Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવાનોમાં વધી રહ્યું છે કેન્સરનું જોખમ, જાણો કેન્સરના પ્રારંભિક લક્ષણો

early symptoms of cancer in gujarati: કેન્સર એવો રોગ નથી જે કોઈ ચોક્કસ ઉંમરે થાય છે, પરંતુ તે કોઈપણ ઉંમરે કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે. વર્તમાન સમયમાં નાના બાળકો તેમજ પુખ્ત વયના લોકોમાં પણ ઘણા પ્રકારના કેન્સર જોવા મળી રહ્યા છે.

જોકે, એવું નથી કે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવું શક્ય નથી, જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરીને અને ખાનપાનની આદતો પર ધ્યાન આપીને કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. નિવારણનો બીજો રસ્તો સમયસર તેના લક્ષણોને ઓળખવાનો છે.

ન્યુબર્ગ સેન્ટર ફોર જિનોમિક સેન્ટરના મોલેક્યુલર ઓન્કોપેથોલોજિસ્ટ ડૉ. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આ રોગ શરૂ થતાની સાથે જ આપણું શરીર આપણને ઘણી અલગ-અલગ રીતે સંકેતો આપવાનું શરૂ કરે છે.

તેથી તેને અવગણવાની ભૂલ ન કરો, પરંતુ તરત જ ડૉક્ટરની સલાહ લો. આજે આપણે આ અહેવાલમાં કેન્સરના આવા જ કેટલાક લક્ષણો અને તેના નિવારણ વિશે જાણીશું.

early symptoms of cancer in gujarati

ઝડપી વજન ઘટવું : આ સૌથી સામાન્ય લક્ષણ છે, જે કેન્સર સિવાય અન્ય ઘણા રોગો સૂચવે છે. જો તમારું બાળક યોગ્ય રીતે ખાતું હોય અને કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરતું હોય, તેમ છતાં તેનું વજન ઝડપથી ઘટી રહ્યું હોય, તો તે ચિંતાનો વિષય છે.

નિવારણ -

  • સંતુલિત આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન આપો.
  • આમ છતાં જો વજન ઘટતું હોય તો વધુ વિલંબ કર્યા વગર ડૉક્ટરનો સંપર્ક કરો.

સતત થાક અને નબળાઈ રહેવી - શારીરિક પ્રવૃત્તિ દરમિયાન થાક લાગવો એ સામાન્ય બાબત છે, પરંતુ કોઈપણ કારણ વગર થાક અથવા નબળાઈ અનુભવવી, જે આરામ કર્યા પછી પણ દૂર નથી થતી તે કેન્સરની નિશાની હોઈ શકે છે.

નિવારણ -

  • ખાતરી કરો કે બાળકને પૂરતી ઊંઘ મળી રહી છે.
  • સ્વસ્થ આહાર આપો અને હાઇડ્રેટેડ રહો.
  • જો થાક હજુ પણ ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લો.

વારંવાર સંક્રમણનો ભોગ બનવું - જો તમારું બાળક વારંવાર કોઈ સંક્રમણનો ભોગ બને છે, તો તે તેની નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે હોઈ શકે છે, જે લ્યુકેમિયા અથવા અન્ય કેન્સરની નિશાની હોઈ શકે છે.

વારંવાર આવતા તાવ, સંક્રમણ અને શરીર પર અસ્પષ્ટ ઉઝરડા અથવા રક્તસ્રાવને અવગણવું જોઈએ નહીં.

નિવારણ -

  • સ્વચ્છતા, સ્વસ્થ આહાર અને નિયમિત રસીકરણને પ્રોત્સાહન આપો.
  • આવું વારંવાર થાય છે, તો ડૉક્ટર દ્વારા તેની તપાસ કરાવવામાં વિલંબ કરશો નહીં.

ગાંઠ અથવા સોજો - જો તમને ગરદન, બગલ, પેટ અથવા કમરની આસપાસ કોઈ કારણ વગર ગાંઠ અથવા સોજો લાગે છે, તો તે પણ કેન્સરની નિશાની હોઈ શકે છે. આ ગાંઠ ઘણીવાર પીડારહિત હોય છે, અને સમય જતાં મોટા થઈ શકે છે.

નિવારણ -

  • તમારા બાળકને કોઈપણ અસામાન્ય ગાંઠ અથવા સોજોના કારણો સમજાવો, જેથી તે તમને સમયસર જણાવી શકે.
  • નિયમિત ચેકઅપ કરાવવાથી, તે વહેલું શોધી શકાય છે.

સતત દુખાવો - હાડકાં કે સાંધામાં સતત દુખાવો એ ઓસ્ટીયોસારકોમા જેવા કેન્સરની શરૂઆતની નિશાની હોઈ શકે છે. જો બાળક સતત પીડાની ફરિયાદ કરે છે, જે સામાન્ય સારવારને પ્રતિસાદ આપતું નથી, તો તેની વધુ તપાસ થવી જોઈએ.

નિવારણ -

  • જો બાળકો સતત દુખાવાની ફરિયાદ કરતા હોય તો તેને અવગણવાની ભૂલ ન કરો.
  • ડૉક્ટરનો સંપર્ક કરો અને તેમની સલાહ મુજબ ટેસ્ટ કરાવવામાં વિલંબ કરશો નહીં.

ત્વચાના દેખાવમાં ફેરફાર - ત્વચાના ફેરફારો, જેમ કે નવા તલ અથવા ડાઘમાં ફેરફાર અથવા અસામાન્ય ફોલ્લીઓ, ત્વચાના કેન્સર અથવા અન્ય કેન્સરના ચિહ્નો હોઈ શકે છે. જો મસાના કદ, આકાર અથવા રંગમાં કોઈ ફેરફાર થાય તો ડૉક્ટરની સલાહ લેવામાં વિલંબ કરશો નહીં.

નિવારણ -

  • સનસ્ક્રીનનો ઉપયોગ કરો, સૂર્યપ્રકાશથી રક્ષણ આપતા કપડાં પહેરો.
  • નિયમિત મેડિકલ ચેકઅપ, સ્વસ્થ જીવનશૈલી અને લક્ષણોની ઓળખ કરીને નિષ્ણાતોની મદદ વડે કેન્સરને ગંભીર બનતા અટકાવી શકાય છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X