Spam Calls : Spam Calls થી જલ્દી રાહત મળશે, મોટી એક્શનની તૈયારીમાં TRAI
તમારા ફોનમાં આવતા બીનજરૂરી કોલ્સથી તમે સતત પરેશાન થઈ થઈ રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. TRAI એ આ મુદ્દે મોટી એક્શનની તૈયારી કરી છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરમેન અનિલ કુમાર લાહોટી અનુસાર, ટેલિકોમ રેગ્યુલેટર સ્પામ કોલ્સને રોકવા માટે નિયમોની સમીક્ષા કરશે અને તેને મજબૂત બનાવશે.

તેમણે કહ્યું કે, સ્પામ કોલ પર કાર્યવાહી ટ્રાઈના એજન્ડામાં ટોચ પર છે. અનધિકૃત ટેલીમાર્કેટિંગ કંપનીઓના અનિચ્છનીય સંદેશાવ્યવહાર વિશે ગ્રાહકોની વધતી જતી ફરિયાદોને કારણે આ મુદ્દા પર કડક વલણ અપનાવાઈ રહ્યું છે.
તેમણે બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમ (BIF) દ્વારા આયોજિત ઈન્ડિયા સેટકોમ-2024 માં આ વાત કરી અને કહ્યું કે, અમે સ્પામ કૉલ્સ પર સેવા પ્રદાતાઓ સાથે વાતચીત કરી છે અને આ અમારી આગામી પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું કે, અમે ગંભીરતાથી કામ કરીશું. સ્પામ અથવા સ્પામ કૉલના મુદ્દા પર તપાસ કડક કરવા માટે અમે હાલના નિયમોમાં લોકો દ્વારા મળેલી કોઈપણ છટકબારીઓને દુર કરીશું.
TRAI એ મંગળવારે એક બેઠક યોજી સેવા પ્રદાતાઓ અને તેમના ટેલીમાર્કેટર્સને વૉઇસ કૉલ્સનો ઉપયોગ કરીને સામૂહિક સંદેશાવ્યવહારને રોકવા માટે અસરકારક પગલાં લેવા માટે મજબૂત સંદેશ આપ્યો.
ઓળખ માટેના ટેકનિકલ સોલ્યુશન્સનો અમલ કરીને અને 10 અંકના નંબરનો ઉપયોગ કરીને એન્ટરપ્રાઇઝ દ્વારા ગ્રાહકોને મલ્ટીપલ કૉલ્સ અટકાવીને તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કોલ દ્વારા છેતરપિંડી અને કૌભાંડોની વધતી જતી ઘટનાઓ અને તેમની સામે લેવાયેલી કાર્યવાહી અંગે લાહોટીએ જણાવ્યું કે નિયમનકારોની સંયુક્ત સમિતિ આ મુદ્દાને ઉકેલવા માટે સામૂહિક રીતે કામ કરી રહી છે.
TRAI સેટેલાઇટ આધારિત ટેલિકોમ સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી માટે નિયમો, શરતો અને અન્ય પદ્ધતિઓ નક્કી કરવા માટે એક મહિનામાં પરામર્શ પ્રક્રિયા શરૂ કરશે. લાહોટીએ જણાવ્યું કે, ભારતનું સેટેલાઇટ કોમ્યુનિકેશન સેક્ટર બુમિંગ છે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.












Click it and Unblock the Notifications
