આ રહ્યાં વિશ્વના સૌથી મોંઘા હેડફોન
જો તમે મ્યૂઝિક લવર છો તો સ્વાભાવિક છે કે તમારી પાસે એક સારા હેડફોન તો હશે, પરંતુ એવા હેડફોન જેની કિંમત એક મોટરસાઇકલ કરતા પણ વધારે હોય તો. જીહાં, મિત્રો અમે તમારી માટે આવા જ કેટલાક હેડફોન લઇને આવ્યા છીએ, જેની કિંમત એક લાખ રૂપિયા સુધીની છે.
આ હેડફોન માત્ર પોતાની મ્યૂઝિક ક્વોલિટી માટે જ જાણીતા નથી પરંતુ બ્રાન્ડ નેમના કારણે પણ તેની કિંમત ઘણી વધારે છે. જો કે, સાધારણ માણસ ભલે આ ખરીદવા માટે અસમર્થ હોય પરંતુ પૈસાદાર માનવી આવા હેડફોનને વધારે પસંદ કરે છે. તો ચાલો જોઇએ, મોંઘા હેડફોનની યાદીમાં ક્યા ક્યા અને કઇ-કઇ કંપનીના હેડફોન આવે છે. તસવીરોના માધ્યમથી નિહાળીએ આવા મોંઘાદાટ હેડફોન.

બાવર્ર એન્ડ વિલકિન પી 3 હેડફોન
કિંમત- 11000 રૂપિયા
પોર્ટેબલ અને સહેલાયથી ફોલ્ડેબલ ડિઝાઇન વાળા બાવર્ર એન્ડ વિલકિન હેડફોનમા મિનિમાઇઝ ડિસ્ટાર્શન અને શાનદાર અવાજ ક્વોલિટી આપવામાં આવી છે, આ ઉપરાંત તેની બાસ ક્વોલિટી પણ સારી છે. હેડફોનમાં ગરમીને સહન કરી શકે તેવા ઇયરપેડ આપવામાં આવ્યા છે. જેનાથી તમારા કાન દુખશે નહી અને તમે સહેલાયથી લાંબા સમય સુધી મ્યૂઝિકનો આણંદ માણી શકો છો.

કલરવેયર બીટ્સ શેડ હેડફોન
કિંમત -66.5 હજાર
કલરવેયર બીટ્સની લીમીટેડ એડિશન માર્કેટમાં બહાર પાડવામાં આવી હતી, જેમાં તમે વિપુલ પ્રમાણમાં મિક્સ કલર ઓપ્શન વાળા હેડફોન ખરીદી શકો છો. આ હેડફોનને તમે તમારી પસંદથી કસ્ટમાઇઝ્ડ કરી શકો છો.

બ્લોપંક્ટ
કિંમત- 14,990
ફેશનેબલ અને મલ્ટીપલ કલર ઓપ્શન સાથે બ્લોપંક્ટમાં ઘણા રંગોના ઇયર કુશન આપવામાં આવ્યા છે. આ ઉપરંત યૂનિક લાઇવ સાઉન્ડ એક્સપીરીયન્સ અને શેર ટૂ મ્યૂઝિક ફીચરની મદદથી તમે તમારી પસંદનું મ્યૂઝિક શેર પણ કરી શકો છો.

હબલોટ ઇન્સપાયર બાય મોનેસ્ટર
કિંમત- 1.2 લાખ રૂપિયા
હબલોટ હેડફોનમાં નોઇસ કેન્સિલેશન સાથે બ્લ્યુટૂથના ફીચર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમે ડાયરેક્ટ યુએસબીથી પણ ઓડિયો પ્લગઇન કરી શકો છો.

ફ્રેન્ડ ટેલર હેડફોન
કિંમત 11000
ફ્લેશી લુક અને ગોલ્ડ મેટલ બોડી વોલ ફ્રેન્ડ ટેલર હેડફોનમાં લેધરની ફિનિશિંગ આપવામાં આવી છે, ફીચર્સની વાત કરવામાં આવે તો માઇકની સાથે ફોમ ઇયર કુશન લાગેલા છે, જેનાથી તમે મોડે સુધી મ્યૂઝિકની મજા લઇ શકો છો.

યોરબડ્સ ફોક્સ ઇયરફોન
કિંમત- 5500
જો તમે જોગિંગ અને એક્સરસાઇઝના સમયે મ્યૂઝિકની મજા લેવા માગો છો તો યોરબડ્સ ફોકસ હેડફોન તમને પસંદ પડશે, કારણ કે તેમાં પરસેવોની સાથે વોટર રજિસ્ટેન્ટ ફીચર આપવામાં આવ્યા છે.

તુમી હેડફોન પાય મોનેસ્ટર
કિંમત- 28 હજાર
તુમી હેડફોન ખાસ એ લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જે હાઇપરફોર્મન્સની સાથે શાનદાર ક્વોલિટી સાઉન્ડ ઇચ્છે છે.












Click it and Unblock the Notifications
