ખાંસી માટેની કફ સિરપના ઓવરડોઝથી આવી શકે છે હાર્ટ એટેક, બાળકને આપતા પહેલા 100 વાર વિચારો
Cough Syrup Overdose Side Effects: ઉધરસ અથવા ગળામાં ખરાશની સ્થિતિમાં કફ સિરપ પીવું એ સામાન્ય બાબત છે. જો કે, ડૉક્ટરની સલાહ વગર તેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. કફ સિરપ તે દવાઓમાંથી એક છે જે OTC (ઓવર ધ કાઉન્ટર) સરળતાથી ઉપલબ્ધ છે.
ડૉક્ટરની સલાહ વિના મનસ્વી રીતે કફ સિરપ પીવું ખૂબ જોખમી બની શકે છે. જો તમે નિદાન પછી ડૉક્ટરની સલાહ પર કફ સિરપ લેતા હોવ, તો તે સુરક્ષિત છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ વધુ પડતી કફ સિરપ પિવાથી તમારો જીવ જઈ શકે છે.

બજારમાં ઘણી બધી કફ સિરપ ઉપલબ્ધ છે અને દરેક એક અલગ રચના સાથે બનાવવામાં આવે છે. લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના તેને તેમની ઇચ્છા મુજબ પીવાનું શરૂ કરી દેતા હોય છે. કફ સિરપ હંમેશા ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ જ પીવી જોઈએ. તેની માત્રા જાતે વધારવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
કફ સિરપની આડઅસરોમાં હૃદયના ધબકારા વધવા, ચક્કર આવવા, અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉબકા, ઉલટી, ઊંઘમાં તકલીફ, માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે વધુ પડતી કફ સિરપ તમારા હૃદયને નુકસાન પહોંચાડે છે. જો આમાંના કોઈપણ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે અથવા ગંભીર થઈ જાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
કેટલીક કફ સિરપ એવા પણ છે જે જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો હૃદયના ધબકારા વધી જાય છે. આનાથી એરિથમિયા (અનિયમિત ધબકારા) અને હાર્ટ એટેક થઈ શકે છે. કેટલીક કફ સિરપમાં શામક અસર હોય છે. જો મોટી માત્રામાં લેવામાં આવે તો વ્યક્તિ દિવસભર ગાઢ નિંદ્રામાં રહે છે. આ સિવાય રેસ્પિરેટરી ડિપ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે.
પુખ્ત વયના અને બાળકોને આપવામાં આવતી કફ સિરપમાં ઘણો તફાવત છે. પુખ્ત વયના લોકો માટે હોય તેવી કોઈ પણ દવા બાળકને ક્યારેય ન આપો. તમારા બાળકને સમાન ઘટકો ધરાવતી બે પ્રકારની દવાઓ આપતા પહેલા તમારા ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટ સાથે તપાસ કરો.
બાળકોનું ચયાપચય પુખ્ત વયના લોકો કરતા અલગ છે. એવી કેટલીક દવાઓ છે જે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપી શકાતી નથી. જો ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા મદદ ન કરતી હોય તો ફરીથી ડૉક્ટરની સલાહ લો. કોઈપણ સંજોગોમાં બાળકોને દવાનો ઓવરડોઝ આપવાનું ટાળો.
બાળકોને કફ સિરપ આપતા પહેલા આ વસ્તુઓનુ ધ્યાન રાખો
- ડોકટરની સલાહ વગર ડોઝ ક્યારેય વધારશો નહીં. તમારી ઉંમર માટે ભલામણ કરેલ ડોઝ કરતાં વધુ ક્યારેય ન લો.
- દવાના બૉક્સમાં લખેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો. હંમેશા ડોઝ માપો.
- જો દવા લેવા છતાં તમારા લક્ષણોમાં એક અઠવાડિયામાં સુધારો ના થાય અથવા તમને માથાનો દુખાવો જેવા અન્ય લક્ષણોનો અનુભવ થવા લાગે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
- દવા લીધા પછી, જો તમારા હૃદયના ધબકારા વધી જાય, સ્વભાવમાં ફેરફાર થાય, ગભરાટ હોય, પેશાબ કરવામાં તકલીફ થાય કે આંચકી આવે તો તરત જ દવા બંધ કરો.
પહેલા ઘરેલુ ઉપાય અજમાવો, તેની કોઈ આડઅસર નથી
- મીઠાના પાણીથી કોગળા કરો. તેનાથી ગળામાં દુખાવો અને સોજો ઓછો થશે.
- તમે આદુનો રસ, મધ અને ગરમ સૂપ પી શકો છો, તેનાથી ત્વરિત રાહત મળી શકે છે.
- હૂંફાળું પાણી, ગરમ સૂપ, ચા વગેરેનું સેવન કરવાથી પણ રાહત મળે છે.
- તમે સ્ટીમ લઈ શકો છો, તેનાથી નાક અને ગળાની શુષ્કતા દૂર થાય છે.












Click it and Unblock the Notifications
