Baby Bottle Feeding : નાના બાળકોને બોટલથી દૂધ પીવડાવો છો તો સાવધાન, થઈ શકે છે ગંભીર બિમારીઓ
Baby Bottle Feeding : આજકાલના માતા-પિતા બાળકોને ઘણી એવી આદતો પાડે છે જે ભવિષ્યમાં મોટી સમસ્યાઓને જન્મ આપે છે.
બાળકોની ઘણી આદતો એવી છે જેને સમયસર છોડી દેવી જોઈએ કે પછી તે આદતથી બચાવવા જોઈએ. આવી જ એક આદત બાળકોને બોટલથી દૂધ પીવડાવવાની છે.

આજકાલની બીઝી લાઈફ સ્ટાઈલમાં કામ કરતી મહિલાઓ તેમના બાળકને સ્તનપાનને બદલે બોટલનું દૂધ પીવડાવે છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે ઠીક નથી. આ બાળકોને ઘણી રીતે અસર કરી શકે છે. આનાથી ઘણા પ્રકારના રોગો થઈ શકે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, નવજાત શિશુને પહેલા 6 મહિના સુધી ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ. આ બાળકોના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. આનાથી બાળકનું શરીર મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
જો કોઈ કારણોસર માતા ઓછું દૂધ હોય એટલે કે સ્તનપાન શક્ય ન હોય તો જન્મના બે કે ત્રણ અઠવાડિયા પછી બોટલનું દૂધ આપી શકાય છે. જો કે ઓછામાં ઓછા છ મહિના સુધી તેને શક્ હોય ત્યાં સુધી ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ.
બાળકોને બોટલથી દૂધ પીવડાવવાના નુકસાન
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે
બાળકો માતાનું દૂધ પીવે છે ત્યારે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. બાળકને સ્તનપાનને બદલે બોટલમાંથી દૂધ આપવામાં આવે છે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. આનાથી વારંવાર શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યાઓનો શિકાર બની શકે છે.
સ્થૂળતા વધી શકે
નાના બાળકોને બોટલનું દૂધ પીવડાવવાથી તેમનામાં સ્થૂળતા વધી શકે છે. જ્યારે બાળકોને ફક્ત પશુ દૂધ અથવા પાવડર દૂધ આપવામાં આવે છે ત્યારે આ ખતરો વધી શકે છે. પ્રાણીઓના દૂધમાં વધુ ચરબી હોય છે, જે બાળકનું વજન નોંધપાત્ર રીતે વધારી શકે છે.
બાળકના વિકાસને અસર કરી શકે છે
બોટલનું દૂધ પીવાથી બાળકોનો વિકાસ ધીમો પડી શકે છે. બોટલના દૂધ દ્વારા માઇક્રોપ્લાસ્ટિક્સ બાળકોના શરીરમાં પ્રવેશી શકે છે, જે તેમના શારીરિક અને માનસિક વિકાસને ધીમો પાડી શકે છે. આનાથી તેમનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.
ફેફસાં નબળા પડી શકે છે
રબરની નિપલવાળી બોટલમાંથી દૂધ પીવાથી બાળકોના ફેફસાંને નુકસાન થઈ શકે છે. આ ફેફસાંને નબળા બનાવી શકે છે. જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં તે ન્યુમોનિયાનું જોખમ પણ વધે છે.












Click it and Unblock the Notifications
