For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઇપરટેંશન ઓછુ કરવા માટે અપનાઓ આ સાત યોગાસન

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] ભારતીય સંસ્કૃતિમાં યોગનું ખૂબ જ મહત્વ છે. રોજીંદા જીવનમાં યોગાસનનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્યને લાભ થાય છે. 21 જૂનના રોજ આખા વિશ્વએ યોગનું મહત્વ સમજ્યું અને યોગને પોતાના જીવનમાં ઉતાર્યું.

હાઇપરટેંશનનો અર્થ હાઇ બ્લડપ્રેશરથી છે, જે આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં એક સામાન્ય બીમારી થઇ ગઇ છે. જો તમારૂ પણ બ્લડ પ્રેશર હાઇ રહેતું હોય તો આ અહીં આપવામાં આવેલા યોગાસન મુદ્રા તમારા માટે ફાયદા રૂપ નીવડશે.

જો આપ હાઇપરટેંશનને આપના શરીરમાંથી દૂર કરવા માંગતા હોવ તો અપનાઓ આ યોગાસનને...

પશ્ચિમોતાનાસન

પશ્ચિમોતાનાસન

જ્યારે તમે હાઇપરટેંશનથી પીડાતા હોવ ત્યારે તમારી ધમનિયૉં સંકોચાય જાઇ છે, જેનાથી હાર્ટએટેક એટલેકે હૃદયનો હુમલો કે પછી સ્ટોક જેવી સ્થિતી ઉદભવે છે. પશ્ચિમોત્તાનાસન જેમકે આગળ તરફ શરીર જુકાવતા આસન જેનાથી તમારી શીરાઓ લચીલી થશે અને બ્લડ પ્રેશર પણ ઓછું થશે.

શવાસન

શવાસન

શવાસનની આરામ મુદ્રાથી બ્લડ પ્રેશર અને તણાવ દુર થાય છે.

બાલાસન

બાલાસન

હાઇપરટેંશનથી ગુસ્સો આવવો અને ક્રોધ આવવો એ એક સામાન્ય બાબત છે. બાલાશન કે બાળકો જેવી મુદ્રાથી દિમાગથી તણાવ ઉત્પન્ન કરવાની બિનજરૂરી વસ્તુઓ દૂર થાય છે. જેનાથી ઝેરીલા પદાર્થ પણ શરીરમાંથી બહાર નીકળે છે જેના દ્વારા ઓછું થાય છે.

અનુલોમ-વિલોમ પ્રાણાયમ

અનુલોમ-વિલોમ પ્રાણાયમ

દિમાગને શાંતિ પ્રદાન કરવા માટે પ્રાણાયમ પણ સારી રીત છે. અનુલોમ- વિલોમ પ્રાણાયમથી ચિંતા દૂર થાય છે, હાર્ટ રેટ ઓછું થાય છે, બ્લડ પ્રેશર ઓછું થાય અને સાથે જ ઇમ્યૂન સિસ્ટમ અને એંડોક્રાઇન સિસ્ટમનું યોગ્ય સંતુલન બની રહે છે.

અધોમુખ શવાસન

અધોમુખ શવાસન

અધોમુખ શવાસન અથવા નીચેની તરફ જોનાર ડોગીની મુદ્રાથી પણ ટેંશન દૂર થાય છે અને ખભા અને પીઠ પર તણાવ ઓછું થાય છે.

સેતુબંધાસન

સેતુબંધાસન

સેતુબંધાસન અથવા પુલ મુદ્રા બનાવવાથી પણ લોહીનું સંચાર યોગ્ય થાય છે. જાગૃકતા વધે છે અને તણાવ દૂર થાય છે.

સુખાસન

સુખાસન

સુખાસનની મુદ્રામાં બેસવાથી આપના હૃદય પર વધારે ભાર નથી પડતો. આ મુદ્રા પણ હાઇપરટેંશનને દૂર કરવામાં કારગર છે. આ આસનથી શરીર અને દિમાગને શાંતિ અને આરામ મળે છે.

English summary
if your blood pressure is on the higher side, try out these yoga poses to keep it in check.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X