For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂથી જોડાયેલા કેટલાક અસત્યો જેના બધા માને છે સત્ય

|
Google Oneindia Gujarati News

આ આર્ટિકલનો દ્વારા અમે દારૂ પીવાની વાતને બિલકુલ પણ પ્રોત્સાહન નથી આપતા. પણ હા આ દ્વારા અમે દારૂ વિષે કેટલાક જાણકારી અને કેટલાક અસત્યો જરૂરથી તમારી સમક્ષ મૂકવા માંગીએ છીએ.

જેમ કે કહેવાય છે "દારૂ જેટલો જૂનો એટલો નશો વધારે". તમે પણ આવું જ સાંભળ્યું જ હશે. અને તમને અત્યાર સુધી વિશ્વાસ પણ થઇ ગયો હશે આ વાતને લઇને પણ હકીકતએ છે કે આ વાત બિલકુલ ખોટી છે.

આવા જ કેટલાય અસત્યો જે લાંબા સમયથી આપણે સાંભળતા આવીએ છીએ તેની પાછળ શું સચ્ચાઇ છે તે અમે આજે તમને જણાવીશું. તો જુઓ આ ફોટો સ્લાઇડર અને દારૂ વિષે આવા જ કેટલીક સાવ પોકળ વાતોને જાણો...

સ્કોચ અને વ્હિસ્કીને સીધું પીવાય

સ્કોચ અને વ્હિસ્કીને સીધું પીવાય

કેટલાક લોકોને આવું કહેતા તમે સાંભળ્યા હશે કે "સાચો મર્દ સ્કોચ અને વ્હિસ્કીમાં પાણી નથી મેળવતો" જો કે તેવું જરૂર નથી કે સ્કોચ અને વ્હિસ્કી બોટલથી સીધી જ પીવી. જાપાનમાં તેને સોડો તો બ્રાઝિલમાં તેને નારિયળ પાણી સાથે પીવાનું વધુ પસંદ કરવામાં આવે છે. વધુમાં ચીનમાં તેને ગ્રીન ટી સાથે પીવાય છે.

જેટલો રંગ ગહેરો એટલો સારો

જેટલો રંગ ગહેરો એટલો સારો

વધારે ગહેરા રંગની દારૂમાં વધુ એન્ટી ઓક્સીડેટ્સ હોય છે. પણ તેવું બની શકે કે તેમાં કંજેનેર્સ (બનાવતી વખતે ઝેરી પદાર્થ પેદા થવો) હોય. વધુમાં જો તમે ડ્રિંક લીધા બાદ બીજા દિવસે ભારે હેંગઓવર નથી ઇચ્છતા તો લાઇટ વર્ઝનવાળી જ ડ્રિંક પીઓ

દારૂ જૂનો એટલો સારો

દારૂ જૂનો એટલો સારો

આ વાત દારૂના પ્રકાર પર આધાર રાથે છે. કેટલાક દારૂ એવા પણ હોય છે કે જે 1 વર્ષની અંદર જ કન્ઝ્યૂમ કરી લેવા જોઇએ. વધુમાં વાઇન જેવા દારૂમાં સમય જતા એન્ટી ઓક્સીડેન્ટ્સ ઓછા થઇ જાય છે. તો એક્સપાઇરી ડેટ જોઇને દારૂ પીવો.

ડાર્ક બિયરમાં વધુ આલ્કોહોલ

ડાર્ક બિયરમાં વધુ આલ્કોહોલ

રંગની બિયરના આલ્કોહોલ અને કેલેરી વિષે નથી જાણી શકાતું. બિયરનો રંગ તે કંઇ વસ્તુથી બની છે તે વાત પર નિર્ભર કરે છે. જેમ કે સ્ટાઉટ જેવી કેટલીક ડાર્ક બિયરમાં આલ્કોહોલ અને કૈલરી બન્ને ઓછું હોય છે.

બધી વોડકા એક જેવી હોય છે

બધી વોડકા એક જેવી હોય છે

મોટાભાગના આલ્કોહોલિક ડ્રિંક્સ અલગ અલગ રીતથી બને છે પણ વોડકા એક એવું ડ્રિંક છે જે ક્યાંથી આયાત થયું છે તેની પર તેની વિવિધતા રહેલી હોય છે. પૂર્વી યુરોપથી નિર્માણ પામતી વોડકા સ્ટ્રોંગ હોય છે. ત્યારે તમે વોડકા ખરીદતી વખતે તે કયા દેશમાં બની છે તે જોઇ લો.

એનર્જી ડ્રિંકમાં નાંખી પીવાની વધુ નશો

એનર્જી ડ્રિંકમાં નાંખી પીવાની વધુ નશો

દારૂને એનર્જી ડ્રિંકમાં નાંખીને પીવાથી વધુ નશો થાય છે તેવું મનાય છે પણ રિસર્ચ આ વાતે સહેમત નથી. વધુમાં આવું કરવું સ્વાસ્થય માટે હાનિકારક પણ છે તો આવું કરવાનું ટાળો.

English summary
To help you enjoy your drink better and responsibly, we created this list of top six myths about alcohol that you should get rid of forever. Read on, be enlightened and raise a toast to us.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X