For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Smartphone Under 12000 : આ સ્માર્ટફોન્સ જોરદાર ફીચર્સ સાથે છે બજેટ ફ્રેન્ડલી, જાણો લીસ્ટ

|
Google Oneindia Gujarati News

Smartphone Under 12000 : વર્તમાન સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે જરૂરિયાત બની ગઇ હોય તેમ જણાઇ રહ્યું છે. આવામાં માર્કેટમાં ઘણા સ્માર્ટફોન છે, જેમાંથી કોઇ એક પસંદ કરવો અઘરો વિષય બની જાય છે. આ સાથે સારા સ્માર્ટફોનની કિંમત પણ વધુ હોય છે.

આવામાં ઓછું બજેટ ધરાવતા લોકોને ફીચર્સ સાથે બાંધછોડ કરવી પડે છે. આવામાં એવા ઘણા સ્માર્ટફોન્સ છે, જે ઓછા બજેટમાં ઘણા ફીચર્સ આપે છે.

Smartphone

જો તમે પણ આ વિશે વિચારતા હોવ તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. આ અહેવાલમાં અમે તમારા માટે એવા સ્માર્ટફોનની યાદી લાવ્યા છીએ, જે ઓછી કિંમત ઝડપી ચાર્જિંગ અને મોટી બેટરી જેવી સુવિધાઓથી સભર છે.

Tecno Pova 3

પાવરફુલ બેટરી માટે, તમે ઈલેક્ટ્રોનિક કંપની ટેક્નોનું Tecno Pova 3 ડિવાઈસ ચેક કરી શકો છો. આ સ્માર્ટફોનમાં 7000 mAhની મોટી બેટરી ઉપલબ્ધ છે.

કંપનીનું આ ઉપકરણ 4 જીબી રેમ અને 6 જીબી રેમ વિકલ્પો સાથે આવે છે. જો બજેટ ઓછું હોય તો તમે Tecno Pova 3 ના 4 જીબી રેમ અને 64 જીબી વેરિએન્ટ ખરીદી શકો છો. ફોન MediaTek Helio G88 પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 50MP પ્રાથમિક કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે.

Vivo T1X

ઓછા બજેટમાં મોટી બેટરી માટે તમે ઈલેક્ટ્રોનિક કંપની Vivo પર પણ વિશ્વાસ કરી શકો છો. કંપનીનું vivo T1X ઉપકરણ 5000 mAh બેટરી સાથે આવે છે. Vivo T1X ઉપકરણ 4GB RAM અને 6GB RAM વિકલ્પો સાથે આવે છે.

જો બજેટ ઓછું હોય તો તમે Vivo T1X ના 4 GB રેમ અને 64 GB વેરિયન્ટ ખરીદી શકો છો. ફોન Qualcomm Snapdragon 680 પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે.

Samsung Galaxy M04

Samsung Galaxy તમને ઓછી કિંમતમાં મજબૂત ફીચર્સ માટે પણ ખુશ કરી શકે છે. કંપનીનું Samsung Galaxy M04 ડિવાઇસ 12 હજાર કરતા ઓછા બજેટમાં આવે છે. કંપનીનું Samsung Galaxy M04 ઉપકરણ 5000 mAh બેટરી સાથે આવે છે.

Samsung Galaxy M04 ઉપકરણ 4 GB રેમ વિકલ્પ સાથે આવે છે. તમે Samsung Galaxy M04 ના 4 GB રેમ અને 128 GB વેરિયન્ટ ખરીદી શકો છો. ફોન MediaTek Helio P35 Octa Core પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 13MP પ્રાઇમરી કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા છે.

OPPO A15s

જો તમારું બજેટ 12 હજાર રૂપિયા છે, તો ઇલેક્ટ્રોનિક કંપની Oppo પણ તમારા માટે એક વિકલ્પ બની શકે છે. કંપનીનું OPPO A15s ડિવાઇસ ઓછી કિંમતે પાવરફુલ ફીચર્સ સાથે આવે છે. ફોન 4230 mAh બેટરી સાથે આવે છે. ઉપકરણ 4GB રેમ વિકલ્પ સાથે આવે છે.

તમે OPPO A15s ના 4 GB રેમ અને 128 GB વેરિઅન્ટ ખરીદી શકો છો. ફોન Mediatek Helio P35 ઓક્ટા કોર પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 13MP પ્રાઇમરી કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે.

English summary
Smartphone Under 12000 : know the list of budget friendly smartphones are with great features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X