• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દ્રષ્ટિહીનો માટેની વૉચ 'The Bradley' યુથની ફેવરિટ કેમ?

|

16 એપ્રિલ, 2014 : સિનેમા હોલમાં ચાલુ ફિલ્મે તમારા સ્માર્ટફોનને ચાલુ કર્યા વિના સમય જાણવા મળે તો? તમારા ક્લાયન્ટ કે બોસ સાથેની અગત્યની મીટિંગમાં ઘડિયાળમાં નીચું જોઇને સમય જોયા સિવાય સમયનો ખ્યાલ આવે તો? જી હા, આવી ઘડિયાળ હવે તૈયાર થઇ ગઇ છે જે તમને સમયનું મહત્વ સમજાવશે. જી હા આવી ઘડિયાળનું નામ છે 'ધ બ્રેડલી'. વાસ્તવમાં આ ઘડિયાળ દ્રષ્ટિહીન લોકો માટે બનાવવામાં આવી છે, પણ તે જોઇ શકતા લોકોમાં અનેક કારણોથી ભારે લોકપ્રિય બની રહી છે.

'ધ બ્રેડલી'ને ક્રિસ સ્ટોકેલ વૉકરે તૈયાર કરી છે. આ ઘડિયાળને સર્વશ્રેષ્ઠ ડિઝાઇન કોમ્પિટિશનમાં નામાંકન મળ્યું છે. લંડન ડિજાઇન મ્યુઝિયમની વાર્ષિક સ્પર્ધામાં આ ધડિયાળને સામેલ કરવામાં આવી છે. આ સ્પર્ધામાં 76 વિવિધ ડિઝાઇન્સ પૈકી ધ બ્રેડલીને ઘણી સરાહના મળી છે. આ સ્પર્ધામાં નોમિનેશન મળતા જ યુરોપના ઘડિયાળ વિક્રેતાઓ તરફથી તેમને ઓફર મળવા લાગ્યા છે.

આ ઘડિયાળ અને તેની ડિઝાઇનમાં એવું તે શું છે કે લોકો આકર્ષાઇ રહ્યા છે તે અંગે આગળ વાંચો...

ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવી

ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવી

આ ઘડિયાળને ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવવામાં આવી છે. કારણ કે તેને કાટ લાગતો નથી. તેની સફાઇ પણ સરળતાથી કરી શકાય છે. સાથે તે જોવામાં આકર્ષક અને સોબર લાગે છે.

ઘડિયાળની વિશિષ્ટતા

ઘડિયાળની વિશિષ્ટતા

આ ઘડિયાળમાં કોઇ કાંટા નથી. કાંટાની જગ્યાએ આ ઘડિયાળમાં બે બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક બોલ બેરિંગ કલાક દર્શાવે છે અને બીજો મીનિટ દર્શાવે છે. તેના દ્વારા સમય જાણી શકાય છે.

દ્રષ્ટિહીન મિત્ર માટે બનાવી

દ્રષ્ટિહીન મિત્ર માટે બનાવી

આ ઘડિયાળના ડિઝાઇનર ક્રિસ સ્ટોકેલ વૉકરે જણાવ્યું કે આ ઘડિયાળ તેમણે તેમના અંધ મિત્ર ડિઝાઇનર હ્યૂંગ્સૂના ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવી છે. આ અંગેનો વિચાર 2011 દરમિયાન મૈસાચુએટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતા સમયે આવ્યો હતો.

માર્કેટમાં દ્રષ્ટિહીનો માટે ઘડિયાળ છે જ પણ...

માર્કેટમાં દ્રષ્ટિહીનો માટે ઘડિયાળ છે જ પણ...

માર્કેટમાં માર્કેટમાં દ્રષ્ટિહીનો માટે ઘડિયાળ ઉપલબ્ધ છે જ. તે કવર દૂર કરીને સ્પર્શ દ્વારા સમય જાણવાનું અથવા બોલીને સમય દર્શાવે છે. જો કે ઘોંઘાટવાળા વાતાવરણમાં સમય જાણવો દ્રષ્ટિહીનો માટે મુશ્કેલ બને છે. આ કારણે તેઓ અસુરક્ષિત અનુભવે છે.

