Stargate Project : શું છે ટ્રમ્પનો સ્ટારગેટ પ્રોજેક્ટ? જાણો કેમ દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે?
Stargate Project : અમેરિકાના પ્રેસિડેન્ટ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં છે. ટ્ર્મ્પના આગમન સાથે અમેરિકામાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યાં છે.
આ ક્રમમાં જ ડોનાલ્ડ ટ્રમ્પનો એક ખાસ પ્રોજેક્ટ દુનિયાભરમાં ચર્ચામાં છે. હકિકતમાં આ પ્રોજેક્ટ ચેટ જીપીટી બનાવનારી ઓપન એઆઈનો છે.

સમાચારો અનુસાર, સ્ટારગેટ નામની એક નવી કંપની શરૂ થવા જઈ રહી છે, જેમાં આગામી 4 વર્ષમાં US 500 બિલિયન ડોલરનું રોકાણ કરાશે. આ જાહેરાત ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. ભારતીય રૂપિયામાં આ રકમ 43 લાખ કરોડ રૂપિયા થાય છે.
ત્રણ મોટી અમેરિકન કંપનીઓના સીઈઓની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તે એક નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ સ્ટારગેટ હશે. આ કંપનીનો ઉદ્દેશ્ય અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.
સ્ટારગેટ પ્રોજેક્ટમાં 100 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ માળખાગત સુવિધા AI માં અમેરિકાનું નેતૃત્વ સુરક્ષિત કરશે અને હજારો નોકરીઓનું સર્જન થશે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્રને પણ ઘણા લાભ થશે.
સ્ટારગેટ પ્રોજેક્ટ માત્ર અમેરિકામાં પુનઃઔદ્યોગિકીકરણને ટેકો આપશે એટલુ જ નહીં પરંતુ અમેરિકા અને તેના સાથી દેશોને વ્યૂહાત્મક સુરક્ષા પણ પૂરી પાડશે. આ પ્રોજેક્ટથી અમેરિકાને ઘણી અપેક્ષાઓ છે.
સ્ટારગેટ પ્રોજેક્ટમાં શરૂઆતના રોકાણકારોમાં સોફ્ટબેંક, ઓપનએઆઈ, ઓરેકલ અને એમજીએક્સનો સમાવેશ થાય છે. સોફ્ટબેંક અને ઓપનએઆઈ સ્ટારગેટમાં સૌથી મોટા પાર્ટનર છે. જ્યારે સોફ્ટબેંક પાસે નાણાકીય જવાબદારીઓ છે તો ઓપનએઆઈ પાસે તેને ચલાવવાની જવાબદારી છે.
સોફ્ટબેંકના સીઈઓ માસાયોશી સન સ્ટારગેટ પ્રોજેક્ટના ચેરમેનનું પદ સંભાળશે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ, NVIDIA, ઓરેકલ અને ઓપનએઆઈ તેના પ્રારંભિક ટેકનોલોજી પાર્ટનર હશે.












Click it and Unblock the Notifications
