Whatsapp new features : વોટ્સએપ પર આવી રહ્યું છે મહત્વનું સિક્યુરિટી ફિચર, હવે વીડિયો કોલમાં મળશે ફુલ પ્રાઈવર્
Whatsapp new features : WhatsApp સતત એવા નવા ફિચર અપડેટ કરીને સુવિધા વધારી રહ્યું છે જેનાથી વધુ સુરક્ષા અને સુવિધા મળી શકે. હવે વોટ્સએપ વીડિયો કોલ માટે નવા ફિચર પર કામ કરી રહ્યું છે અને જલ્દી તેને લોંચ કરશે.
હાલમાં WhatsApp પર એકસાથે 32 લોકો સાથે વીડિયો કોલ અને વન-ટુ-વન ચેટ કરી શકાય છે. આ નવા ફિચરમાં યુઝર્સને ઇનકમિંગ વીડિયો કોલ રિસીવ કરતી વખતે કેમેરા બંધ કરવાનો વિકલ્પ મળશે.

એન્ડ્રોઇડ ઓથોરિટી અનુસાર, WhatsApp એ તેનો આ વિકલ્પ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.25.7.3 માં ટેસ્ટ કર્યો છે. જ્યારે યુઝર્સને કોઈ ઇનકમિંગ વીડિયો કોલ આવશે ત્યારે તેને વીડિઓ બંધ કરવાનો વિકલ્પ મળશે. જો યુઝર્સ આ વિકલ્પ પસંદ કરશે તો કેમેરા ઓટોમેટિકલી બંધ થઈ જશે અને કૉલ ફક્ત વોઇસ કોલ તરીકે ચાલુ રહેશે.
હાલમાં કૉલ સ્વીકાર્યા પછી જ વિડીયો બંધ કરી શકાય છે. નવા અપડેટ પછી કૉલ સ્વીકારતા પહેલા જ આ વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જો યુઝર્સ પહેલાથી જ વિડીયો બંધ રાખે છે તો WhatsApp વિડીયો વગર કોસ ઉપાડવાનો વિકલ્પ પણ આપશે.
હાલમાં યુઝર્સને વીડિયો કૉલ આવે ત્યારે hatsApp આપમેળે ફ્રન્ટ કેમેરા ઓપન કરી દે છે અને સ્ક્રીન પર પ્રીવ્યૂ દેખાય છે. નવા અપડેટ દ્વારા જો અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે કેમેરા ચાલુ કર્યા વગર કૉલ રિસીવ કરી શકાશે.
આ સુવિધા યુઝર્સ માટે વધુ સુરક્ષા પ્રદાન કરશે, ખાસ કરીને અજાણ્યા નંબરોથી આવતા કૉલ્સ માટે. જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળે હોય અથવા એવી પરિસ્થિતિમાં હોય જ્યાં તે કેમેરા ચાલુ કરવા માટે અનુકૂળ ન હોય તો આ નવી સુવિધા ઉપયોગી સાબિત થઈ શકે છે.
WhatsApp હંમેશા યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા પર ધ્યાન આપે છે, અને આ નવું અપડેટ તે દિશામાં એક મહત્વનું પગલું છે.












Click it and Unblock the Notifications
