રોજ નહાવુ પણ હેલ્થ માટે સારૂ નથી, જાણો શું કહે છે સાયન્સ?

ભારત જેવા ગરમ દેશોમાં લોકોને રોજ નહાવાની આદત હોય છે. ઉનાળામાં લોકો સવાર સાંજ બે વખત નહાતા જોવા મળે છે. ભારતમાં આબોહવા અને ધાર્મિક માન્યતા બન્નેને કારણે લોકો રોજ સ્નાન કરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાન અનુસાર રોજ નહાવાથી કેટલાક નુકસાન થઈ શકે છે.

વિજ્ઞાન પર વિશ્વાસ કરીએ તો દરરોજ સ્નાન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. દુનિયાભરના સ્કિન સ્પેશિયાલિસ્ટો માને છે કે ઠંડીમાં રોજ ન નહાવું જોઈએ. વધુ પડતા નહાવાથી ત્વચાને નુકસાન થાય છે.

Bathing

ઘણા અભ્યાસો અનુસાર, આપણી ત્વચામાં પોતાને સાફ કરવાની વધુ સારી ક્ષમતા છે. જો તમે જીમમાં નથી જતા અથવા તો રોજ પરસેવો નથી પાડતા કે કે ધૂળવાળી માટીમાં નથી રહેતા તો તમારે દરરોજ સ્નાન કરવું જરૂરી નથી.

જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સી. બ્રાન્ડોન મિશેલ જણાવે છે કે, સ્નાન કરવાથી ત્વચા પર રહેલુ કુદરતી તેલ અને સારા બેક્ટેરિયા દૂર થાય છે. આ સારા બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિને સપોર્ટ કરે છે. શિયાળામાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ સ્નાન કરવું જોઈએ.

અમેરિકાની ધ યુનિવર્સિટી ઓફ ઉટાહના જિનેટિક્સ સાયન્સ સેન્ટરના એક અભ્યાસ અનુસાર, વધુ પડતું નહાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિને નુકસાન થાય છે. જંતુ અને વાયરસ સામે લડવાની શરીરની ક્ષમતા નબળી પડે છે. આ ખોરાકને પચાવવાની અને તેમાંથી વિટામિન્સ અને અન્ય પોષક તત્વોને અલગ કરવાની શરીરની ક્ષમતાને પણ અસર કરે છે.

સંશોધન અનુસાર, જો તમે દરરોજ ગરમ પાણીથી સ્નાન કરો છો તો તમારા નખને પણ નુકસાન થાય છે. સ્નાન કરતી વખતે નખ પાણીને શોષી લે છે અને પછી નરમ થઈને તૂટી જાય છે. આમાંથી કુદરતી તેલ નીકળી જતા તે શુષ્ક અને નબળા પડી જાય છે.

કોલંબિયા યુનિવર્સિટીના ચેપી રોગ નિષ્ણાત ડૉ. એલિન લાર્સનના એક સંશોધન અનુસાર, દરરોજ સ્નાન કરવાથી આપણી ત્વચા શુષ્ક અને નબળી બને છે. આ ચેપનું જોખમ ઘણું વધારે છે. એટલા માટે તમારે દરરોજ સ્નાન ન કરવું જોઈએ.

એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, ભારત, જાપાન અને ઈન્ડોનેશિયાના લોકો નહાવાના મામલે વિશ્વના ટોચના દેશોમાં સૌથી આગળ છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના ઘણા સંશોધનો કહે છે કે દરરોજ નહાવુ એ માત્ર પાણીનો બગાડ જ નહીં પરંતુ શારીરિક અને માનસિક રીતે પણ નુકસાનકારક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X