લાલ કે કાળુ? જાણો ગરમીમાં ઠંડા પાણી માટે કયુ માટલુ વાપરવુ જોઈએ? ​

ગરમીના દિવસોમાં ઠંડા પાણીની તલબ દરેકને રહે છે. ઘણા લોકો ફ્રિજના પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણા ઘરોમાં આજે પણ માટીના માટલાનું પાણી પસંદ કરવામાં આવે છે.

માટીના માટલામાં પાણી કુદરતી રીતે ઠંડું રહે છે અને તેમાં રહેલા ખનિજ તત્વો આરોગ્ય માટે લાભદાયક હોય છે.​

Black vs Red Clay Pot

બજારમાં વિવિધ રંગ અને ડિઝાઇનના માટીના માટલા ઉપલબ્ધ છે, જેમાં લાલ અને કાળા રંગના માટલા ખાસ લોકપ્રિય છે. જો કે અહીં પ્રશ્ન એ છે કે કયા માટલા પાણીને વધુ સમય સુધી ઠંડું રાખે છે?​

વિશેષજ્ઞોના મતે, કાળા રંગના માટીના માટલા પાણીને વધુ સમય સુધી ઠંડું રાખે છે. કાળી માટીમાં સૂક્ષ્મ છિદ્રો હોય છે, જેનાથી વાષ્પીકરણ (evaporation)ની પ્રક્રિયા વધુ અસરકારક રીતે થાય છે, અને પાણી લાંબા સમય સુધી ઠંડું રહે છે. આ ઉપરાંત કાળી માટીમાં રહેલા ખનિજ તત્વો પાણીમાં ઉમેરાઈને આરોગ્ય માટે લાભદાયક બને છે.​

લાલ રંગના માટલા સામાન્ય રીતે મશીનથી બનાવવામાં આવે છે અને આકર્ષક ડિઝાઇન ધરાવે છે. આ માટલા પાણીને ઝડપથી ઠંડું કરે છે પરંતુ તે ઠંડક લાંબા સમય સુધી ટકી રહેતી નથી.

આજકાલ કેટલાક લાલ માટલા એવા પણ આવે છે જેમાં સૂક્ષ્મ છિદ્રો હોય છે, જેનાથી તે પણ પાણીને થોડા સમય માટે ઠંડું રાખી શકે છે પરંતુ કાળા માટલાની તુલનામાં તેનો પ્રભાવ ઓછો હોય છે.​

માટલાની પસંદગી કરતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો

  • માટલુ ખરીદતી વખતે તેની માટીની ગુણવત્તા તપાસો. પાકેલી માટીનુ માટલુ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ચાલે છે.
  • માટલાની અંદર અને બહારની સપાટી સમાન હોવી જોઈએ અને તેમાં કોઈ તિરાડો ન હોવી જોઈએ.
  • માટલાને ધીમે ધીમે ઠપકારવાથી આવતા અવાજથી તેની ઘનતા અને ગુણવત્તા નિર્ધારિત કરી શકાય છે.​

જો તમે ગરમીના દિવસોમાં લાંબા સમય સુધી ઠંડું પાણી ઈચ્છો છો અને આરોગ્ય માટે પણ લાભદાયક વિકલ્પ શોધી રહ્યા છો તો કાળી માટીનુ માટલુ શ્રેષ્ઠ પસંદગી બની શકે છે. જ્યારે જો તમે આકર્ષક ડિઝાઇન અને ઝડપથી ઠંડું પાણી ઈચ્છો છો તો લાલ માટલુ યોગ્ય વિકલ્પ બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X