For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેટ ન્યૂટ્રેલિટી શું છે, તેને બચાવવું શા માટે જરૂરી છે?

|
Google Oneindia Gujarati News

નેટ ન્યૂટ્રેલિટીને લઇને સરકારની ઉપર દબાણ વધતું જઇ રહ્યું છે, ભારતમાં ઓનલાઇન તેને લઇને ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. એઆઇબીએ તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને શાહરુખ ખાનથી લઇને ઘણા રાજનેતાઓએ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે.

શું છે નેટ ન્યૂટ્રેલિટી
નેટ ન્યૂટ્રેલિટી એક પ્રકારે સમાનતાનો અધિકાર છે, જે ઈંટરનેટનો ઉપયોગ કરતા તમામ લોકો માટે એક સમાન હોવો જોઇએ. એટલે કે ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરફથી આપવામાં આવતી સર્વિસ તમામ ગ્રાહકો માટે સમાન હોય.

જો આપ ઈંટરનેટ રિચાર્જ કરાવતા હોવ તો ઈંટરનેટ સાથે સંકળાયેલ તમામ સર્વિસ સમાન રીતે મળે નહીં કે ફેસબુક માટે અલગ રિચાર્જ અને વોટ્સએપ માટે અલગ રિચાર્જ. ટેલિકોમ કંપનીઓ તેના સખત વિરોધમાં છે અને દરેક સર્વિસ માટે અલગથી રૂપિયા નહીં લઇ શકે.

ટેલિકોમ કંપનીઓ શા માટે નથી ઇચ્છતી ન્યૂટ્રેલિટી
થોડા વર્ષ પહેલા ટેલિકોમ કંપનીઓની કમાણીના ઘણા રસ્તાઓ હતા જેમ કે મેસેજિંગ, કોલિંગ, ઘણા ટેરિફ પેક હતા પરંતુ હવે વોટ્સએપ, વાઇબર ઉપરાંત ઘણી ઇંટરનેટ સર્વિસના કારણે કંપનીઓને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે, જેના કારણે તેમની કમાણી ઓછી થઇ ગઇ છે.

વોટ્સએપના કારણે ટેલિકોમ કંપનીઓની મેસેજિંગથી થનારી કમાણી ખૂબ જ ઓછી થઇ ગઇ છે, જ્યારે તેઓ તેમાં પોતાનો ભાગ માગે છે. આ બિલકૂલ એવું થવા જઇ રહ્યું છે કે એક જ બસ સામ સામેની સીટના અલગ અલગ રૂપિયા માંગે.

નેટ ન્યૂટ્રેલિટીના ફાયદા જુઓ વીડિયોમાં...

શું છે નેટ ન્યૂટ્રેલિટી

શું છે નેટ ન્યૂટ્રેલિટી

નેટ ન્યૂટ્રેલિટી એક પ્રકારે સમાનતાનો અધિકાર છે, જે ઈંટરનેટનો ઉપયોગ કરતા તમામ લોકો માટે એક સમાન હોવો જોઇએ. એટલે કે ઇંટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરફથી આપવામાં આવતી સર્વિસ તમામ ગ્રાહકો માટે સમાન હોય.

ટેલિકોમ કંપનીઓ શા માટે નથી ઇચ્છતી ન્યૂટ્રિલિટી

ટેલિકોમ કંપનીઓ શા માટે નથી ઇચ્છતી ન્યૂટ્રિલિટી

થોડા વર્ષ પહેલા ટેલિકોમ કંપનીઓની કમાણીના ઘણા રસ્તાઓ હતા જેમ કે મેસેજિંગ, કોલિંગ, ઘણા ટેરિફ પેક હતા પરંતુ હવે વોટ્સએપ, વાઇબર ઉપરાંત ઘણી ઇંટરનેટ સર્વિસના કારણે કંપનીઓને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે, જેના કારણે તેમની કમાણી ઓછી થઇ ગઇ છે.

ટેલિકોમ કંપનીઓની કમાણી ઓછી થઇ ગઇ

ટેલિકોમ કંપનીઓની કમાણી ઓછી થઇ ગઇ

વોટ્સએપના કારણે ટેલિકોમ કંપનીઓની મેસેજિંગથી થનારી કમાણી ખૂબ જ ઓછી થઇ ગઇ છે, જ્યારે તેઓ તેમાં પોતાનો ભાગ માગે છે. આ બિલકૂલ એવું થવા જઇ રહ્યું છે કે એક જ બસ સામ સામેની સીટના અલગ અલગ રૂપિયા માંગે.

સરકાર પણ ઇચ્છે છે નેટ ન્યૂટ્રેલિટી

સરકાર પણ ઇચ્છે છે નેટ ન્યૂટ્રેલિટી

જોકે સરકારી વિભાગોમાં વોટ્સએપથી લઇને સોશિયલ મીડિયાનો ઘણો પ્રયોગ થાય છે ખાસ કરીને નવી સરકાર ઇંટરનેટ, સોશિયલ મીડિયાને લઇને ખૂબ જ એક્ટિવ છે એવામાં તે નથી ઇચ્છતી કે કંપનીઓ એવી સર્વિસિઝ પર પોતાનો કબ્જો કરે. આનાથી કંપનીઓ મનમાંગ્યા રૂપિયા વસૂલશે.

શું નુકસાન થશે?

શું નુકસાન થશે?

1. આપે વધારે ચેટ કરવા માટે એક્સ્ટ્રા રૂપિયા ચૂકવવા પડશે.
2. દરેક સર્વિસ માટે અલગ અલગ પેક કરાવવું પડશે.
3. ઇંટરનેટ પેકની સાથે ઘણા બીજા પેક રિચાર્જ કરાવવા પડી શકે છે જેમ કે વોટ્સએપ માટે અલગ પેક, ફેસબુક માટે અલગ પેક.

નેટ ન્યૂટ્રીલિટી કેમ જરૂરી છે

નેટ ન્યૂટ્રીલિટી લેખ અને અભિયાનને સોશિયલ મીડિયા પર શેર કરો. આ અભિયાનમાં હેશટેગ માટે #NetNeutralityIndia નો ઉપયોગ કરો. નેટની તટસ્થતાની લડાઇમાં અમારી સાથે જોડાવો. આવો ટ્રાઈને ગ્રાહકોના અધિકારોની સાથે તેમની ફરજ યાદ અપાવીએ, જેઓ માત્ર નફાની ગણતરીમાં પડ્યા છે. આવો ફ્રી એકસેસની માંગણી કરીએ.

English summary
Net neutrality is an idea derived from how telephone lines have worked since the beginning of the 20th century. In case of a telephone line, you can dial any number and connect to it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X