For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું લગ્ન બાદ ખરેખર પુરુષો બદલાઇ જાય છે?

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] શું લગ્ન બાદ ખરેખર પુરુષો બદલાઇ જાય છે? હા ખરેખર, જોકે અમારામાંથી મોટાભાગના લોકો વિચારે છે કે લગ્નબાદ મહિલાઓ બદલાય જાય છે, જ્યારે સત્ય એ છે કે લગ્ન બાદ પુરુષોમાં પણ પરિવર્તન આવે છે.

વાસ્તવમાં આ લગ્નની સૌથી સારી બાબત એ હોય છે. જે આપણને બદલી નાખે છે. લગ્ન બાદ સ્ત્રી તથા પુરુષ બંને પોતાની નવી ભૂમિકામાં ફિટ થવાનો પ્રયાસ કરવા તથા ખુદને વિકસિત કરવાનું પ્રારંભ કરી દે છે. અને બેશક જ્યારે એક પુરુષ પિતા બની જાય છે ત્યારે તેનાથી વધારે પરિવર્તનની આશા કરવામાં આવે છે. પુરુષ વધારે સંવેદનશીલ બની જાય છે.

અહીં સુધી કે એવી વ્યક્તિ જે લગ્ન જેવી વાતોનો આદર નથી કરતો, એક દીકરીના પિતા બનવા પર આ તમામ વાતોને માનવા લાગે છે. તેઓ પોતાની કોમળ ભાવનાઓને જાગૃત કરવાના પ્રયત્ન કરે છે, જે આટલા વર્ષોથી ધરબાયેલી હતી. એટલે એક સામંજસ્યપૂર્ણ લગ્નમાં પુરુષ નિશ્ચિતપણે પોતાના સંયમી રૂપમાં હોય છે. લગ્ન બાદ તેની આક્રમકતાનું સ્તર પણ નીચે આવી જાય છે. આ પ્રકારે લગ્ન બાદ ઘણા પરિવર્તનો થાય છે.

આવો એક નજર કરીએ લગ્ન પુરુષોમાં કેવી રીતે પરિવર્તન લાવે છે...

આપની પર જવાબદારી આવી જાય છે

આપની પર જવાબદારી આવી જાય છે

હા, હાલમાં જ કરવામાં આવેલા એક સર્વે અનુસાર માલૂમ પડ્યું છે કે પુરુષને વધારે જવાબદાર બનાવવામાં લગ્ન એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે જવાબદારી લેવાનું શરૂ કરી દે છે. કુંવારાની અવસ્થામાં પુરુષ બેપરવાહ બની જાય છે પરંતુ લગ્ન બાદ તેમાં પરિવર્તન આવે છે.

આપ પાર્ટીઓમાં જવાનું બંધ કરી દેશો

આપ પાર્ટીઓમાં જવાનું બંધ કરી દેશો

લગ્ન પહેલા પુરુષ આખો સમય પાર્ટીઓમાં જવાનું પસંદ કરે છે પરંતુ લગ્ન બાદ તેઓ પોતાનો સમય પત્નીને અને બાળકોને આપે છે. લગ્નેત્તર પુરુષોમાં આ એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળે છે. સાચી વાત એ છે કે લગ્ન આપને બદલી નાખે છે.

મિત્રોનું મહત્વ ઓછુ થઇ જાય છે

મિત્રોનું મહત્વ ઓછુ થઇ જાય છે

શું યુવકો લગ્ન બાદ બદલાય છે? લગ્ન પહેલા પુરુષો પોતાની મોટાભાગનો સમય પોતાના મિત્રોની સાથે વિતાવે છે. વાસ્તવમાં કેટલાક મામલામાં તેઓ પોતાની સીમાથી આગળ વધીને તેમની સહાયતા કરે છે. પરંતુ લગ્ન બાદ આ વફાદારી સંપૂર્ણ રીતે પત્ની માટે થઇ જાય છે. આ પરિવર્તનના કારણે મિત્રો થોડા નારાજ થઇ શકે છે.

આપ રૂપિયા બચાવવાની કોશિશ કરવા લાગો છો

આપ રૂપિયા બચાવવાની કોશિશ કરવા લાગો છો

લગ્ન બાદ પુરુષોમાં ખૂબ જ મનોવૈજ્ઞાનિક પરિવર્તન આવે છે. કુંવારા પુરુષ વિચાર્યા વગર રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે એક પારિવારિક વ્યક્તિ આયોજનબદ્ધ રૂપિયાની બચત કરે છે.

પત્નીનો સાથ અને સહકાર

પત્નીનો સાથ અને સહકાર

લગ્ન બાદ પત્નીનો સાથ સહકાર મળવાથી પુરુષમાં પરિવર્તન આવે છે. પુરુષને પત્નીને દરેક કાર્યોમાં પ્રસંગોમાં સાથ-સહકાર, માર્ગદર્શન મળી રહે છે જેના કારણે પણ તેમાં પરિવર્તન આવે છે.

English summary
Do men change after marriage? Yes of course, though most of us think that women change a lot after marriage, it is a fact that men do change a lot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X