Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Smartphone Under 25000 : આ છે ટોપ 5 બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, જાણો ફીચર

Smartphone Under 25000 : સ્માર્ટફોન કંપનીઓ હવે 10થી 20 હજાર બાદ હવે 25 હજારના બજેટ સેગ્મેન્ટ પર ધ્યાન આપી રહી છે. આ અઠવાડિયામાં બે સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જે 25 હજારની કિંમતમાં આવે છે. મોટોરોલાના પોતાના નવો ફોન Moto Edge 40 Neo 5G ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે, આ સાથે વીવોએ પણ Vivo T2 Pro પણ લોન્ચ કર્યો છે.

આવી સ્થિતિમાં જો તમારું બજેટ 25 હજાર રૂપિયાથી ઓછું છે અને તમે સ્ટ્રોંગ કેમેરા, ડિસ્પ્લે અને બેટરી ક્ષમતાવાળા ફોન શોધી રહ્યા છો, તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. આ અહેવાલમાં અમે તમને ટોપ-5 સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ.

Smartphone Under 25000

iQOO Z7 Pro 5G - iQOO Z7 Pro માં MediaTek ડાયમેન્શન 7200 5G પ્રોસેસર, 6.78 ઇંચ ફુલએચડી + કર્વ્ડ AMOLED ડિસ્પ્લે, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ છે. ફોન 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સુધી સપોર્ટ કરે છે.

iQOO Z7 Pro 5G માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 64-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા, 2-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. iQOO Z7 Pro માં 4600mAh બેટરી છે, અને 66W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે.

Realme 11 Pro 5G - 100 મેગાપિક્સલ કેમેરા, મીડિયાટેક ડાયમેન્શન 7050 પ્રોસેસર, 67 વોટ ફાસ્ટ ચાર્જિંગ અને કર્વ ડિસ્પ્લે જેવા Realme 11 Pro સાથે ઘણી સારી વિશિષ્ટતાઓ ઉપલબ્ધ છે.

Realme 11 Pro ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, ડોલ્બી એટમોસ અને સ્ટીરિયો સ્પીકર્સ સાથે 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે. આની સાથે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સુધી સપોર્ટ મળે છે.

Poco X5 Pro 5G - આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયેલ Poco X5 Pro પણ ઓછી કિંમતે સારો વિકલ્પ છે. આ સાથે, 120Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોનમાં સ્નેપડ્રેગન 778 પ્રોસેસર, 8 GB LPDDR4x રેમ અને 256 GB UFS 2.2 સ્ટોરેજ સુધી છે.

કેમેરા વિશે વાત કરીએ તો, Poco X5 Pro માં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. ફોન 5,000 mAh બેટરી અને 67 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Vivo T2 Pro 5G - Vivo T2 Pro 5G ફોન હાલમાં જ રજૂ કરવામાં આવ્યો છે. Vivo T2 Pro 5Gમાં 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે છે. તેમાં MediaTek Dimension 7200 પ્રોસેસર અને Android 13 OS છે. ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે.

Vivo T2 Pro 5G માં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ સાથે 64-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરો, સેકન્ડરી 2-મેગાપિક્સલનો સેન્સર અને સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો કેમેરો છે. ફોનમાં 4,600 mAh બેટરી છે અને 66 W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે.

Moto Edge 40 Neo 5G - Moto ના નવા ફોનમાં MediaTek Dimensity 7030 પ્રોસેસર, 12 GB રેમ, 256 GB સ્ટોરેજ અને 5G કનેક્ટિવિટી છે. ફોનમાં 144Hz રિફ્રેશ રેટ સાથે 6.55 ઇંચની ફુલ HD પ્લસ poLED ડિસ્પ્લે છે.

Moto Edge 40 Neoમાં 5,000 mAh બેટરી છે અને 68W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે. તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો છે. ફોનમાં પાણી અને ધૂળ પ્રતિરોધક માટે IP68 રેટિંગ પણ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X