Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભલે મોઢામાં પાણી આવે, પરંતુ ચોમાસામાં દૂર રહો આ સ્નેક્સથી

[સ્વાસ્થ્ય] સખત ગરમી બાદ વરસાદની સિઝન હવે આવી ગઇ છે, ઘણા લોકોને વરસાદની સિઝનમાં સ્નેક્સ ખાવાનો ચસકો વધારે લાગે છે. પરંતુ આ મોનસૂન પોતાની સાથે ઘણી બિમારીઓ લઇને આવે છે, જે બહારના ખાવાથી પેદા થાય છે.

જો આપ ચાટ-પકોડા અને સમોસા ખાવાના શોખીન હોવ તો વરસાદના મોસમમાં તેને આરોગવાથી બચો. કારણ કે તેમાં ઉપયોગમાં લેવાતા બટાકા તથા પાણી ખૂબ જ દૂષિત હોય છે, જેને ખાવાથી પેટની બીમારીઓ થાય છે.

મોનસૂનમાં આપણું પેટ ખૂબ જ સંવેદનશીલ થઇ જાય છે અને યોગ્ય રીતે ભોજનને પચાવી શકતું નથી, જેના કારણે બહારનું ફાસ્ટફૂડ ખાવાથી આપણી તબિયત ખરાબ થઇ જાય છે. જો આપ મોમોઝ પણ પસંદ કરતા હોવ તો તેમાં ઉકાળેલો મેદો પાચનતંત્ર માટે નુકસાનકારક હોય છે.

મોનસૂનને હંસી-ખુશી અને સ્વસ્થ રીતે વિતાવવા માટે આપે આ ચટપટા સ્નેક્સથી દૂર રહેવું પડશે.

ભજીયા

ભજીયા

વરસાદમાં ગરમા-ગરમ ચાની સાથે ભજીયા ખાવા આખરે કોને ના ગમે. પરંતુ આ ડીપ ફ્રાઇડ ભજીયા હજમ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આ આપનું પેટ ખરાબ કરી શકે છે એટલા માટે વરસાદમાં બહારના ભજીયા ના ખાવા જોઇએ.

ચાટ

ચાટ

ચાટને પણ લોકો મજા લઇને ખાવાનું પસંદ કરતા હોય છે. ઘણા શહેરોમાં ચાટ રસ્તા પર મળતી દેખાશે. જેમાં ઊપયોગમાં લેવાતું ગંદુ પાણી, ચટણી અને બટાકા આપની તબીયત ખરાબ કરી શકે છે.

કચોરી અને સમોસા

કચોરી અને સમોસા

મોનસૂનમાં આને કોઇ કેવી રીતે ભુલાવી શકે. પરંતુ તેની અંદર ભરવામાં આવતી સામગ્રીને આરોગીને આપને એસીડીટી, મેદસ્વીપણુ, પેટનું સંક્રમણ અને ડાયફાઇડની બીમારીથી ગ્રસ્ત થઇ શકે છે. સમોસાની અંદર ભરવામાં આવતા બટાકા ઘણા સમય પહેલા બોઇલ કરવામાં આવે છે, એટલે જરા સંભાળીને.

ચાઇનીઝ ફૂડ

ચાઇનીઝ ફૂડ

રોડ સાઇડ વેચાતા સ્પાઇસી નૂડલ્સ ગંદા પાણીમાં ગરમ કરવામાં આવે છે. સાથે જ તેમાં ભેળવવામાં આવતું અઝીનોમોટો, સૉસ અને ખરાબ તેલ આપણા સ્વાસ્થ્યને ખરાબ કરે છે.

કાચું સલાડ

કાચું સલાડ

આ દિવસોમાં લીલા પત્તાવાળી સાગ અને સબ્જીઓથી અંતર રાખો. તેમાં ઘણા બધા કિટાણુંઓ અને કીડા હોય છે જે આપણે નરી આંખોથી નથી જોઇ શકતા. જેને ખાવાથી પેટમાં સંક્રમણ થઇ શકે છે.

ફળોનો રસ

ફળોનો રસ

આમ તો આપણે રોજ ફળોનો રસ પીવો જોઇએ પરંતુ આ મોસમમાં ફળ ખૂબ જ ઝલદી ખરાબ થઇ જાય છે. જેને દુકાનદાર રૂપિયા કમાવાના ચક્કરમાં આપણને પીવડાવી દે છે. જે આપની ઇમ્યૂનિટીને ઓછી કરી શકે છે. સાથે જ પહેલાથી જ કપાયેલા ફળ પણ ના ખાવા જોઇએ.

પકોડી

પકોડી

સૌથી વધારે પાણીપૂરીનો ક્રેઝ વધારે છે. ખાસ કરીને યુવતીઓને આ વાત ખરાબ લાગે કે તેમાં ઉપયોગમાં લેવાતું પાણી ઘણા બધા બેક્ટેરીયાનું ઘર હોય છે. જેને ખાવાથી આપને ઊલટી, ડાયેરીયા, પેટમાં દુ:ખાવો, ભૂખ ના લાગવી, ટાઇફોઇડ, ફૂડ પોઇઝનિંગ જેવી બીમારીઓ થઇ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X