દ્રષ્ટિહીનો પણ ફેશનેબલ હોય

દ્રષ્ટિહીનો પણ ફેશનેબલ હોય

સામાન્ય ખ્યાલ છે કે ફેશન માત્ર દ્રષ્ટિવાળાને જ ગમતી હોય છે. વાસ્તવમાં એવું નથી. દ્રષ્ટિહીનો પણ ફેશનેબલ હોય છે. જેના કારણે તેમની ઘડિયાળ પણ ફેશનેબલ હોય એ જરૂરી છે.

કેવી રીતે તૈયાર થઇ 'ધ બ્રેડલી'

કેવી રીતે તૈયાર થઇ 'ધ બ્રેડલી'

'ધ બ્રેડલી'ને તૈયાર કરવા માટે કિમે એન્જિનીયર્સની એક ટીમ બનાવી હતી. શરૂઆતમાં બ્રેઇલ લિપિવાળી ઘડિયાળનો નમૂનો તૈયાર કર્યો. ત્યારે લોકો નિરાશ થયા. અમે જાણ્યું કે દ્રષ્ટિહીનોમાંથી માત્ર 10 ટકા જ બ્રેઇલ લિપી જાણે છે.

25થી વધુ ડિઝાઇન્સ તૈયાર કરવામાં આવી

25થી વધુ ડિઝાઇન્સ તૈયાર કરવામાં આવી

દ્રષ્ટિહીનો માટે ફેશનેબલ ઘડિયાળ તૈયાર કરવા જુદી જુદી 25 ડિઝાઇન્સ પર કામ કરવામાં આવ્યું. આ ડિઝાઇન્સના પરીક્ષણ દ્રષ્ટિહીનો પર કરવામાં આવ્યા. છેવટે બોલ બેરિંગવાળી ઘડિયાળની ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી.

ઘડિયાળને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડના અધિકારીનું નામ

ઘડિયાળને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડના અધિકારીનું નામ

આ ઘડિયાળને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડના અધિકારીનું નામ અપાયું છે. સપ્ટેમ્બર 2011માં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડના અધિકારી લેફ્ટનન્ટ બ્રેડલી સ્નાઇડર અફગાનિસ્તાનમાં ઘાયલ થયા અને દ્રષ્ટિહીન બન્યા. આમ છતાં ઓગસ્ટ 2012માં લંડન પેરા ઓલિમ્પિકમાં બ્રેડલીએ બે સુવર્ણ પદક જીતતા તેમનું નામ આ ઘડિયાળને આપવાનો નિર્ણય લેવાયો.

3681 લોકોએ આર્થિક મદદ કરી

3681 લોકોએ આર્થિક મદદ કરી

આ ઘડિયાળના નિર્માણ માટે ક્રાઉડ ફંડિંગ વેબસાઇટ કિકસ્ટાર્ટરે જુલાઇ 2013માં 65 દેશોના 3681 લોકો પાસેથી 5,94,602 ડોલરની આર્થિક મદદ એકઠી કરી હતી.

મે 2014માં ઉપલબ્ધ થશે

મે 2014માં ઉપલબ્ધ થશે

'ધ બ્રેડલી' મે 2014માં અમેરિકા, બ્રિટન અને યુરોપમાં ઉપલબ્ધ કરાવાશે. ત્યાર બાદ વિશ્વના અન્ય દેશોમાં ઉપલબ્ધ કરાવાશે.

એડવાન્સ બુકિંગ

એડવાન્સ બુકિંગ

આ ઘડિયાળ માટે 1000 જેટલા લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. જેંમાંથી માત્ર 2 ટકા જ દ્રષ્ટિહીન છે.

English summary
Wouldn’t it be great if you could check the time in a dark movie theater without having to illuminate your smartphone? What about not having to look down at your watch to check the time during a drawn-out client lunch?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more