For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રિમાં બેકલેસ ચોલી પહેરતા પહેલા કરો આટલુ

|
Google Oneindia Gujarati News

નવરાત્રિની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. નવરાત્રિમાં વ્રત અને ઉપવાસ સિવાય ગરબા અને ડાંડિયાનું પણ વિશેષ મહત્વ છે. અને યુવાધન નવરાત્રિની નવે નવ રાત હિલોળે ચઢે છે. નવરાત્રિમાં યુવતીઓ અને મહિલાઓ બેકલેસ ચોલી અથવા તો બેકલેસ બ્લાઉસ પહેરતી હોય છે.

પરંતુ જો તમારી બેક સુંદર નહીં હોય તો શું તમે બેકલેસ ચોલી કે બ્લાઉઝ પહેરી શકશો? અને એટલે જ આજે અમે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યાં છીએ જેનાથી તમે તમારી બેકને વધુ સુંદર બનાવી શકો છો.

સ્કીન બ્રાઇટનિંગ

સ્કીન બ્રાઇટનિંગ

આ ટ્રીટમેન્ટની સાથે જો તેવી ટેબલેટ્સ, ઇન્જેક્શન કે પછી મેસોથૈરપી પણ લેવામાં આવે કે જેમા અસરદાર એન્ટીઓક્સીડેન્ટ મળે જેથી તમારી ત્વચાનો રંગ સાફ થઇ જાય, તો તમારી પીઠ સ્વચ્છ અને ગોરી થઇ જશે. તેને એન્ટીઓક્સીડેન્ટ ગ્લુટાથીઓન નામે ઓળખાય છે.

પાર્ટી પીલ્સ

પાર્ટી પીલ્સ

આ સૌથી જાણીતો ઉપચાર છે. જેને પાર્ટી કે સુપરપીલ્સ કહેવામાં આવે છે. તેમા કોઇપણ પ્રકારની પિલીંગ નથી હોતી. પરંતુ તેના દ્વારા શરીરમાં ચમક લાવવાનો ઉપચાર કરવામાં આવે છે. જે બ્રાઇડલ પીલની જેમ જ હોય છે. જેનાથી તમારી બેક સુંદર અને ગોરી થઇ જશે.

સ્કીન પોલીશીંગ

સ્કીન પોલીશીંગ

જો તમારે ચમકદાર અને સ્વચ્છ ત્વચા જોઇએ છે તો તમે આ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. આ ટ્રીટમેન્ટમાં લેક્ટીક કે ગ્લ્ય્કોલિક પીલનો ઉપયોગ કરવામાં આવે છે. જે તમારી ખરાબ ત્વચાને દુર કરીને ત્વચાને સાફ અને ચમકદાર બનાવી દે છે.

કેમીકલ પીલ

કેમીકલ પીલ

આ પદ્ધતિ પીગ્મન્ટેશન અને ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. TCA ત્વચાની અંદર જઇને ત્વચાને સાફ કરે છે. આ પદ્ધતિ દ્વારા ઉપરની ખરાબ ત્વચાને દૂર કરીને અંદરની નવી ત્વચાને બહાર લાવવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ માટે બે અઠવાડિયા લાગે છે. અને સારૂં પરિણામ મેળવવા માટે 6થી 8 સિટીંગ કરવામાં આવે છે.

લેઝર

લેઝર

લેઝર દ્વારા ત્વચાના ડાઘ ધબ્બા હટાવવામાં મદદ મળે છે. અને CO2 લેઝરની મદદથી તમે તમારી બેકની રૂંવાટીને પણ ઓછી કરી શકો છો.

ખર્ચ

ખર્ચ

આ ઉપચાર મોંઘા હોય છે, જેવો ડૉક્ટર તેવી તેની ફીસ હોઇ શકે છે. સ્કીન પોલીશીંગનો ખર્ચ 1000થી 3000 રૂપિયા સુધી હોય છે. જો તમે ઉંડી પીલીંગ કરાવી રહ્યાં છો તો તેનો ખર્ચ 2500થી 30,000 રૂપિયાનો થઇ શકે છે.

ઘરઘથ્થુ ઉપાય

ઘરઘથ્થુ ઉપાય

પીઠ પરથી ડેડ સ્કીનને દૂર કરવા માટે સ્કીનને લીંબુ વડે રગડી તેના પર સ્ક્રબ લગાવો. આમ કરવાથી સ્કીન સ્વચ્છ અને મુલાયમ થઇ જશે.

English summary
5 treatments to flaunt a sexy back this Navratri A celebrity cosmetic dermatologist tells us about the various beauty treatments you can opt for to get that clean looking back this Navratri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X