભાગમાં માઉન્ટ થયેલા ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે
- Poco C51માં 5,000mAh બેટરી છે












Click it and Unblock the Notifications
