For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ઊંઘમાંથી ઉઠ્યા બાદ પણ થાક લાગે છે? Google CEO એ આપ્યો ઊંઘનો મંત્ર

આજની લાઈફસ્ટાઈલમાં લોકો જે રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે, તેમાંથી આરામ ગાયબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ગમે તેટલા કલાકની ઊંઘ લે, પરંતુ તે હંમેશા થાક અનુભવે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આજની લાઈફસ્ટાઈલમાં લોકો જે રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે, તેમાંથી આરામ ગાયબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ગમે તેટલા કલાકની ઊંઘ લે, પરંતુ તે હંમેશા થાક અનુભવે છે. આ થાકને દૂર કરવા અને રાહત મેળવવા માટે ઘણા લોકો યોગ કરે છે, તો ઘણા લોકો સંગીત સાંભળે છે.

આવી સ્થિતિમાં Google અને Alphafeet ના CEO સુંદર પિચાઈએ એક એવી ટ્રિક જણાવી, જેનાથી તમને થાક ન લાગે. વાસ્તવમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો તમે ઊંઘ્યા બાદ પણ તાજગી અનુભવી શકતા નથી, તો શું કરવું જોઈએ.

જે લોકોને યોગ પસંદ નથી, તેમના માટે આ ફાયદાકારક છે

જે લોકોને યોગ પસંદ નથી, તેમના માટે આ ફાયદાકારક છે

સુંદર પિચાઈએ નોન સ્લી રેસ્ટ (NSDR) ટેકનિક વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમને પોતાને યોગ પસંદ નથી. આવી સ્થિતિમાં રાહત મેળવવા માટે આ ટેકનિક ખૂબ જ ઉપયોગી છે.

સૂતા પહેલા આ કરવાથી ઝડપથી ઊંઘ આવે છે અને લગભગ 6 કલાકની ઊંઘ બાદ પણ તમે સંપૂર્ણ રીતે તાજગી અનુભવશો. તમે પોતે જોયું હશેકે, ઘણા લોકો 10 કલાકની ઊંઘ લીધા બાદ પણ આરામ અનુભવતા નથી.

જાણો - NSDR ટેકનિક શું છે?

જાણો - NSDR ટેકનિક શું છે?

આ ટેક્નિકમાં તમારે આંખો બંધ કરીને જમીન પર સૂવું પડશે. જે બાદ તમારા શરીર અને હાથ અને પગને આરામથી છોડી દો. તે પછી તમારે એક વસ્તુ પર ધ્યાનકેન્દ્રિત કરવું પડશે.

આ દરમિયાન તમે ખુલ્લા વાદળી આકાશ અથવા ડાર્ક રૂમ વિશે વિચારી શકો છો. જ્યારે તમે આ કરો છો, આ સમયે તમારે શરીરના જુદા જુદાભાગોમાં સંવેદનાઓ પર ધ્યાન આપવું જોઈએ.

પિચાઈએ જણાવ્યું હતું કે, તે પોતાને હળવા અનુભવવા માટે આ પ્રકારની ટેકનિક ફોલો કરે છે. જે લોકોને ઊંઘઆવવામાં તકલીફ હોય તેઓ પણ આને અનુસરી શકે છે. આને અનુસરવાથી તમને ઝડપથી ઊંઘ પણ આવે છે. તેમજ તણાવ ઓછો થાય છે.

સુંદર પિચાઈનો ફિટનેસ મંત્ર

સુંદર પિચાઈનો ફિટનેસ મંત્ર

સુંદર પિચાઈએ જણાવ્યું કે, તેઓ દરરોજ 6 થી 7 કલાકની ઊંઘ લે છે, ત્યારબાદ તેઓ સવારે 6 થી 7 ની વચ્ચે જાગી જાય છે. આ સિવાય તે છેલ્લા 15 વર્ષથી એક જનાસ્તો કરી રહ્યો છે. તેમના નાસ્તામાં ઈંડાનો ટોસ્ટ અને ચા નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પિચાઈ નાસ્તા દરમિયાન સમાચાર વાંચવાનું પસંદ કરે છે.

English summary
Do you also get tired after getting up from sleep? Google CEO's sleeping mantra will work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X