Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાવધાન… કિસ કરવાથી થઈ શકે છે આ ગંભીર બિમારી

કિસ એક રોમેન્ટિક અહેસાસ છે. કિસ કરવાથી પાર્ટનરને તમે તમારા દિલની વાત શબ્દો વગર વ્યક્ત કરી શકો છો. કિસ કરવાથી પાર્ટનર વચ્ચેનું બોન્ડિંગ જોરદાર બને છે. જો કે આ વાત થઈ ફિંલિંગની પરંતુ કિસ કરવાથી કેટલીક ગંભીર બિમારીઓ પણ થઈ શકે છે.

Kissing

સિફિલિસ
સિફિલિસ એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. આ સામાન્ય રીતે કિસથી નહીં પરંતુ મુખ મૈથુન દ્વારા ફેલાય છે. સિફિલિસ મોંમાં ચાંદા પેદા કરે છે અને કિસથી બેક્ટેરિયા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જાય થાય છે. એન્ટિબાયોટિક્સની મદદથી આનું નિયંત્રણ કરી શકાય છે. તાવ, ગળામાં દુખાવો, દુ:ખાવો, લસિકા ગાંઠોનો સોજો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

સાયટોમેગાલોવાયરસ
આ પણ એક વાયરલ ઈન્ફેક્શનનો જ પ્રકાર છે અને લાળ દ્વારા ફેલાય છે. તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ માનવામાં આવે છે. તે ઘણીવાર મૌખિક અને જનનાંગોના સંપર્ક દ્વારા ફેલાય છે. થાક, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી તેના મુખ્ય લક્ષણ છે.

ઈન્ફલ્યુએન્ઝા
ઈન્ફ્લુએન્ઝા અથવા ફ્લૂ કિસ કરવાથી થઈ શકે છે.આ સમસ્યામાં સ્નાયુમાં દુખાવો, ગળામાં ઈન્ફેક્શન અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે.

હર્પીસ
હર્પીસ વાયરસ બે પ્રકારના હોય છે. HSV 1 અને HSV2. હેલ્થ લાઈન રિપોર્ટ અનુસાર, કિસ કરવાથી HSV 1 વાયરસ સરળતાથી ફેલાઈ શકે છે. મોઢામાં લાલ કે સફેદ ફોલ્લા તેના લક્ષણ છે.

પેઢાંમાં સમસ્યા
જો પાર્ટનરને પેઢાં અને દાંતની સમસ્યા હોય તો કિસ કરવાથી આ સમસ્યા થઈ શકે છે. જો કોઈ સ્વસ્થ વ્યક્તિ લાળ દ્વારા બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે તો પેઢાંમાં સોજો આવવાની સમસ્યા થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X