Digestion Tips : ખોરાકને પચાવવામાં મદદ કરશે આ ઘરેલું ઉપચાર, આ સમસ્યામાંથી મળશે છૂટકારો
ખરાબ જીવનશૈલીની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે. ઘણી વખત તૈલી મસાલાની વસ્તુઓ વધુ ખાવાથી, પાણી ઓછું પીવાથી અને તણાવને કારણે પણ પાચનક્રિયા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.
Digestion Tips : ખરાબ જીવનશૈલીની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે. ઘણી વખત તૈલી મસાલાની વસ્તુઓ વધુ ખાવાથી, પાણી ઓછું પીવાથી અને તણાવને કારણે પણ પાચનક્રિયા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો
આવા સમયે, ઘણા લોકોને એક સમાન્ય સમસ્યા હોય છે કે, ખોરાક ખાધા બાદ ઘણા કલાકો સુધી ખોરાક યોગ્ય રીતે પચતો નથી. જેનાકારણે ક્યારેક તમારે તમારા ખોરાક લેવાનું ટાળવું પણ પડે છે.
આવી સ્થિતિમાં તમારે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તોચાલો આજે અમે તમને અહીં કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ, જેને અપનાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

પેટને લગતી સમસ્યાઓથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાયો -
પૂરતું પાણી પીઓ
પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો તમે ઓછું પાણી પીઓ છો તો તમારે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડેછે. તેથી તમારે દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેની સાથે તમે કાકડી, ટામેટાં, તરબૂચ અને આ સિવાય દ્રાક્ષ જેવાફળોનું પણ સેવન કરી શકો છો.

દહીં ખાઓ
ઘણા લોકો જમવાની સાથે કે પછી દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ જે લોકો દહીં નથી ખાતા તેમને તેનું સેવન કરવાની સલાહ આપવામાંઆવે છે. દહીંને તમારા આહારનો ભાગ બનાવવાથી પાચનમાં મદદ મળે છે. આનું સેવન કરવાથી પેટ ઠંડુ રહે છે. આ સિવાય છાશનું સેવનમસાલેદાર ખોરાકથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.

ખોરાકને યોગ્ય રીતે ચાવો અને ખાવ
તમે સાંભળ્યું જ હશે કે, ખોરાક 32 વાર ચાવવો જોઈએ. આમ કરવાથી, ખોરાક સરળતાથી નાના ટુકડાઓમાં તૂટી જાય છે અને લાળમાંભળી જાય છે અને પાચનક્રિયાને સરળ બનાવે છે. આ સાથે જ થોડું-થોડું ખાઓ, આમ કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે.












Click it and Unblock the Notifications
