Asparagus Benefits: સ્ત્રી માટે રામબાણ છે શતાવરી, જાણો ફાયદા

Asparagus Benefits: શતાવરી એક ઐષધી છે, જે પહાડો પરથી મળી આવે છે. મહિલાઓ માટે શતાવરી ઘણી લાભદાયી માનવામાં આવે છે. શતાવરી પિરિયડને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. આ સાથે જ શતાવરી હોર્મોન્સને સંતુલિત રાખે છે, જે હોર્મોન સંબંધિત સમસ્યાને દૂર કરે છે.

શતાવરી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં વિટામિન A, વિટામિન C, વિટામિન E, વિટામિન K, વિટામિન B6, પ્રોટીન, કેલ્શિયમ, ફોલેટ, આયર્ન, ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.

Asparagus Benefits

ગર્ભાવસ્થામાં ફાયદાકારક - શતાવરીમાં ફોલેટનું પ્રમાણ વધુ હોય છે, જે ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યાઓને દૂર રાખે છે. તેમાં હાજર ફોલેટ ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં બાળકના જન્મ સાથે સંકળાયેલ ખામીઓ અને જોખમોને ઘટાડે છે, જેનાથી બાળક સ્વસ્થ બને છે.

પાચનને રાખે છે સ્વસ્થ - શતાવરીમા ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યા થતી નથી.

વજન ઘટાડવામાં મદદરૂપ - શતાવરીમા દ્રાવ્ય ફાઇબર મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં ખૂબ જ ઓછી ચરબી જોવા મળે છે, જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. જે લોકો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છે, તેમના માટે શતાવરી એક સારો વિકલ્પ છે.

ઘટાડે છે સોજો - શતાવરીમાં ઘણા એન્ટીઑકિસડન્ટ્સ મળી આવે છે, જે શરીરના ઓક્સિડેટીવ તણાવને ઘટાડે છે. તેનાથી સોજાની સમસ્યા દૂર થાય છે.

બીપીના દર્દીઓ માટે છે ફાયદાકારક - શતાવરી એક કુદરતી મૂત્રવર્ધક પદાર્થ છે. તે શરીરમાંથી વધારાનું મીઠું અને પ્રવાહી દૂર કરવાનું કામ કરે છે. આ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેની સાથે જ વ્યક્તિને UTI જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

ત્વચા માટે ફાયદાકારક - શતાવરીનો છોડમાં એન્ટીઑકિસડન્ટ ગ્લુટાથિઓન જોવા મળે છે, જે પિમ્પલ્સને રોકવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા પર ફોલ્લીઓ અને ખીલ અટકાવે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X