For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડી કે શરદીમાં ચોખા ખાવા જોઈએ કે નહિ, અહીં જાણો સાચો જવાબ

શું ઠંડી કે શરદીમાં ચોખા ખાવાનુ ટાળવુ જોઈએ? આ સવાલ ઘણી વાર એ લોકોને ખૂબ સતાવે છે. અહીં જાણો સાચો જવાબ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શું ઠંડી કે શરદીમાં ચોખા ખાવાનુ ટાળવુ જોઈએ? આ સવાલ ઘણી વાર એ લોકોને ખૂબ સતાવે છે જે રોટલી ખાવાના બદલે ચોખા ખાવાનુ પસંદ કરે છે. શરદી, ખાંસી અને ઘણી વાયરલ સમસ્યાઓનુ જોખમ વધુ હોય છે. માટે આ દિવસોમાં પોતાના ખાન-પાનનુ ખાસ ધ્યાન રાખવાની જરુર છે પરંતુ જ્યારે લોકોને ઘણી વાર શરદી-ખાંસીની સમસ્યા થાય છે ત્યારે દરેકના મનમાં એક સવાલ આવે છે કે શું શરદી-ખાંસીમાં ચોખા ખાવા આરોગ્ય માટે ઠીક છે? જો તમારા મનમાં પણ આ ભ્રમ હોય તો આવો જાણીએ કે આ વિચારમાં કેટલી સચ્ચાઈ છે.

ચોખામાં કફ બનાવવાના ગુણ

ચોખામાં કફ બનાવવાના ગુણ

પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિક વિજ્ઞાન અનુસાર ચોખામાં કફ બનાવવાના ગુણ હોય છે. જેમ કે કેળા કફ બનાવવામાં સક્ષમ હોય છે એ જ રીતે ચોખા પણ તમારા શરીરના તાપમાનને ઠંડુ રાખે છે. આ જ કારણ છે કે જ્યારે તમે સામાન્ય શરદી અને ખાંસીથી પીડિત હોય ત્યારે ગરમ ભોજન કે ગરમ પીણુ પીવાની સલાહ આપવામાં આવે છે.

ચોખામાં કફ બનાવવાના ગુણ

ચોખામાં કફ બનાવવાના ગુણ

પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદિક વિજ્ઞાન અનુસાર ચોખામાં કફ બનાવવાના ગુણ હોય છે. જેમ કે કેળા કફ બનાવવામાં સક્ષમ હોય છે એ જ રીતે ચોખા પણ તમારા શરીરના તાપમાનને ઠંડુ રાખે છે. આ જ કારણ છે કે જ્યારે તમે સામાન્ય શરદી અને ખાંસીથી પીડિત હોય ત્યારે ગરમ ભોજન કે ગરમ પીણુ પીવાની સલાહ આપવામાં આવે છે.

ઠંડા કે જૂના ચોખા શરીરને ઠંડક આપે

ઠંડા કે જૂના ચોખા શરીરને ઠંડક આપે

જો કે અમુક વિશેષજ્ઞોનુ માનવુ છે કે માત્ર ઠંડા કે જૂના ચોખા જ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે. જ્યારે શરદી કે ખાંસીની સ્થિતિમાં શરીર ગરમ હોવા માટે સંઘર્ષ કરી રહ્યુ હોય તો ઠંડા કે જૂના ચોખાનુ સેવન કરવાથી ઈલાજની પ્રક્રિયામાં અડચણ આવી શકે છે માટે ઠંડા કે જૂના રાંધેલા ચોખાનુ સેવન ન કરવુ જોઈએ.

ચોખાને ઠંડીમાં ખાવા કે નહિ

ચોખાને ઠંડીમાં ખાવા કે નહિ

આવુ બહુ ઓછી વાર બને છે જ્યારે ડૉક્ટર ચોખાથી પરહેજ કરવાની સલાહ આપે છે કારણકે ચોખા ઠંડા હોય છે અને તેમાં કફ બનાવવાના ગુણ હોય છે. જે તમારી શરદી અને ખાંસીની સમસ્યાને વધારી દેશે. આ આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને નબળી પાડી દે છે. શરદી-ખાંસી અને કોઈ પણ પ્રકારનુ ગળાનુ સંક્રમણ થવા પર ડૉક્ટર તમને ચોખા, દહીં, મસાલાવાળુ ભોજન, કેળા વગેરેથી પરહેજ કરવાની સલાહ આપે છે.

English summary
Eat rice in cold and cough is good or bad? Know here detailed reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X